૧૦૦ શબ્દોની વાત
તન્મય વોરા
કોઈને પણ મળીએ એટલે પોતપોતા તરફ ધ્યાન ખેંચવાની રીતરસમો ચાલુ થઈ જાય. સામાજિક માધ્યમો પર તો તે બહુ વકર્યું છે.
પરંતુ ધ્યાન આપવા તરફ વધારે ઝુકાવ રાખીએ તો?
તમે શેની સૌથી વધુ દરકાર કરો છો? શું કરવા ધારો છો? કોને મદદ કરવી છે?
આ સવાલો જીવનની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરવામાં અને પછી તેમની (જ) તરફ ધ્યાન વાળવામાં મદદ કરે છે.
“ધ્યાન આપવું એ ઔદાર્યનું સૌથી વિરલ અને શ્રેષ્ઠ સ્વરૂપ છે.” – સોમોન વૈલ
નેતૃત્વની ખુબી જ એ છે. ધ્યાન ખેંચવા માટેની ફરીફાઈમાં ઉતરવાને બદલે, નેતૃત્વના વિશેષાધિકારનો ઉપયોગ કરીને, મહત્ત્વની બાબતોને લગતી તેમની જવાબદારીઓ અદા કરવામાં બીજાંઓને મદદરૂપ થવા તરફ ધ્યાન વાળવું જોઈએ.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com
સાચી વાત . વેગુ પરની કોમેન્ટો એનો પૂરાવો છે !