બડા કબૂતર (૧૯૭૩)

ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

ગીતકાર યોગેશ એટલે કે યોગેશ ગૌડનાં ગીતો આગવી મુદ્રા ધરાવતાં હતાં. ખાસ કરીને શૈલેન્દ્રની વિદાય પછી સલીલ ચૌધરી સાથે બનેલી તેમની યુતિએ અનેક સુંદર ગીતો સર્જ્યાં. યોગેશનાં ગીતો સામાન્યત: ગંભીર પ્રકારનાં અને ફિલસૂફીયુક્ત હોય છે. જો કે, ફિલ્મમાં મોટે ભાગે પાત્ર યા પરિસ્થિતિને અનુરૂપ ગીત લખવાં પડતાં હોય છે, છતાં તેમાં યોગેશની મુદ્રા જણાયા વિના રહે નહીં. રાહુલ દેવ બર્મન સાથે તેમણે પ્રમાણમાં ઓછું કામ કર્યું. તેમાં કદાચ સૌથી યાદ રહી જાય એવાં ગીતો ‘શૌકીન’માં હતાં. એ સિવાયની ફિલ્મોનાં ગીતો એક યા બીજાં કારણોસર ઝાઝાં પ્રચલિત ન બની શક્યાં.

યોગેશ ગૌડ

આ યુતિનું એક મસ્ત મજાનું સર્જન એટલે ફિલ્મ ‘બડા કબૂતર’. ૧૯૭૩માં રજૂઆત પામેલી, નવરત્ન ફિલ્મ્સ નિર્મિત અને દેવેન વર્મા દિગ્દર્શીત આ ફિલ્મમાં અશોકકુમાર, રેહાના સુલતાન, નિખિલેશ, દેવેન વર્મા જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. હાસ્ય અભિનેતા દેવેન વર્માએ પાંચેક ફિલ્મોનું નિર્માણ અને ચારેક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.

‘બડા કબૂતર’માં કુલ પાંચ ગીતો હતાં, જે યોગેશ દ્વારા લખાયેલાં અને આર.ડી. બર્મન દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં હતાં. ‘રાઝ કી બાત હૈ’, ‘ચંદામામા બોલે’, ‘મુબારક હો મુબારક હો, યે રાત જવાં’- આ ત્રણ ગીતો આશા ભોંસલેના સ્વરમાં હતાં. ‘હાય રે હાય રે, દિલ મેરા હાય રે હાય રે’ આશા અને કિશોરકુમારનું યુગલ ગીત હતું.

ભૂપીન્દર સીંઘે ગાયેલું ‘બડા કબૂતર ઉડ જાયેગા’ ગીતને ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે વાપરવામાં આવ્યું હતું. ફિલ્મનો આરંભ રાતના અંધારામાં પોલિસવાનની સાયરનની ચીચીયારીથી થાય છે, અને એક ચોરને ભાગતો બતાવવામાં આવે છે. એ પછી ચારે તરફથી પોલિસનાં વાહનો વડે ઘેરાયેલો ચોર બતાવવામાં આવે છે અને ટાઈટલ સાથે ગીતનો આરંભ થાય છે. ટાઈટલ પૂરાં થતાં ચોરને જેલમાંથી બહાર નીકળતો બતાવાય છે.

ભૂપીન્‍દર(ડાબે) સાથે રાહુલ દેવ બર્મન

ભૂપીન્દરસિંઘના સ્વરે ગવાયેલા આ ગીતને સાંભળતાં ગુલઝાર-આર.ડી.ની પરિચીત શૈલીની યાદ આવી જાય.

આ ગીતના શબ્દો આ મુજબ છે.

बड़ा कबूतर उड़ जायेगा
हाथ में अंडा रह जायेगा
फूट जायेगा अंडा एक दिन
बड़ा कबूतर उड़ जायेगा
बड़ा कबूतर उड़ जायेगा
हाथ में अंडा रह जायेगा
फूट जायेगा अंडा एक दिन
बड़ा कबूतर उड़ जायेगा
बड़ा कबूतर (2)

कोई न समझा, कोई न जाना
हा ये गोरखधंधा
पहले जग में आया कबूतर
या फिर आया अंडा
कोई न समझा, कोई न जाना
हाय ये गोरख धंधा
पहले जग में आया कबूतर
या फिर आया अंडा
और उलझ जायेगा
अरे जो इसको सुलझायेगा
बड़ा कबूतर….

बड़ा कबूतर उड़ जायेगा
हाथ में अंडा रह जायेगा
फूट जायेगा अंडा एक दिन
बड़ा कबूतर उड़ जायेगा
बड़ा कबूतर
बड़ा कबूतर

આ જ ગીતનો વધુ એક અંતરો ફિલ્મમાં અન્યત્ર સંભળાય છે, જે ટાઈટલ સોન્‍ગની ગતિમાં જ છે. તેના શબ્દો આ મુજબ છે.

देख समय का शौख कबूतर
चलता है यु उड़ के
जैसे तेज हवा का झोंका
देखे न फिर मुड़के
देख समय का शौख कबूतर
चलता है यु उड़ के
जैसे तेज हवा का झोंका
देखे न फिर मुड़के

साथ चलाचल इसके
वरना हाथ नहीं कुछ आएगा
बड़ा कबूतर
हो बड़ा कबूतर उड़ जायेगा
हाथ में डंडा रह जायेगा
फूट जायेगा अंडा एक दिन
बड़ा कबूतर उड़ जायेगा
बड़ा कबूतर

આ ગીતનો વધુ એક અંતરો ધીમો અને ઉદાસીન મૂડનો છે. તેના શબ્દો આ મુજબ છે.

એ રીતે આ ગીત ટાઈટલ ઉપરાંત ફિલ્મમાં અન્ય સ્થાને પણ સાંભળી શકાય છે, જેના અંતરા પણ અલગ અલગ છે.

चाहे बने कोई हरफनमौला, चाहे बने जादुगर,
लेकिन सबसे उपर है ये सबसे बडा कबूतर,
जो न देखा खेल इसका, ये सबको बतलायेगा,
बड़ा कबूतर उड़ जायेगा
हाथ में अंडा रह जायेगा

फूट जायेगा अंडा एक दिन
बड़ा कबूतर उड़ जायेगा

बड़ा कबूतर उड़ जायेगा
हाथ में अंडा रह जायेगा
फूट जायेगा अंडा एक दिन
बड़ा कबूतर उड़ जायेगा

અહીં આપેલી લીન્ક પર આ મસ્ત ગીત સાંભળી શકાશે.

 


(તસવીરો નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.