નિરંજન મહેતા
ફિલ્મોમાં આવેલી કવ્વાલીનો પહેલો લેખ ૨૮.૦૮.૨૦૨૧ના મુકાયો હતો. તે પછીની કવ્વાલીઓનો સમાવેશ આ લેખમાં કર્યો છે. બને તેટલી કવ્વાલીઓ સામેલ કરી છે તેમ છતાં કોઈનો ઉલ્લેખ ન હોય તો ક્ષમસ્વ..
૧૯૭૩ની ફિલ્મ ‘ધર્મા’ની આ કવ્વાલીમાં રહસ્યને ઉજાગર ન કરવા પ્રાણ બિંદુને જણાવે છે.
राज़ की बात कहे दू
શબ્દો છે વર્મા મલિકના અને સંગીત આપ્યું છે સોનિક ઓમીએ. કવ્વાલો છે આશા ભોસલે અને રફીસાહેબ.
૧૯૭૩ની ફિલ્મ ‘અનોખી અદા’ની કવ્વાલી એક બહેરુપિયાની અદાને દર્શાવે છે,
हाल क्या है दिलो का न पूछो सनम
જીતેન્દ્ર આ બહેરુપિયાના પાત્રમાં છે. કવ્વાલીનાં શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાનાર કવ્વાલ કિશોરકુમાર.
૧૯૭૪ની ફિલ્મ ‘ફાઈવ રાઈફલ્સ’ની આ કવ્વાલી આજે પણ એટલી જ પ્રચલિત છે અને અનુરૂપ પ્રસંગોએ ગવાય છે.
ज़ूम बराबर ज़ूम शराबी ज़ूम बराबर ज़ूम
આ કવ્વાલીનાં ગાનાર કલાકારનું નામ જણાતું નથી પણ રચનાકાર છે નાઝા શોલાપુરી, સંગીત છે કલ્યાણજી આણંદજીનું અને કવ્વાલ છે અઝીઝ નાઝા.
૧૯૭૬ની ફિલ્મ ‘હેરાફેરી’ની આ કવ્વાલી એક કટાક્ષમય રચના છે.
दरबार में उपरवाले की देर है अंधेर नहीं
વેશભૂષા બદલીને ગવાતી આ કવ્વાલીનાં કલાકારો છે અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના. અનજાનનાં શબ્દોને સજાવ્યા છે કલ્યાણજી આનંદજીએ જેના કવ્વાલ છે મહેન્દ્ર કપૂર અને કિશોરકુમાર.
૧૯૭૬ની ફિલ્મ ‘ફકીરા’ની કવ્વાલી જોઈએ.
हम तो जुक कर सलाम करते है
એક કરતા વધુ કવ્વાલ છે પણ નામ નથી જણાતા. રચનાકાર અને સંગીતકાર રવીન્દ્ર જૈન. સ્વર છે ભૂષણ મહેતા, મહેન્દ્ર કપૂર, અઝીઝ નાઝા અને કિશોરકુમારનાં.
૧૯૭૬ની અન્ય ફિલ્મ ‘નૂરે ઇલાહી’ની આ કવ્વાલી એક છેડછાડભરી છે.
बड़ा लुफ्त था जब हम कुवारे थे
કવ્વાલીનાં શબ્દો છે રામ ભારદ્વાજના અને સંગીત છે બબલુ ધીરજનું. કવાલો છે જતિન અને સોના અને રશીદા ખાતુન અને યુસુફ આઝાદના સ્વર.
૧૯૭૭ની ફિલ્મ ‘અમર અકબર એન્થની’ની આ કવ્વાલી પણ છેડછાડભરી છે અને આજે પણ મશહુર છે.
परदा है परदा परदे के पीछे परदा नशीं है
નીતુ સિંઘને સંબોધીને ગવાતી આ કવ્વાલી રિશી કપૂર પર રચાઈ છે જેના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. મધુર સ્વર રફીસાહેબનો.
આ જ ફિલ્મમાં બે અન્ય ગીતો છે જે કવ્વાલી તરીકે ગણવી કે કેમ એટલે તે મૂકી નથી. આ ગીતો છે ‘શિરડીવાલે સાઈબાબા’ અને ‘તૈયબ અલી પ્યાર કા દુશ્મન’.
૧૯૭૭ની ફિલ્મ ‘હમ કીસી સે કમ નહીં’ની આ કવ્વાલીમાં શરૂઆત થઇ છે ઝીનત અમાનને ઉદ્દેશીને પણ ત્યાર બાદ તે પણ આમાં સાથ પુરાવે છે.
है अगर दुश्मन दुश्मन ज़माना गम नहीं
कोई आये कोई आये कोई आये
हम किसी से कम नहीं
કવ્વાલી રિશી કપૂરથી શરૂઆત થાય છે અને વચ્ચેથી ઝીનત અમાન આવે છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત છે આર. ડી. બર્મનનું. રફીસાહેબ અને આશા ભોસલેનાં સ્વર.
૧૯૭૮ની ફિલ્મ ‘કર્મયોગી’ની આ કવ્વાલી રેખા અને અજીત વચ્ચે એક હરીફાઈ રૂપમાં છે.
आज फैसला हो जाते की हम नहीं या तुम नहीं
અધવચ્ચે રાજકુમાર આવે છે અને અજીત સાથે મુકાબલો થાય છે. કવ્વાલીનાં શબ્દો છે વર્મા મલિકનાં અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. ત્રણ કવ્વાલ છે કિશોરકુમાર, આશા ભોસલે અને રફીસાહેબ.
૧૯૮૦ની ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ની કવ્વાલી એક જુદા જ પ્રકારની છે કારણ તે ચાલુ ટ્રેનમાં ગવાય છે.
पल दो पल का साथ हमारा पल दो पल की यारी
આમાં મુખ્ય કલાકારો છે આશા સચદેવ, રોમેશ શર્મા, નીતુ સિંહ અને જીતેન્દ્ર. સાહિર લુધિયાનવી રચિત આ કવ્વાલીનું સંગીત છે આર. ડી. બર્મનનું. કવ્વાલો છે આશા ભોસલે અને રફીસાહેબ.
૧૯૮૦ની ફિલ્મ ‘દો પ્રેમી’ની કવ્વાલી છે
लड़कीवालो की तरफ से लड़केवालो को
लड़केवालो की तरफ से लड़कीवालो को
मुबारक हो मुबारक हो
મૌસમી ચેટર્જીના લગ્ન પ્રસંગે રિશીકપૂર અને અન્ય પર રચાયેલ આ કવ્વાલીનાં રચયિતા છે આનંદ બક્ષી જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. કવ્વાલો છે મન્નાડે અને કિશોરકુમાર.
૧૯૮૧ની ફિલ્મ ‘ક્રોધી’ની આ કવ્વાલી પણ છેડછાડભરી છે
लड़की तुम्हारी कवारी रह जाती
की मानो हमारा एहसान की लडके ने हा कर दी
શશીકપૂર અને ઝીનત અમાન વચ્ચે થતી આ છેડછાડના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે આશા ભોસલે અને કિશોરકુમારના.
૧૯૮૨ની ફિલ્મ ‘ઝમાને કો દિખાના હૈ’ની કવ્વાલી પણ પદ્મિની કોલ્હાપુરે અને રિશીકપૂર વચ્ચે હરીફાઈ રૂપમાં છે
परी हो आसमानी तुम मगर तुम को तो पाना है
मुहब्बत कैसे करते है ज़माने को दिखाना है
મજરૂહ સુલતાનપુરીનાં શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. શૈલેન્દ્ર સિંહ અને આશા ભોસલે કવ્વાલો
૧૯૮૨ની ફિલ્મ ‘દૌલત’ની કવ્વાલી જોઈએ.
आज तारो में चमक फूलो में रंगत ना रहेगी
कुच्छ भी ना रहेगा जो मोहब्बत ना रहेगी
સારિકા અને રાજ બબ્બર આ કવ્વાલીનાં કલાકારો છે. નીદા ફાઝલીનાં શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. સ્વર છે સુરેશ વાડકર અને આશા ભોસલેના.
૧૯૮૨ની ફિલ્મ ‘સુરાગ’ની કોઈ સમારંભમાં ગવાતી આ કવ્વાલી ટીના મુનીમ અને રાજેશ ખન્ના પર રચાઈ છે.
वो नजर लेके रही दिल ताना हैया हो
કૈફી આઝમીનાં શબ્દો અને બપ્પી લાહિરીનું સંગીત. કવ્વાલો છે આશા ભોસલે અને રફીસાહેબ
૧૯૮૬ની ફિલ્મ ‘કાલા ધંધા ગોરે લોગ’માં આ એક સુફી પ્રકારની કવ્વાલી છે.
अल्लाह हु अल्लाह हु अल्लाह हु अल्लाह हु
कहते है सर से बला टली अली अली
કલાકાર છે શમ્મી કપૂર જેને સ્વર મળ્યો છે માસ્ટર અઝીઝનો. આનંદ બક્ષીનાં શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.
૧૯૯૧ની ફિલ્મ ‘હીના’ની કવ્વાલી જોઈએ.
देर ना हो जाए कही देर ना हो जाए
રિશીકપૂરના આગમનની રાહ જોતી અશ્વિની ભાવે પર રચિત આ કવ્વાલીનાં ગીત અને સંગીત છે રવીન્દ્ર જૈનના. જાવેદ ખાન અને અન્ય પર રચાયેલી આ કવ્વાલીને સ્વર મળ્યો છે સતીશ, ફરીદ સાબરી, સુરેશ વાડકર અને લતાજીના.
લગભગ પંદર વર્ષના ગાળા પછી ૨૦૧૫ની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં એક સુંદર કવ્વાલી જોવા મળી જે સુફી રૂપમાં રજુ થઇ છે.
भर दो जोली मेरी या मुहम्मद
लौट कर ना जाउंगा मै खाली
પાર્શ્વભૂમિમાં સલમાન ખાન છે જ્યારે ગીતમાં કલાકાર છે અદનામ સામી અને સ્વર પણ અદનામ સામીનો, શબ્દો કૌસર મુનીરના અને સંગીત પ્રીતમ ચક્રવર્તીનું.
આશા છે આટલી કવ્વાલીઓ લેખને સાર્થક કરશે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
સરસ સંકલન
આભાર
ખુબજ સરસ રજુઆત અને સંકલન. અલગ અલગ પ્રકારની કવાલીને ક્રમવાર દર્શાવી.
5 રાઇફલ્સની કવ્વાલી માં પરદાપર ગાનાર કલાકાર કેટી ઈરાની છે.
1957 માં રજુ આત ફિલ્મ બારીશ માં એક રોમાન્ટિક કવ્વાલી છે જેના શબ્દો છે ,
“સુરત હો તો ઐસી હો”
https://www.youtube.com/watch?v=KOQku0JMfSA
ભરત ભટ્ટ
માહિતી બાદલ આભાર
1960માં રજૂ થયેલી ફિલ્મ બાબર માં પણ મન્ના ડે અને સાથીદારો ગાયલી કવ્વાલી જેને સાહિર લુધિનાયવીએ લખી છે.
” હસીનો કે જલવે ……….. અગર હમ ન હોતે ”
બેનમૂન .
https://www.youtube.com/watch?v=7Jeg4MyXQl4
ભરત ભટ્ટ
માહિતી બાદલ આભાર