बहुत नारी सुहाग सुंदरी और घोष कुमारी ।
सजन – प्रीतम -नाम लै लै, दै परसपर गारि ।
आनंद अतिसै भयौ घर घर, नृत्य ठावैहिं ठावॅं ।
नन्दद्वारै भेंट लै लै उमह्यो गोकुल गाँव ।।
चौक चन्दन लिपि कै, धरि आरती सँजोई ।
कहति घोष -कुमारी, ऐसो अनंद जौ नित होइ ।
द्वार सथिया देति स्यामा, सात सींक बनाइ ।
नवकिसोरी मुदित है है गहति जसुदा -पाइ ।।
करि आलिंगन गोपिका, पहिरैं आभूषन -चीर ।
गाइ – बच्छ सँवारि ल्यायै, भई ग्वारनि भीर ।।
मंगल सहित लीला करैं गोपी ग्वाल ।
हरद, अच्छत, दूब, दधि लै, तिलक करैं ब्रजबाल ।।
एक एक न गनत काहूँ, इक खिलावत गाइ ।
एक हेरी देहिं गावहिं, एक भेंटहिं धाइ ।।
एक बिरध – किसोर -बालक, एक जोबन जोग ।
कुष्न – जन्म सु प्रेम-सागर क्रिडैं, सब ब्रज – लोग ।।
प्रभु मुकुन्द कै हेत नूतन होहिं घोष बिलास ।
देखि ब्रज की संपदा कौं, फूलैं सूरदास ।।
વિશ્લેશણ:-
ઘણીબધી સૌભાગ્યવતી સુંદરી સ્ત્રીઓ અને ગોપકુમારીઓ એકબીજાનાં પતિઓનું નામ લઈ લઈને પરસ્પર મીઠી ગાળીઓ ગાઈ રહી છે. ગોકુળનાં દરેક ઘર ઘરમાં અતિશય આનંદ થઈ રહ્યો છે. સ્થાન -સ્થાન પર નૃત્ય થઈ રહ્યું છે. આખું ગોકુળ આજે વિવિધ પ્રકારની ભેંટ લઈને શ્રી નંદજીનાં દ્વારે ઉમટી પડ્યું છે. આંગણને ચંદનથી લિપિ ત્યાં આરતી સજાવીને મૂકવામાં આવી છે. સર્વે ગોપીઓ એક બીજાને અક્ષત, દૂર્વા અને દહીંનું તિલક લગાવી રહી છે, કોઈ ગાયોને ખેલાવી રહી છે, અમુક ગોપકુમારીઓ કહે છે કે, અગર આવો જ આનંદ આપણે નિત્ય કરીએ તો…. બીજી અમુક ગોપીઓ સાત સીકાઓ ઘરદ્વાર પર મૂકી રહી છે, અને કેટલીક આંગણમાં સ્વસ્તિક બનાવી રહી છે. ગોકુળની નવકિશોરીઓ આનંદિત થઈ વારંવાર શ્રી યશોદાજીનાં પગ પકડી લે છે તો અમુક ગોપીઓ શ્રી યશોદાજીને આલિંગન કરી આપ પાસથી મેળવેલ વસ્ત્ર અને આભૂષણ પહેરી રહી છે. બીજી બાજુ ગ્વાલાઓ ગાયો અને વાછડાઓને સજાવીને લઈ આવ્યાં છે. હવે આંગણમાં ગોપોની ભીડ એકત્રિત થઈ ગઈ છે. કોઈ ગાયોને ખેલાવતાં ખેલાવતાં હે.. રી .. હે.. રી કહી પુકાર કરી રહ્યાં છે. કોઈ ( ઊંચા સ્વરે ) ગાઈ રહ્યું છે, કોઈ દોડીને બીજાને ભેંટ આપી રહ્યું છે, આજે કોઈને કોઇની પરવા નથી. કારણ કે આજે રાજા અને પ્રજાનો ભેદ ભુલાયો છે. તેથી આજે આબાલ, વૃધ્ધ, તરુણ, કિશોર સર્વે વ્રજનાં લોકો શ્રી કૃષ્ણ જન્મનાં પ્રેમસાગરમાં જ મગ્ન થઈ ક્રીડા કરી રહ્યાં છે. પ્રભુ મુકુન્દનાં જન્મોપલક્ષ્યમાં મગ્ન થઈ આજે સર્વે ગોપો વિવિધ પ્રકારની ક્રીડા કરે છે જે કૌતુક લાગે છે. વ્રજની આ સંપતિ જોઈ શ્રી સૂરદાસજી અત્યંત પ્રફુલ્લિત થઈ રહ્યાં છે.
કીર્તન ગાયક :- શ્રી સાધનાબેન મંગલદાસ ( કોઇમ્બટૂર )
Ph:- 91 98424 24402 । email:- sureshmangaldas@gmail.com
પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com