ભગવાન થાવરાણી
ચાલો, એક વાર ફરીથી પાછા ફરીએ વીતેલી શતાબ્દીઓ તરફ અને પડતાલ કરીએ એ શાયરોની જે ઉર્દૂ શાયરીના પાયાના પત્થરો છે. આવા શાયરોમાં આપણે અત્યાર સૂધી આચમન કરી ચૂક્યા છીએ મીર, ઝૌક, ઝફર, દાગ, ઈકબાલ, મોમિન અને ગાલિબ જેવા દિગ્ગજોનું. આજે જોઈએ જનાબ નઝીર અકબરાબાદી સાહેબનો કસબ. નઝીરનો જન્મ અઢારમી સદીના પૂર્વાર્ધમાં થયો. એ મીર અને સૌદાના સમકાલીન હતા. એમને ઉર્દૂ નઝ્મના જનક માનવામાં આવે છે. કહેવાય છે કે એમણે કુલ બે લાખ પંક્તિઓ લખી ( જેમાંથી છ હજાર સચવાઈ છે ). એમની ખાસિયત છે એમની ભાષા જે વિશુદ્ધ ઉર્દૂ નહીં પરંતુ બોલચાલની હિંદુસ્તાની જબાન છે. એમની મહાન અને લાંબી રચના ‘ બંજારાનામા ‘ ની કેવળ ચર્ચા કરવી હોય તો આવા અનેક આલેખ જોઈએ. એ દીર્ઘ રચનાની ધ્રુવ – પંક્તિનો ઉલ્લેખ કરી સંતોષ માનીએ :
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
Wahhhh