ભગવાન થાવરાણી
અસલ નામ સૈયદ મુસલાહુદ્દીન અને તખલ્લુસ ‘ અતહર ‘ હોવા છતાં આ શાયર ‘ શાઝ ‘ તમકનત નામે કેમ પ્રસિદ્ધિ પામ્યા એ ખબર નથી પરંતુ હૈદરાબાદના આ અદીબ કેવળ દક્ષિણ ભારતમાં જ નહીં, હિંદુસ્તાન ભરમાં મશહૂર રહ્યા. એમના કલામની ખૂબસુરતી જુઓ :
ઉસ કા હોના ભી ભરી બઝ્મ મેં હૈ વજહ – એ – સુકું
કુછ ન બોલે ભી તો વોહ મેરા તરફદાર લગે ..
અને એમનો આ અંદાઝે બયાં પણ જુઓ :
ઝિંદગી હમસે તેરે નાઝ ઉઠાએ ન ગએ
સાંસ લેને કી ફકત રસ્મ અદા કરતે થે
એમની એક ગઝલનો એક દિલકશ શેર કંઈક આમ છે :
મૈં તેરા દોસ્ત હૂં, તૂ મુજસે ઈસ તરહ તો ન મિલ
બરત યે રસ્મ કિસી સૂરત – આશનાં કે લિએ
કોઈક જૂનો દોસ્ત નરી ઔપચારિકતાથી મળે તો બહુ દુખ થાય. આપણને થાય કે એને કહી દઈએ, ‘ તું પણ ? ‘ પરંતુ આ જ ગઝલનો આ જબરદસ્ત મત્લો :
મેરા ઝમીર બહુત હૈ મુજે સઝા કે લિએ
તૂ દોસ્ત હૈ તો નસીહત ન કર ખુદા કે લિએ
ઉર્દૂમાં નસીહત – સલાહ – ઉપદેશ આપનારને ‘ નાસેહ ‘ કહે છે. જો દોસ્તો પણ નાસેહની જેમ ઉપદેશ આપવા લાગે તો એ શા કામના ? દોસ્તો પાસેથી તો એ અપેક્ષા હોય કે એ સંકટ કે કટોકટી સમયે કશું બોલ્યા વિના આપણને બાથ ભીડી લે અને જે સંભવ હોય એ બધું જ કરી છૂટે ! ઉપદેશ માટે અન્ય ‘ સગા – વ્હાલા ‘ છે જ !!
ચચા ગાલિબે આ જ વાત શાઝ સાહેબે કહી એના સો વર્ષ પહેલાં કહી દીધી હતી :
યે કહાં કી દોસ્તી હૈ કે બને હૈં દોસ્ત નાસેહ
કોઈ ચારાસાઝ હોતા કોઈ ગમગુસાર હોતા ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાહહ્હ્હહહહ…મેરા ઝમીર બહુત હૈ મુજે સઝા કે લિએ
તૂ દોસ્ત હૈ તો નસીહત ન કર ખુદા કે લિએ..,…
યે કહાં કી દોસ્તી હૈ કે બને હૈં દોસ્ત નાસેહ
કોઈ ચારાસાઝ હોતા કોઈ ગમગુસાર હોતા ..
🖕🖕🖕🖕
આ પણ
એકદમ સટીક છે……
બહુ સરસ વાત કે “ઉપદેશ માટે સગા વ્હાલા છે જ”
કરુણ કટાક્ષ…
ધન્યવાદ..
વિગતવાર સમીક્ષા માટે આભારી છું.
મેરા ઝમીર બહુત હૈ મુજે સઝા કે લિએ
તૂ દોસ્ત હૈ તો નસીહત ન કર ખુદા કે લિએ..
સાવ સાચી વાત છે.. ✔️
આભાર દિલીપભાઈ !