લુત્ફ-એ-શેર: મણકો # ૬૮

ભગવાન થાવરાણી

રાજેશ રેડ્ડી નિશ્ચિંતપણે આજની તારીખે ભારતીય ઉર્દૂ કવિતામાં એક મોટું નામ છે. એમનું નામ અને કામ એમના ઉચ્ચસ્તરીય સર્જકત્વના કારણે સતત ચર્ચામાં રહે છે. એમનું એક સંગીતકાર પણ હોવું એ એમની કવિતાઓમાં કશુંક એવું સુરીલાપણું ઉમેરે છે કે એમની મોટા ભાગની કવિતાઓ કોઈક મીઠી ધુનની જેમ આરપાર ઊતરી જાય . એમની ગઝલોમાં હુસ્નો ઈશ્ક, વસ્લો ફિરાક, મહેબૂબ – મહેબૂબા, ઝુલ્ફો રુખ્સાર વગેરેનો ઉલ્લેખ ક્યારેય મળશે નહીં. એમની કવિતામાં હોય રોજબરોજની જિંદગી, માણસ અને એની સમસ્યાઓ અને સૌથી વધુ, ઈંસાનિયત ! એમની કેફિયત જૂઓ :

મૈં  ઈંસાં  થા, ઈંસાં હૂં, ઈંસાં રહૂંગા
જો કરના હો હિંદૂ મુસલમાન કર લેં

એ ખુદાને પણ ક્યાં છોડે છે !

ફલક  સે  દેખેગા યૂં હી ઝમીન કો કબ તક
ખુદા હૈ તૂ તો કરિશ્મે ભી કુછ ખુદા કે દિખા

એમની ખુમારી અને નિખાલસતા જૂઓ :

દોસ્તોં કા ક્યા હૈ વો તો યૂં ભી મિલ જાતે હૈં મુફ્ત
રોઝ  એક  સચ  બોલ  કર દુશ્મન કમાને ચાહિયે

શું લહેજો છે ! દુશ્મનો પામવા કે બનાવવા નહીં, કમાવા જોઈએ ! માશાલ્લાહ !

એમના અનેક શેરોનો ઉલ્લેખ અને મિમાંસા કરી શકાય પરંતુ હું હવે સીધો આવું છું એમના આ જીવલેણ શેર પર :

બડી  તસવીર  લટકા  દી હૈ અપની
જહાં છોટા – સા આઈના થા પહલે..

નાના અરીસાની જગ્યાએ મોટો ફોટો ટીંગાડ્યો એટલું જ ને ! શું મોટી વાત થઈ ગઈ ? સાહેબ, વાત એટલીક જ નથી. જિંદગીની સચ્ચાઈઓથી પલાયન કરવા માટે ક્યારેક આપણે જાણીબૂઝીને કેટલીક ધૂર્તતાઓ આચરવી પડે છે યા સમાધાનો કરવા પડે છે. આઈનો તો સત્ય દેખાડે, જેવા હોઈએ એવા દેખાડે. પોતાની તસવીર મૂકીને ઘણું બધું બદસૂરત ઢાંકી શકાય. આસાની અને આરામ એમાં જ છે કે અરીસો હટાવી રૂડો-રૂપાળો ફોટો લટકાવો !

જો આદમી કી સાફ સહી શક્લ દિખા દે
વો આઈના માહોલ કો દરકાર નહીં હૈ ..

(દરકાર = સહ્ય)


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

2 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૬૮

  1. વાહ ક્યાં બાત હૈ! એક એક શેર અદ્ભુત. દોસ્તો કા કયાં…. રોજ એક સચ બોલ કર…..માં કેટલી કડવી વાસ્તવિકતા કહી દીધી. રોજ એક સચ બોલ કર દુશ્મની કમાની ચાહીયે. સત્યને કોઈ સહન ન કરી શકે તો આપોઆપ દુશ્મની ઉભી થાય જ. અને અંતે આપે અરીસા વાળા શેરમાં તો કમાલ કરી દીધી. અરીસો હંમેશા વાસ્તવિકતા બતાવે, ફોટા માં લીપા પોતી હોય. વાસ્તવિકતા થી ભાગી રૂડો રૂપાળો ફોટો લટકાવી શાહમૃગ વૃતિ પોષવાની વાત છે. ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર. તમારી સમૃદ્ધ શેર શાયરીના ખજાનામાંથી અમને અમુલ્ય મોતી તૈયાર મળે છે. ખુબ ખુબ આભાર સર. 🙏🙏🙏

    1. રસપ્રદ અને વિગતવાર પ્રતિભાવ બદલ આભાર બહેન !

Leave a Reply

Your email address will not be published.