The Valuable Time of Maturityનો ગુજરાતી ભાવાનુવાદ – પરિપક્વતાનો કિંમતી સમય

મારીઓ રાઉલ દ મોરાઇસ આંદ્રાદે* બ્રાઝિલના અત્યંત જાણીતા કવિ, વાર્તાકાર, સંગીત-શાસ્ત્રી, વિવેચક અને તસ્વીરકાર. ૧૮૯૩ માં જન્મ અને ૧૯૪૫ માં મૃત્યુ.

બ્રાઝિલીઅન આધુનિકતાવાદના જનક. આધુનિક બ્રાઝિલીયન કવિતાના પણ એ પાયાના પથ્થર. બ્રાઝિલના સમસ્ત સાહિત્ય ઉપર એમની ઘેરી અસર.

એમની એક અદભુત અને જગવિખ્યાત કવિતાની એક-એક પંક્તિ હૃદય સોંસરવી જાય છે. *કાઢ્યા એટલા કાઢવાના નથી* એમના માટે તો ખાસ !

          The Valuable Time of Maturity

Mário Raul de Morais Andrade (1893-1945)

I counted my years and discovered that I have
less time to live going forward than I have lived until now.

I have more past than future.
I feel like the boy who received a bowl of candies.
The first ones, he ate ungracious,
but when he realized there were only a few left,
he began to taste them deeply.

I do not have time to deal with mediocrity.
I do not want to be in meetings where parade inflamed egos.

I am bothered by the envious, who seek to discredit
the most able, to usurp their places,
coveting their seats, talent, achievements and luck.

I do not have time for endless conversations,
useless to discuss about the lives of others
who are not part of mine.

I do not have time to manage sensitivities of people
who despite their chronological age, are immature.

I cannot stand the result that generates
from those struggling for power.

People do not discuss content, only the labels.
My time has become scarce to discuss labels,
I want the essence, my soul is in a hurry…
Not many candies in the bowl…

I want to live close to human people,
very human, who laugh of their own stumbles,
and away from those turned smug and overconfident
with their triumphs,
away from those filled with self-importance,
Who does not run away from their responsibilities ..
Who defends human dignity.
And who only want to walk on the side of truth
and honesty.
The essential is what makes
life worthwhile.

I want to surround myself with people,
who knows how to touch the hearts of people ….
People to whom the hard knocks of life,
taught them to grow with softness in their soul.

Yes …. I am in a hurry … to live with intensity,
that only maturity can bring.
I intend not to waste any part of the goodies
I have left …
I’m sure they will be more exquisite,
that most of which so far I’ve eaten.

My goal is to arrive to the end satisfied and in peace
with my loved ones and my conscience.
I hope that your goal is the same,
because either way you will get there too .. ”

કવિતાનો ગુજરાતી ભાવાનુવાદ :

*પરિપક્વતાનો કિંમતી સમય*

મેં મારા વર્ષો ગણ્યા
અને ઝબકાર થયો
કે જીવી ચુક્યા એટલા વર્ષો
હવે જીવવાનું નથી.

વીતેલા વર્ષો કરતાં ભવિષ્ય
હવે બહુ ઓછું બચ્યું છે.
આ તો જાણે એવી વાત કે
કોઈક છોકરાને ચોકલેટનો ડબ્બો મળે
અને શરૂઆતની ચોકલેટો ‘ હૂસ હૂસ ‘ કરતો ઓહીંયાં કરી જાય
અને પછી સહસા ખ્યાલ આવે
કે હવે તો થોડીક જ બચી છે
અને એ સાચવી-સાચવીને સ્વાદ લેતો ખાય.

હવે ક્ષુલ્લક બાબતો માટે સમય રહ્યો નથી.
નથી રહેવું એવા લોકો સાથે
જે પોતાના ફુલાયેલા અહમનું પ્રદર્શન કરતા હોય.

હવે એવા લોકો અસહ્ય લાગે છે
જે સૌથી ક્ષમતાવાન લોકોને બદનામ કરી
એમની જગ્યા, કુશળતા, ઉપલબ્ધીઓ અને કિસ્મત
પચાવી પાડતા હોય.

હવે અંતહીન ચર્ચા માટે વખત નથી
અને જિંદગીનો હિસ્સો ન હોય
એવા લોકો વિષે વિચારવાનો અર્થ નથી.

જેઓ એમની ભૌતિક ઉંમરના પ્રમાણમાં
અધકચરા છે
એવાઓની લાગણીઓની ચિંતાનો સમય ક્યાં ?

સત્તાલોલુપોની બાધાબાધીના પરિણામો સાંખવા અસહ્ય છે હવે.

લોકો સત્ત્વ નહીં, સરનામું જુએ છે
એવા ફાલતુ મુખૌટાઓ માટે બચેલો સમય વેડફાય નહીં
મારે અર્ક જોઈએ
મારો અંતરાત્મા ઉતાવળમાં છે
ઝાઝી ચોકલેટો જ ક્યાં બચી છે !

જીવંત લોકો સમીપે રહેવું છે હવે
એવા લોકો જે પોતે ખાધેલી ઠોકરો પર હસી શકે.
એવાઓથી આઘેરા

જે સ્વકેન્દ્રીત અને પોતાના દિગ્વિજયોથી વધારે પડતા વિશ્વાસ અને ઘમંડમાં છે.
જે લોકો જવાબદારીઓથી દૂર ભાગતા નથી
જે માનવીય ગરિમાને રક્ષે છે
જે ઈમાનદારી અને સત્યની પડખે રહેવા ઈચ્છે છે
જે અનિવાર્ય છે –
એ જ તો જિંદગીને જીવવા જેવી બનાવે છે.

એવા લોકોથી ઘેરાયેલા રહેવું છે
જેમને હૃદયને સ્પર્શ કરતાં આવડતું હોય
જીવનના આકરા આંચકાઓએ
જેમના અંતરમાં મૃદુતા ઉગાડી હોય

હા, મારે ઉતાવળ છે
પરિપક્વતા જ શીખવી શકે
એવી તીવ્રતાથી જીવવાની
જે કંઈ સુંદર બચ્યું છે
એમાંથી કશું વેડફવું નથી હવે
મને ખાતરી છે જે માણી લીધું
એ કરતાં એ વધુ ઉત્કૃષ્ટ હશે.

મારું લક્ષ્ય છે
અંતને આંબવું
પૂર્ણ સંતોષ અને શાતા સાથે
પ્રિયજનો અને અંત:કરણ સંગાથે

આશા રાખું
તમારું લક્ષ્ય પણ એ જ છે
કેમકે

*ગમે તે રસ્તે*
*પહોંચવાનું તો*
*તમારે પણ ત્યાં જ છે*…

– મારીઓ દ મોરાઇસ આંદ્રાડે

– ભાવાનુવાદ : ભગવાન થાવરાણી


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

8 thoughts on “The Valuable Time of Maturityનો ગુજરાતી ભાવાનુવાદ – પરિપક્વતાનો કિંમતી સમય

 1. શ્રી ભગવાન ભાઈ
  English કવિતાનો
  ગુજરતી અનુવાદ સરસ લાગ્યો
  આભાર
  અકબર અલી નરસી

 2. પરિપક્વ વયે પહોંચેલ હર કોઈ વ્યક્તિના મનોભાવને કવિતામાં અભિવ્યક્તિ મળી છે એ તેની અસરકારકતાનું કારણ છે. ગુજરાતી અનુવાદમાં એ ભાવ પકડી શક્યા છો એ સિદ્ધિ ગણાય. આભાર, ભગવાનભાઈ, આ સુંદર કાવ્યનો પરિચય કરાવવા માટે.

  1. થોડા શબ્દોમાં સુંદર પ્રતિભાવ બદલ આભાર નરેશભાઈ !

 3. વાહ.. વાહ… કેટલો અદ્ભૂત અનુવાદ!!!!
  એક સિદ્ધ હસ્ત અનુવાદક ની અદા થી ઇંગ્લિશ કવિ ની ભાવના ને તમે સુપેરે ન્યાય આપ્યો.. અને કવિ – મારીઓ દ મોરાઇસ આંદ્રાડે ને તો ધન્યવાદ માનવો જ જોઈએ… કેમકે ઉંમર પાકે એમ પરિપકવતા વધતી જાય.. અને વધવી જ જોઈએ અને એમાં જ તો વાર્ધકય નુ સાર્થકય છે.. ખૂબ સરસ ખૂબ સરસ..Thank You સાહેબ…

Leave a Reply

Your email address will not be published.