આઝાદી ! ! !

વ્યંગ્ય કવન (૬૩)

કૃષ્ણ દવે
 
આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ?
પોલીસને પથ્થરથી મારી શકાય છે ને પાછો તું ક્યે છે અન્યાય છે ?
આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ?
 
આંદોલન આંદોલન જ્યારે રમ્યો છો ત્યારે સળગાવી બસ તોય રોક્યો ?
વર્ષોથી રેલવેના કાચને તું ફોડે છે તોય તને કોઈ દિવસ ટોક્યો?
એવો તે કેવો તું ભાગ્યશાળી છો કે તારા મનગમતાં નાટક ભજવાય છે ? આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ?
 
ધારે તે આવીને ઉઠ્ઠા ભણાવે તારી ભોળપથી દેશ આ મહાન છે !
તું ક્યાં જાણે છે કોને હિંસા કહેવાય ? અને તું જે કરે તે તોફાન છે ?
કેટલીક આંખોને ચોકી સળગે તો એને અજવાળે ખુરશી દેખાય છે. આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ?

વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “આઝાદી ! ! !

 1. શ્રી ક્ર્ર્ષ્ણ દવે
  સરસ આવી આઝાદી બોલ બીજે ક્યાય છે ?
  આજની ગરીબ એશીઆના દેશોમા એ જ હાલત છે
  ઘણા વર્ષો પહેલા આપ Houston આવેલા ત્યારે
  મને બરાબર યાદ નથી રહ્યુ પરંતુ એ “આજ નુ મહા ભારત”
  બોલેલા એ હૂં સંભાળી શક્યૉ નથી એ હવે ફરી મળે તો ??/
  અકબર અલી નરસી

 2. આવી આઝાદી બોલ ‘બીક’ ક્યાંય છે ?

  આવી પરિસ્થિતિ દેશની બદમાશ અને લુચ્ચા લોકોએ કરી નાખી છે.
  તેઓ લગભગ બધા રાજકારણિયો જ છે જે પહેલાં પણ બદમાશ અને લફંગા હતા.
  આજે તેઓ સાંસદ અને ધારાસભ્ય બની કાયદા બનાવા બેઠા છે.
  દેશની ઐસી તૈસી કરી નાખવા બેઠા છે આ લોક.

Leave a Reply

Your email address will not be published.