ફોટોગ્રાફીનાં વિવિધ પરિમાણ

કાચની કીકીમાંથી

ઈશાન કોઠારી

ફોટોગ્રાફી કરતાં કરતાં અમુક સમય વીતે એ પછી, ફોટામાં ઉંડાણ લાવવું જરુરી હોય છે. એટલે કે, તેમાં એબસ્ટ્રેક્ટ, લેયર્સ વગેરેમાં કામ કરવું જોઈએ. એબસ્ટ્રેક્ટ એટલે અમૂર્ત. એટલે કે જેમાં કોઈ દેખીતો ભૌતિક આકાર ન હોય. તસવીરકાર કોઈ એવા આકાર કે વસ્તુનો ફોટો ખેંચે કે જે જોઈને વિચારવું પડે કે આ શું છે. દર્શક પોતપોતાની રીતે એ વિચારી શકે.

લેયર્સ એટલે ફોટોમાં કોઈ એક સબજેક્ટ નહિ પણ એકથી વધારે સબજેક્ટ્સ હોય, જે આખા ફોટોમાં ફેલાયેલા હોય. જોકે,દરેકને અમુક તબક્કે (‘રાઈટર્સ બ્લોક’ની જેમ) ‘ક્રિએટીવ બ્લોક’નો તબક્કો આવે છે જેમાં શું કરવું તે સમજાય નહિ. એ પસાર પણ થઈ જાય છે. તેનો એક રીતે ફાયદો એ થાય કે આ તબક્કામાંથી પસાર થયા પછી વસ્તુને પહેલાં કરતાં અલગ દૃષ્ટિએ જોતા થઈએ છીએ. જે તે વસ્તુને જોવામાં ઊંડાણનું તત્ત્વ ઊમેરાય છે. ઊંડાણ એટલે ત્રિપરિમાણ પૈકીનું એક નહીં, પણ ગહનતા.

અહીં મૂકેલી તસવીરો આ પ્રકારની હોય એવો પ્રયત્ન કરેલો છે.

આ દૃશ્ય જોતાં જ મનમાં ફોટો બની ગયો હતો. રિક્ષાના ઉખડેલા રંગની સાથે કૂતરાના પગનો રંગ મેચ થાય છે. એ જાણે કે એનો જ એક ભાગ હોય એમ લાગે છે.

****

આ ફોટો ત્રણ લેયરમાં વહેંચાયેલો છે. એમાં એક પણ વસ્તુ વધારાની ન આવે એની સાવચેતી રાખેલી છે. એકાદ વસ્તુ ઓછી હોય તો ફોટો કદાચ અધૂરો લાગી શકે.

****

આ ફોટો દર્શકને પોતાની રીતે અનુમાન કરવા પ્રેરે એવો છે.

****

ફોટામાં આ મહિલાની ઝલક જ દેખાય છે, જે તેમના વિશે કુતૂહલ પેદા કરે છે. ફોટામાં કે કોઈ પણ કૃતિમાં અમુક વસ્તુ ગોપિત – રહસ્યમય રહે તેની વધારે મજા આવે.

****

આ ફોટો પથરાયેલો છે અને તેમાં અલગ અલગ ગતિવિધિ થઈ રહી છે. આમ છતાં, બાકીની ત્રણે વ્યક્તિઓની નજર એક જ વ્યક્તિ પર હોય તેવું લાગે છે અને એ પથરાયેલા ફોટાને કેન્‍દ્રિત બનાવે છે.

****

 

એક બકરીને મેં ઉભેલી જોઈ. તેના પગ વચ્ચે દેખાતી ખાલી જગ્યામાં કશુંક આવે એની રાહ હું ઊભો રહ્યો. છેવટે મને એ તક મળી અને મેં ક્લીક કર્યું.

****

ઘણી વાર વિષયો સામે ચાલીને મળે છે, જ્યારે ઘણી વાર વિષય માટે શોધ કરવી પડે છે, તો ક્યારેક વિષયને ‘બનાવવા’ પડે છે. ફોટોગ્રાફર તસવીર પોતાની દૃષ્ટિએ ખેંચે છે, પણ દર્શક તેને પોતાની રીતે જોઈ કે મૂલવી શકે છે.


શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે

Author: Web Gurjari

1 thought on “ફોટોગ્રાફીનાં વિવિધ પરિમાણ

Leave a Reply

Your email address will not be published.