નિરંજન મહેતા
ફિલ્મોમાં કવાલીને એક આગવું સ્થાન મળ્યું છે. ખાસ કરીને ૧૯૬૦-૭૦ના દાયકામાં તે વધુ પ્રચલિત હતી. પ્રાપ્ત કવ્વાલીઓની સંખ્યા અધિક છે, તેથી આ લેખ બે ભાગમાં પ્રસ્તુત છે.
સૌ પ્રથમ કવ્વાલીનું માન,ઉપલબ્ધ માહિતી અનુસાર, ૧૯૪૫ની ફિલ્મ ‘ઝીનત’ની આ કવ્વાલીને હિંદી ફિલ્મોમં સર્વ પ્રથમ કવ્વાલીનું સ્થાનઆપવામાં આવે છે.
आहें न भरी शीकवे न किये
कुछ भी न झबांसे काम लिया
एक पल भी मुहब्बत छुप न सकी
जब तेरा किसीने नाम लिया
નખ્શાબ ઝરાચ્વીના બોલને મિરસાહેબે સંગીતબધ્ધ કરેલ છે, ગાયિકાઓ છે – ઝોહરાબાઈ અંબાલેવાલી,નુર જહાન અને કલ્યાણી
૧૯૫૮ની ફિલ્મ ‘અલ હિલાલ’ની આ કવ્વાલી ત્યારે એકદમ પ્રચલિત હતી જ પણ આજે પણ ગવાય છે.
हमें तो लूट लिया मिल के हुस्नवालो ने
काले काले बालो ने गोरे गोरे गालो ने
શેવન રીઝવીના શબ્દોને સજાવ્યા છે બુલો સી રાનીએ. કલાકારોની જાણ નથી મળતી પણ મુખ્ય કવ્વાલ છે ઈસ્માઈલ આઝાદ કવાલ
૧૯૫૮ની ફિલ્મ ‘સાધના’ જે સમાજમાં સ્ત્રીઓના સ્થાનને ઉજાગર કરે છે તેની કવ્વાલી છે
आज हम से क्यों पर्दा है
વૈજયંતીમાલાને ઉદ્દેશીને ગવાતી આ કવ્વાલીનાં રચનાકાર છે સાહીર લુધિયાનવી અને સંગીત આપ્યું છે એન. દત્તાએ. કવ્વાલો છે બલબીર અને રફીસાહેબ
૧૯૬૦ની ફિલ્મ ‘બરસાત કી રાત’માં તો કવ્વાલીનો ભંડાર જ છે. સૌ પ્રથમ રચના છે
ना तो कारवा की तलाश है ना तो हमसफर की तलाश है
શ્યામા અને રત્ના ભૂષણ આ કવ્વાલીના કલાકારો છે પણ તેમાં પુરુષ અદાકાર કોણ છે તે જણાવાયું નથી. સાહીર લુધિયાનવીનાં શબ્દો અને રોશનનું સંગીત. કવ્વાલકારો છે સુધા મલ્હોત્રા, આશા ભોસલે, મન્નાડે, રફીસાહેબ અને એસ ડી બાતિશ. આ કવ્વાલી વિષે કહેવાય છે કે તે એક પ્રકારની અનોખી કવ્વાલી છે કારણ તે લાંબામાં લાંબી કવ્વાલી છે ૧૨ મિનિટની.
આ જ ફિલ્મની બીજી કવ્વાલી છે
निगाहें नाज़ के
આ પણ શ્યામા રત્ના ભૂષણ પર રચાઈ છે. સાહીર લુધિયાનવીનાં શબ્દો અને રોશનનું સંગીત. કવ્વાલો છે શંકર શંભુ, એસ ડી બાતિશ, સુધા મલ્હોત્રા અને આશા ભોસલે.
હવે પછીની આ ફિલ્મની કવ્વાલી જે આજે પણ ખુબ ગવાય છે તે છે
ये इश्क इश्क है ये इश्क इश्क
પુરુષ અદાકારોની જાન નથી અપાઈ પણ સ્ત્રી કલાકારો છે શ્યામા અને રત્ના ભૂષણ.. સાહીર લુધિયાનવીનાં શબ્દો અને રોશનનું સંગીત. કવ્વાલો છે એસ ડી બાતિશ, મન્નાડે, રફીસાહેબ સુધા મલ્હોત્રા અને આશા ભોસલે.
હજી વધુ એક કવ્વાલી આ ફિલ્મમાં મળે છે.
ना खंजर उठेगा ना तलवार तुम से
આ પણ શ્યામા અને રત્ના ભૂષણ પર રચાઈ છે. સાહીર લુધિયાનવીનાં શબ્દો અને રોશનનું સંગીત. કવ્વાલો છે બલબીર સુધા મલ્હોત્રા અને આશા ભોસલે
૧૯૬૦ની પ્રખ્યાત ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ની આ કવ્વાલી એક નાજુક મોડ પર મુકાઈ છે જ્યારે મધુબાલાએ પોતાની કતલની આગલી રાતે દિલીપકુમારને બેહોશ કરવાનો હોય છે
ये दिल की लगी क्या कम होगी ये इश्क भला क्या कम होगा
जब रात है ऐसी मतवाली तो सुबह का आलम क्या होगा
નિગાર સુલતાના પર આ કવ્વાલી રચાઈ છે જે શકીલ બદાયુનીની રચના છે અને સંગીત આપ્યું છે નૌશાદ. ગાનાર કલાકાર લતાજી.
આ જ ફિલ્મની અન્ય કવ્વાલી છે
तेरी महफ़िल में किस्मत आजमाकर हम भी देखेंगे
આ કવ્વાલીમાં મધુબાલા અને નિગાર સુલતાના સામસામે છે. શકીલ બદાયુનીના શબ્દો અને નૌશાદનું સંગીત લતાજીને સાથ મળ્યો છે શમશાદ બેગમનો.
૧૯૬૦ની ફિલ્મ ‘ચૌધવી કા ચાંદ’ની કવ્વાલી છે
शर्मा के ये सब परदानशी आँचल को क्यों सवारां करे
વહીદા રહેમાનને છુપાઈને જોઈ રહેલા રહેમાનને ઉદ્દેશીને આ કવ્વાલી ગવાઈ છે જેના કલાકારોની જાણ નથી પણ ગાનાર કલાકારો છે શમશાદ બેગમ અને આશા ભોસલે. ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર રવિ.
૧૯૬૨ની ફિલ્મ ‘કાલા સમંદર’માં એક છેડછાડભરી કવ્વાલી છે.
मेरी तस्वीर ले कर तुम क्या करोगे
કલાકારો છે જયરાજ અને ચિત્રા. આનંદ બક્ષીનાં શબ્દોને સંગીત મળ્યું છે એન. દત્તાનું જેને સ્વર આપ્યો છે આશા ભોસલે અને રફીસાહેબે.
૧૯૬૩ની ફિલ્મ ‘મેરે મેહબૂબ’માં કવ્વાલી છે
मेरे महबूब में क्या नहीं क्या नहीं
બે સખીઓ સાધના અને અમિતા અભિનીત આ કવ્વાલીનાં સર્જક છે શકીલ બદાયુની જેને સંગીત સાંપડ્યું છે નૌશાદનું. ગાયકો છે આશા ભોસલે અને લતાજી.
૧૯૬૩ની ફિલ્મ ‘તાજમહલ’ આમ તો અન્ય સુમધુર ગીતો માટે જાણીતું છે પણ તેમાંય એક કવ્વાલી પ્રસ્તુત કરાઈ છે.
चांदी का बदन सोने की नजर
इस पर ये नजाकत क्या कहिये
જીવનની આગળ આ કવ્વાલી ગવાય છે જેના કલાકાર છે મીનું મુમતાઝ અને અન્ય. સાહીર લુધિયાનવીનાં શબ્દો અને રોશનનું સંગીત જેના ગાયક કલાકારો છે આશાભોસલે, મીના કપૂર, મન્નાડે અને રફીસાહેબ
૧૯૬૩ની જ અન્ય ફિલ્મ ‘દિલ હી તો હૈ’ની કવ્વાલી છે
राज़ की बात है महफ़िल में कहे या ना कहे
बस गया है कोई दिल में कहे या ना कहे
निगाहें मिला ने को जी चाहता है
રાજકપૂરને ઉદ્દેશીને ગવાતી આ કવ્વાલીની અદાકારા છે નુતન. સાહીર લુધિયાનવીનાં શબ્દો અને રોશનનું સંગીત જેના ગાયક કલાકાર છે આશા ભોસલે.
એક ઓર ૧૯૬૩ની ફિલ્મ ‘આજ ઓર કલ’ની કવ્વાલી
कहते है जिस को इश्क तबियत की बात है
કલાકારોનાં નામ નથી જણાયા પણ રચનાકાર છે સાહીર લુધિયાનવી અને સંગીતકાર છે રવિ. શમશાદ બેગમ અને ઉષા મંગેશકર ગાનાર કલાકાર.
આ જ વર્ષની અન્ય ફિલ્મ ‘રુસ્તમ સોહરાબ’માં દુઃખી પ્રેમનાંથને ઉદ્દેશીને આ કવ્વાલી ગવાઈ છે
फिर तुम्हारी याद आई ऐ सनम
કવ્વાલીના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત છે સજજાદનું. ગાનાર કલાકારો મન્નાડે, સાજદ ખાન અને રફીસાહેબ.
૧૯૬૩ની જ અન્ય ફિલ્મ ‘ઉસ્તાદો કે ઉસ્તાદ’ની કવ્વાલી છે
मिलते ही नजर तुम से हम हो गए दीवाने
કલાકારો છે પ્રદીપકુમાર,, અનવર હુસેન અને શકીલા. આઝાદ ભોપાલીનાં શબ્દો અને રવિનું સંગીત. ગાયકો છે મન્નાડે, આશા ભોસલે અને રફીસાહેબ.
૧૯૬૯ની ફિલ્મ ‘મહલ’ની કવ્વાલી જોઈએ
फैसला हो जाएगा बस आज ए पर्दा नशी
आज या तो तुम नहीं या आज ये पर्दा नहीं
આશા પારેખને ઉદ્દેશીને આ કવ્વાલી દેવાનંદ પર રચાઈ છે જેના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે રફીસાહેબનો.
૧૯૭૧ની ફિલ્મ ‘અધિકાર’ની કવ્વાલી
ऐसी चीज़ सुनाये की महफ़िल दे ताली पे ताली
वर्ना अपना नाम नहीं बन्ने खान भोपाली
પ્રાણ પર રચાએલી આ કવ્વાલીનાં સંગીતકાર છે આર. ડી. બર્મન અને સ્વર છે રફીસાહેબનો. શબ્દો છે રમેશ પંતના.
૧૯૭૩ની ફિલ્મ ‘જંજીર’માં પણ એક કવ્વાલી પ્રાણ પર રચાઈ છે જે અત્યંત પ્રચલિત પણ છે
यारी है ईमान मेरा यार मेरी जिन्दगी
પ્રાણ આ કવ્વાલી અમિતાભ બચ્ચનની સમક્ષ રજુ કરે છે જેના શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. સ્વર છે મન્નાડેનો.
આ લેખમાં સમાવાયેલી કવ્વાલીઓ ઉપરાંતની કવ્વાલીઓ હવે પછીના લેખમાં.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
એટલી રસપ્દ પોસટ હોય છે કે વાંચતા ઘણો સમય થઈ જાય છે.ખુબજ જાણવાનું મળે છે.
આભાર
મઝા આવી ગઈ. સાચવી રાખવા જેવો લેખ.