બંદિશ એક રૂપ અનેક (૮૨): ફૈય્યાઝ હાશ્મી અને “આજ જાને કી જીદ ના કરો”

નીતિન વ્યાસ

(ખાસ નોંધ:

આ બંદિશ ઉપર સાલ ૨૦૧૪ માં એક  પ્રશસ્તિકરણ વેબગુર્જરી માં પ્રસ્તુત થયેલ.  તેમાં ગીત ને  વધારે મહત્વ આપેલું પણ તેના શાયર, ફૈય્યાઝ હાશ્મી, બાબત ખાસ નોંધ લખી ન હતી. આજે  “જાને કી જીદ ના કરો” સાથે તેના શાયર બાબત વિશેષ માહિતી આપી છે. આશા રાખું છું કે  આપને પસંદ  આવશે.)

રેડિઓ સીલોન ઉપર દિવસ દરમિયાન એક નિશ્ચિત સમયે કાર્યક્રમ આવતો, “અબ શુરુ હોતા હૈ હમારા આજકા ગૈરફિલ્મી ગીતો કા કાર્યક્રમ” આ ગીતો સાંભળવવાળાનો એક ખાસ વર્ગ હતો. આ 78RPM ની રેકોર્ડ non-filmi songs or non-filmi record જેને રેકોર્ડનાં બજાર માં NFR તરીખે ઓળખવામાં આવતી.

શરૂમાં લાખમાંથી બનતી રેકોર્ડ્સ બીજાં વિશ્વ યુદ્ધ પછી વિનાઈલ નામનાં પ્લાસ્ટીકમાંથી બનતી. આવી ડીસ્ક પર ધ્વનિ મુદ્રણ માટેના રેકૉર્ડિંગ સ્ટુડિયો ભારતમાં સહુથી પ્રથમ કલકત્તામાં શરુ થયા.

આ પૈકીની થોડી કંપનીનાં લૅબલ અહીં પ્રસ્તુત છે.

આ રેકૉર્ડ અને ગીતોના શોખીનો નો એક ખાસ વર્ગ હતો. ઘણા ચાહકોનાં ઘરમાં એક થાળી વાજું રહેતુ. રેકૉર્ડને એક ખાખી કાગળનાં કવરમાં મૂકી વ્યવસ્થિત ગોઠવી અને એલ્યુમિનિયમની ખાસમાં પેટી રેકોર્ડ્સ સાચવવામાં આવતી. સાધન સંપન્ન અને શોખીનોના ઘરમાં તો કાચના શુશોભિત કબાટોમાં આ રેકોર્ડો ગોઠવવામાં આવતી.

આ રેકર્ડ અને ગીતો ના શોખીનોની સંખ્યા ખાસ્સી એવી હતી. આવા એક 78 RPM ની રેકર્ડના શોખીન હતા જામનગરના અમારા મિત્ર જશભાઈ મહીડુ. તેમના નિવાસ્થાને આ માટે એક અલગ કમરો હતો. તેમાં લાઈનબંધ લાકડાના કબાટ હતા. દરેક કબાટ મખમલ જડેલી ખાસ અભરાઈ ફિટ કરેલી જેમાં દરેક રેકર્ડ ઉભી ગોઠવી શકાય. દરેક રેકર્ડ કબાટમાં નંબર અપાયેલી ખાસ જગ્યા. અને વચ્ચે ટેબલ ઉપર રેકર્ડ વિષે માહિતી આપતું એક ખાસ રજીસ્ટર. તેમાં તેની ખરીદ તારીખ પણ નોંધી હોય. પોતાન શોખ મુજબ અને રેકર્ડ ઉપર લેબલ મુજબ તેનું વર્ગીકરણ અને ગોઠવણી. ખૂણામાં જૂનું મોટા ભૂંગળા વાળું થાળી વાજું. પણ રેકર્ડ વગાડે જર્મન ગ્રુન્ડિંગ નામની કંપનીએ બનાવેલા ચેન્જર ઉપર. ફિલિપ્સ કંપનીના સ્પીકર ગોઠવેલા. જશભાઈ સ્નાન કરી ધોયેલા સાફ વસ્ત્રો વિના તે ઓરડામાં પ્રવેશ પણ ન કરે. તમે અગાઉથી સંદેશો આપો તો તમારે માટે રેકર્ડ બહાર કાઢી ટેબલ પર મૂકી રાખે, તમે તેને ઘરે જાઓ તો તમારે જોડા ચંપલ બહાર ઉતારી પ્રવેશ કરવાનો. તમારે રેકર્ડ તે કમરામાં જ સાંભળવાની. NFR અને જૂની હિન્દી ફિલ્મો ની રેકર્ડનો એક મહામૂલો ખજાનો તેમણે શોખ થી સાચવ્યો હતો.

અહીં પ્રસ્તુત છે મૂળ 78RPM રેકોર્ડ ઉપર ધ્વનિત થયેલાં આપણે થાળી વાજા પર સાંભળેલા ગીતો. આ રેકોર્ડ પૈકીનાં અમુક ગીતો કલાકારે TV ઉપર જીવંત પ્રસારણ માં ગાયાં છે. તે અહીં સામેલ કર્યાં છે.

તસ્વીર તેરી દિલ મેરા બહેલાના સકેગી
યે તેરી તરાહ મુજસે ના શરમા ના સકેગી

તલત મહેમુદ ના કંઠે આ ગીત રેકૉર્ડ થયું ત્યારે તેમની ઉમર 18 વર્ષ ની હતી. આ કર્ણ પ્રિય બંદિશ સંગીતકાર કમલ દાસ ગુપ્તા ની છે.

આવીજ એક યાદગાર અને સદાબહાર બંદિશ. જેની 78RPM ની રેકર્ડ આપણા ઘણાનાં ઘરોમાં હતી. યાદકરો ગાયક અને સંગીતકાર શ્રી પંકજ મલિક અને રાગ યમન

યે રાતે એ મૌસમ એ હસના હસના
મુજે ભૂલ જાના ….ઇન્હેં ના ભૂલાના…

આ શેર વાંચો:

ન તુમ મેરે ન દિલ મેરા ના જાને જાન -એ -ના -તવાં મેરી,
તસવ્વુર મેં ભી આ સકતી નહીં મજબૂરિયાં મેરી

આ એક જમાનાની લોકપ્રિય ગઝલમાં આગળ શાયર લખે છે:

અબસ નાદાનિયો પર આપ-અપની નાઝ કરતે હો,
અભી દેખી હૈ કહાં આપ ને નાદાનિયાં મેરી

આ સરસ ગઝલ શ્રીમતી કમલા ઝરીયાના અવાજમાં

દૂરદર્શન ચેનલ પર જીવંત પ્રસારણ, ગાયક શ્રી જગમોહન મિત્રા – ” શ્રી જગમોહન સુરસાગર”

એક બાર મુસ્કુરા દો, એક બાર મુસ્કુરા દો,”
હોટોં કી એક અદા સે સો બિજલીયાં ગીરા દો,
એક બાર મુસ્કુરા દો

દિલ કો હૈ તુમસે પ્યાર કયું
યે ના બતા સકુંગા મૈં

શ્રી હેમંત કુમારે ગાયેલું એક સદાબહાર ગીત

ભલા થા કિતના બચપન
દિન કો ખેલ મેં ઔર રાતોં કો બાતોંમેં ખો જાતે થે
રાજા રાની કે કિસ્સે સુનકે સો જાતે થે
અપના બચપન ભલા થા કિતના બચપન

મધુબન મેં ન શ્યામ બુલાઓ,
મધુબન મેં ન શ્યામ બુલાઓ:”

ફરી એકવાર હેમંત કુમાર ના અવાજ કમલ દાસ ગુપ્તા ની સંગીત રચના

ફરી એકવાર સાંભળીયે એક યાદગાર ગીત, શ્રી પંકજ મલિકના સ્વરમાં

મૈને આજ પીયા પીયા હોટોં ક્યાં પ્યાલા

આ ગીત અપને યાદ છે?

દૂરી કા દુઃખ દિલ સે સહુ મૈં રહેક પાસ ભી દૂર રાહુ મૈં
છું ના ચાહું છું ના શકું મૈં , કૌન હૈ એ રીત બતાઓ.
યે કૌન હૈ એ રીત બતાઓ…..

ગાયક શ્રી જગમોહન મિત્રા, સંગીતકાર કમલ દાસ ગુપ્તા, દૂરદર્શન ચેનલ પરનું જીવંત રેકોર્ડિંગ

શ્રી જ્યોતિકા રોયનું લોકપ્રિય ગીત:

ચુપકે ચુપકે બોલ મૈના ચુપકે ચુપકે
મોરે સાજન કબ ઘર આયેંગે તું ચુપકે ચુપકે બોલ,

રો રો બીતા જીવન સારા
આયા ન મનકા
રો રો બીતા

ફરી એક વખત શ્રી તલત મહેમુદ

અબ યાદ હમે ક્યોં આતી હો
ઉજડ ગયી દુનિયા અપની
યાદ હમેં ક્યોં હૈ

શ્રી હેમંત કુમાર

ઓ વર્ષા કે પહેલે બાદલ મેરા સંદેશા લે જાના
આંસુઅન કી બૂંદ બરસાકર
અલકા નગરી મેં તુમ જાકર
ખબર મેરી પહુંચાના
ઓ વર્ષા કે પહેલે બાદલ મેરા સંદેશા લે જાના

શ્રી જગમોહન “સૂરસાગર” મિત્રા, ફિલ્મ “મેઘદૂત” દિર્ગદર્શક દેવકી બોઝ.

વરસોથી આનંદ આપતાં આ કર્ણપ્રિય ગીતો માં થોડી બાબત સામાન્ય છે. સહુ પ્રથમ તો બધાં ગીતો સરળ હિન્દી ભાષામાં છે, “ઓ વર્ષા કે પહેલે બાદલ” બાદ કરતાં બધાંજ ગીતો ગૈર ફિલ્મી છે. અને એક જ કવિએ લખેલાં છે.

અને તે હતા શાયર  ફૈય્યાઝ હાશ્મી.

તેમને માટે કહેવાતું કે તેઓ પોતાની કવિતામાં નિજી જીવનમાં અનુભવાતી મુશ્કિલ વાત બહુ આસાન શબ્દો વણી લે છે. ફૈયાઝના પિતાજી મહમ્મદ હાશ્મી કલકત્તામાં મદન થીએટર કંપનીમાં નાટકો અને ગીતો લખતા. ફૈયાઝજીનો જન્મ ૧૯૨૦માં કલકત્તામાં થયેલો. “તસ્વીર તેરી દિલ મેરા બહેલા ના સકેગી” ૧૯૪૧ની સાલમાં કલકતા ઑલ ઇન્ડિયા રેડીઓ માટે રેકર્ડ કરવામાં આવ્યું, ત્યારે તે ગીતના કવિની ઉમર ૨૧ વર્ષની હતી. અને તે ગઝલના ગાયક શ્રી તલત મહેમુદ ની ઉમ્મર ૧૮ વર્ષની હતી.

સાલ ૧૯૪૧, શ્રી ફય્યાઝજી ને કલકતા માં ડમડમ વિસ્તાર આવેલી ગ્રામોફોન કંપની માં નોકરી મળેલી. અહીં તેઓ સંગીતકાર શ્રી કમલ દાસ ગુપ્તા નાં પરિચય આવ્યા. અને સંગીત નાં તાંતણે તેમની મિત્રતા ગાઢી થઇ. ઉપર આપેલાં ઘણાં ગીતો શ્રી કમલબાબુ નાં સ્વરબદ્ધ કરેલાં છે.
૧૯૪૭ નાં વર્ષ દરમ્યાન તેમને ઢાકા ખાતે નવી ઓફિસ નાં મેનેજર ની જગ્યાએ મૂકવામાં આવ્યા. સાલ ૧૯૫૧માં તેમને લાહોર ખાતે બદલી આપવામાં આવી.

અહીંપણ તેમણે નવા કલાકારોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું. ફરીદા ખાનુમ, મુનવર સુલતાના જેવા ઉભરતા ગાયક ની રેકર્ડ ફય્યાઝજી ની મહેનત થી બહાર આવી. ત્યાર બાદ તે બંને નવોદિત ગાયિકાને ફિલ્મો માં ગાવાની તક મળી. ૧૯૫૬માં એક ફિલ્મ નિર્માતાએ તેમને એક ફિલ્મ માટે ગીતો લખી આપવાની ઑફર કરી.

લાહોર ખાતે ચાલતા ફિલ્મ ઉદ્યોગને “લોલીવુડ” નામે ઓળખવામાં આવે છે.

તેમને ફિલ્મોમાં ગીતકાર, વાર્તાકાર,, પટકથા લેખક તારીખે નાં વિવિધ કામોમાં જોરદાર સફળતા મળી. કરાંચી નાં એક નિર્માતાએ એક ફિલ્મ માટે દિગ્દર્શન કરવા માટે આમંત્રણ આપ્યું. અને તે માટે કરાચી માં વધુ સમય રહેવાનું થયું. સાલ 1959 માં તેઓ કરાચી મુકામે સ્થાયી થયા.
ફિલ્મ સાથે સંકળાયેલા વચ્ચે કવિતા,ગઝલ,નઝ્મ સાથે નો નાતો અકબંધ રહ્યો. 1970 માં એક ફિલ્મ નું કરાચી નાં સ્ટુડિયો માં નિર્માણ થયું. તેમાં ગીતકાર ફૈયાઝ હાશ્મી અને સંગીતકાર સોહીલ રાણા હતા. આ ફિલ્મ માં ફૈયાઝ હાશ્મી ની નઝ્મ સોહીલ સાહેબે રાગ યમન માં સંગીત બદ્ધ કરી અને શ્રી હબીબ વાલીમહમદ ના અવાજમાં રેકોર્ડ કરવામાં આવી.

આજની બંદિશ ની શરૂઆત કરીયે પાકિસ્તાન માં બનેલી ફિલ્મ “બાદલ ઔર બિજલી” બગીચામાં ફરતાં ફરતાં નાયક નાયિકા ને ઉદ્દેશી કહેશે:
“આજ જાને કી જીદ ના કરો”

ગામ ફ્રેન્ડ્ઝવુડ, ટેક્સાસ, સૂફી, ભજન અને કવ્વાલી ગાવાના યુવાનોએ બનાવેલું ગ્રુપ :રીયાઝ કવ્વાલી” . આ માત્ર મંડળ 2006 માં ટેક્ષાસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ એ શરુ કરેલું.

એ. આર. રહેમાન નો અંદાઝ

બ્રિટિશ ગાયિકા તાન્યા વેલ્સ

ટેલિ ફિલ્મ “નામ કરણ” માં શ્રી અરિજિત સિંહ

MTV Studio Live Recording: બોસ્ટન ના પિકોલોં અને ક્લેરીયોનેટ પ્લેયર શંકર ટુકર, ગાયિકા શિકાગો ના રોહિણી રવાડા, એક સરસ ફ્યૂઝન

Dhaka International Folk Fest 2018 શ્રી શફાકત અમાનત અલી

આકૃતિ કકર ના સવાર અને પૌષાલી ઘોષ નું નૃત્ય

પેરિસમાં યોજાયેલ શ્રી મોરારીબાપુની રામકથા, રુદ્રીનો ડાન્સ

https://youtu.be/સાથે 9VQRmmhIvsY

ગાયિકા સોમા ઘોષ સાથે અભિનય કથ્થક કલાકાર કુ. આમર્ત્યા

એક ઠુમરી ગાયિકા ભૂમિકા જૈન

શ્રીમતી આશા ભોંસલે

કુ. અરુણિતા કાંતિલાલ સાથ આપેછે શ્રી પવનદિપ રાજન

ફય્યાઝ હાઝમી એ લખેલી નઝ્મ, “આજ જાને કી જીદ ના કરો” ની લોકપ્રિયતા એટલી બધી છે કે કોઈ પણ ગઝલ, સૂફી કે સુગમ સંગીત ના કાર્યક્રમ માં કલાકાર અવશ્ય સામેલ કરે. એમ ન કરે તો પ્રેક્ષકો ની માંગણી ને માન આપી ગાવું પડે.

સાલ ૨૦૦૧ માં પ્રદર્શિત થયેલી મીરાં નાયર ની ફિલ્મ “મોનસુન વેડીંગ”માટે સંગીતકાર હતા કેનેડા નાં શ્રી માઇકલ દાના (Mychael Danna). તેઓને “લાઈફ ઓફ પાઇ” માટે ઓસ્કાર અને ગોલ્ડન ગ્લોબ અને તેમના મ્યુઝિક આલબમ ને માટે એમી એવોર્ડ્સ મળેલા છે. આ ફિલ્મમાં કુલ 19 જુદી જુદી બંદિશો (Tracks) નો ઉપીયોગ કર્યો છે. તે પૈકી ની એક “આજ જાને કી જીદ ના કરો”, અવાજ આ વિડિઓ માં એ. આર રહેમાન નો છે.

અંત મા, સાલ ૨૦૧૫ કોક સ્ટુડિયો માં આઠ દાયકા વટાવી ચુકેલાં શ્રીમતી ફરીદા ખાનુમ

એક જાહેર કાર્યક્રમ માં ફય્યાઝ હાશ્મી એ કહેલું કે હવે આ નઝ્મ ની માલિકી શ્રી ફરીદાજી ની છે.


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

8 thoughts on “બંદિશ એક રૂપ અનેક (૮૨): ફૈય્યાઝ હાશ્મી અને “આજ જાને કી જીદ ના કરો”

 1. સરસ સંકલન અને સંશોધન. આભાર નીતિનભાઈ.
  ફૈયાઝ હાશમી વિષે સંશોધનાત્મક લેખ. મનોરંજન અને પાર્શ્વભૂમિ ઇતિહાસ.
  ઘણું જાણવા મળ્યું .

  ભરત ભટ્ટ

 2. ફૈયાઝ હાશમીની એ અમર નઝ્મ આટલા બધા કલાકારોએ ગાઈ હશે એ કલ્પના પણ નહોતી!
  સુંદર અને માહિતીસભર આલેખ !

 3. ડો. ભરતભાઇ અને શ્રી ભગવાનભાઇ, આપના પ્રતિભાવ માટે ખરાદિલથી આભાર.

 4. નીતિનભાઈ, તમારી આ લેખ પણ હંમેશ મુજબ વૈવિધ્યસભર અને સર્વાંગ સંપૂર્ણ રહ્યો. જોકે મારી આ કૉમેન્ટ આખા લેખ વિશે નથી. માત્ર શરૂઆતના પહેલાં એક બે ફકરાના સંદર્ભમાં જ છે.
  મજાની વાત એ છેકે લેખની શરૂઆત 78 rpm records નાં જુદાં જુદાં લેબલો ની પ્રસ્તુતિ સાથે થાયછે જે જોતાની સાથેજ ફટાક દઈને તમે સંગીતના જાજરમાન યુગ માં પહોચી જાવ છો. એમાંય થાળીવાજાનાં ભુંગળામાં મોઢું નાખીને દેખાતો પેલો શ્વાન તમારા તનબદન ને સંગીતના સૂરોથી ભરી દેછે. જે આ યુગના સંગીત સાથે મોટા થયાછે તેમને હજી એમ થતું હશે કે “ભરીલો શ્વાસમાં સુરોની આ સુગંધનો દરિયો, પછી આ લેબલ્સ જોવા મળે ના મળે”(મિત્ર આદિલની ક્ષમા યાચના સાથે)
  જે રીતે વાંચતી વખતે ખોળામાં રાખેલા પુસ્તક નાં પાનાંઓ અને તેની શાહીની સુગંધ આપણને તરબતર કરી દેછે તેવો જ આ અનુભવ છે. આ સમૃદ્ધિ નો અહેસાસ તો જેણે આ અગાઉ માણી હોય તેનેજ થાય.
  આ લેબલ્સ ની સાથે મારું બાળપણ જોડાયેલું છે. ઘરમાં મારા પિતાજીએ વસાવેલ ગ્રામોફોન ની ચાવીને મચેડતાં મચેડતાં કેટકેટલા દિગ્ગજ કલાકારોને માણ્યા છે! દરેક નવી રેકોર્ડ વગાડતાં ચાવી ચઢાવવાની અને જો ભૂલી ગયા તો વચ્ચે અચાનકજ કેસરબાઈ નો અવાજ સીધો ખરજ તરફ અધોગતિ કરીને ફૈયાસખાન સાહેબ નો બની જાય. વારંવાર પિન બદલતા રહેવાનું, વગાડવાનો વન્સમોર કરીકરી ને રેકોર્ડ એટલી તો ઘસાઈ જાય કે સંગીત કરતાં સ્ક્રેચ નો અવાજ વધુ સંભળાય. પણ અમે શ્રવણ નો જુગાડ કરીને કાનમાં એવું Natural Audio Equalizer ફીટ કર્યુતું કે સંગીત સિવાયના બાકીના બધા અવાજો આપોઆપ ફિલ્ટર થઈ જાય. અમે આ સંગીત ને માણ્યું છે, ધૂઆંધાર માણ્યું છે.
  આ બધી મઝાઓ હવે ક્યાં રહી?
  તેહીનો દિવસા ગતા….

  1. યોગેશભાઈ,
   તમે પ્રેમ થી લખેલ પ્રતિભાવ વાંચવાની પડી.તમે જે થાળી વાજા અને તેને યોગ્ય રીતે ચાવી આપી ચલાવવું અને તે પણ વાજા ની કમાન ન છટકી જાય તેની કાળજી રાખતા અને બાપુજી ની કેસરબાઈની રેકર્ડ સંભાળવાનો શોખ આ બધું જ અમારા ઘરમાં પણ હતું. થોડી ક્ષણ તો મને લાગ્યું  કે  બંને શું એક જ ઘરમાં રહેતા હતા કે શું? 
   ભાવનગરમાં  અમારી બાજુમાં વેણીકાકા રહેતા હતા. ફિલ્મ “જવાબ”(1942) ની કાનન દેવી ની રેકર્ડ , “દુનિયા યે  દુનિયા તૂફાન  મેઇલ” તેમની પાસે હતી. એ ગીતની બંદિશની  મજા એ હતી કે હિરોઈન ની સાથે ટ્રેનમાં મુસાફરી કરતા  હોય તેમ એ રેકર્ડ સાંભળતાં લાગે. ગીતના અંતમાં ટ્રેન ધીરે ધીરે ચાલતા ઘરર અવાજ સાથે અટકી જાય છે. તો વેણિકાકા એવું લાગતું કે વાજાની ચાવી  ઉતારી ગઈ એટલે તરત જ ચાવી દેવા માંડે.,
   ખરેખર એ બધા નિર્દોષ આનંદ નાં દિવસો હતા. 
   તમારા પ્રતિભાવ નો હું આદર કરું છે અને મને તે વાંચવા ગમે છે. 

   1. “તમે પ્રેમ થી લખેલ પ્રતિભાવ વાંચવાની મજા પડી” ભૂલ સુધારી વાંચવું

    1. ઘસાયેલી પિન અને રેકોર્ડ અને ઓછી ચાવી મંદ્ર સપ્તકમાં લઇ જાય અને જો રેકોર્ડની લાઈન વચ્ચેથી તૂટેલી હોય તો એકની એક કડી અનેક વાર વાગે. જાણે પંડિત ઓમકારનાથ ઠાકુર ગ્વાલિયર ઘરાનાની તરજ!!!. તમારા સંવાદથીજ મઝા આવી ગયી અને પુરાણી ઘસાયેલી નિર્દોષ યાદો તાજી થઇ.

Leave a Reply

Your email address will not be published.