જો તોડો વચન તો ડરાવે આ લોકો

દેવિકા રાહુલ ધ્રુવ

 

જો તોડો વચન તો ડરાવે આ લોકો,
ને પાળો વચન તો રડાવે આ લોકો.  

એ પાડે દિવાલો, પડે જ્યાં તિરાડો,
બની ખુદ દિવાલો, ડુબાડે આ લોકો. 

જે ખાલી ચણો છે, તે વાગે ઘણો અહીં,
મદારી બની મન, નચાવે આ લોકો.

પહેલાં એ કે’તા, ‘શીખો યાદ રાખો,’
હવે ભૂલતા શીખવાડે આ લોકો.

થયો શાને ઈશ્વર, તું પત્થરની મૂરત?
હશે રાઝ એ કે, થકાવે આ લોકો. 

આ કડવી હકીકત, ને છે સાવ સાચી,
શું જાણી ખુદાને, બનાવે આ લોકો! 

અખાના જ છપ્પા સમી ‘દેવી’ વાતો,
સજાવી ધજાવી, સુણાવે આ લોકો.


સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવનાં સંપર્ક સૂત્રો :
ઈ-મેલઃ ddhruva1948@yahoo.com
વેબઃ http://devikadhruva.wordpress.com


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

1 thought on “જો તોડો વચન તો ડરાવે આ લોકો

Leave a Reply

Your email address will not be published.