ભગવાન થાવરાણી
શમીમ અબ્બાસ મુંબઈમાં રહે છે અને વર્તમાન દૌરના મહત્વપૂર્ણ શાયર છે. જીવન પ્રત્યેનો એમનો રવૈયો નિખાલસતા ભર્યો અને બેધડક છે. એમનો આ શેર એમની પ્રકૃતિની ઓળખ સમાન છે :
તુમ મેં તો કુછ ભી વાહિયાત નહીં
જાઓ, તુમ આદમી કી જાત નહીં..
અને આ શેરમાં તો એમણે અદ્દલોઅદલ તમારી અને મારી વાત કરી છે :
યાદ આતી હૈ અચ્છી – સી કોઈ બાત સરે – શામ
ફિર સુબહ તલક સોચતે રહતે હૈં – વો ક્યા થી ..
(અને આ હાથતાળી દઈ ગયેલી વાત બહુધા એ હોય છે જેને શબ્દોમાં ઉતારવા માટે શહરયાર સાહેબે આખી જિંદગી કાઢી પરંતુ કામિયાબ ન થયા ! )
મારા મનમાં આજે ઘૂમરાય છે એમનો આ શેર :
તેરી મૌજૂદગી મહદૂદ કરતી હૈ તુજે તુજ તક
તૂ નામૌજૂદ હોને હી પે લા-મહદૂદ હોતા હૈ ..
વાત થોડી ટેઢી છે. ચચા ગાલિબે કહ્યું હતું :
ન થા કુછ તો ખુદા થા કુછ ન હોતા તો ખુદા હોતા
ડુબોયા મુજકો હોને ને ન હોતા મૈં તો ક્યા હોતા ..
માણસનું ભૌતિક અસ્તિત્વ એને સીમિત – મહદૂદ કરે છે, સીમાઓમાં બાંધે છે. જે અભૌતિક છે તે અસીમિત છે ( જેમ કે ઈશ્વર ! ) એનું આ ‘ હોવું ‘ જતું રહે એટલે તુરંત એ સમષ્ટિમાં હવા કે સુગંધની જેમ ફેલાઈ જાય છે, અમર્યાદ થઈ જાય છે, લા-મહદૂદ બની જાય છે.
આપણે જોતા આવ્યા છીએ, ઘણા લોકો જીવતેજીવત કંઈ જ નથી હોતા પરંતુ જેવા વિલીન થાય કે ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
बहुत खूबसूरत फलसफा…
Kyaaa baaat
તેરી મૌજુદગી મહદૂદ કરતી હૈ તુજે તુજ તક – કયા બાત !!!
ખૂબજ સુંદર લેખ.