અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : મિત્રોની વસમી વિદાય


દર્શા કિકાણી

૦૪/૦૭/૨૦૧૭

સવાર સવારમાં સામાન પેક કરવાની અઘરી કસરત શરુ થઈ. અમારો સામાન મેનેજેબલ હતો, પણ અમારે એક બેગ રીટાને આપવાની હતી તેની અમેરિકન ખરીદી સમાવવા! એક પછી એક બેગ તૈયાર કરી વજન-કાંટા પર મૂકી જરૂર પડે તો સામાન આઘો-પાછો કરી અલગ મૂકતાં ગયાં. હાથની બેગમાં નાસ્તાનાં પેકેટો મૂક્યાં. ટિકિટ, પાસપોર્ટ અને જરૂરી વસ્તુઓ હેન્ડબેગમાં મૂકી અમે તૈયાર થઈ ગયાં. ટાઉનશીપ એટલી સુંદર હતી કે ઘરમાં બેસી રહેવાનું કોઈ રીતે યોગ્ય ન હતું. નિખિલભાઈ સાથે અમે ચાલવા નીકળ્યાં. સુંદર અને સ્વચ્છ રસ્તાઓ, ચાલવા માટેની અલગ પગદંડી, લીલોતરી, નાનાં ઝરણાં, ટેકરીઓ ….. બધું બે કલાકમાં સ્વપ્ન બની જવાનું હતું! મઝા આવી ગઈ. તડકો હતો એટલે વધુ મઝા આવી. આંખોમાં, દિલમાં અને કેમેરામાં ભરાય તેટલું ભરી લીધું! ઘરે આવ્યાં તો અહીં તો હજી સામાનની મગજમારી અને ગડમથલ ચાલુ જ હતી! ફાઈનલી ભાર્ગવીએ એક બેગ એક્ષ્ટ્રા આપી પછી મેળ પડ્યો!

નિખિલભાઈએ એરપોર્ટ જવા મોટી ગાડી મગાવી હતી. જમીને ગાડીમાં સામાન ગોઠવ્યો. થોડાં વહેલાં જ ઘેરથી નીકળ્યાં. રસ્તામાં અમે રાજેશના કઝીન (હાલ દુબઈ નિવાસી) પ્રકાશ સોમાણીના દીકરી-જમાઈ ઝીલ અને ધ્રુવને ત્યાં થોડી વાર રોકવાના હતાં. તેમનું ઘર એરપોર્ટની નજીક હતું અને અમે તેમને આખી ટુર દરમ્યાન મળી શક્યા ન હતાં એટલે આજે તો મળવું જ હતું. બંને જણ આઈ.ટી. પ્રોફેશનલ્સ હતાં. ધ્રુવ તો વર્ષોથી અહીં છે પણ ઝીલ લગ્ન પછી, સાતેક વર્ષ પહેલાં અમેરિકા આવી છે. અત્યારે તેમને એક નાનો દીકરો વેદાંત છે અને ઝીલ ઘરનું અને વેદાંતનું ધ્યાન રાખી ઘેરથી જ કામ કરે છે. ઘર શોધીને ગાડી પાર્ક કરી અમે તેમને ઘેર પહોંચ્યાં. બે માળનું સુંદર ઘર છે. નીચેના માળે ઝીલની ઓફિસ, સ્ટોરેજ અને યુટિલિટી એરિયા છે. પહેલા માળે બેઠક, રસોડું અને ડાઈનીંગ એરિયા છે અને તેની ઉપર બે બેડરૂમ છે.વેદાંત સાથે રમી શકાય એટલે ઝીલે ચા અને બટાકાવડા -નાસ્તો- તૈયાર રાખ્યાં હતાં. વેદાંત એટલે  જીવતું-જાગતું રમકડું ! કોઈની પાસે અજાણ્યું લાગે નહીં. અમારી બધાંની સાથે એવું સરસ રમ્યો કે જાણે વર્ષોથી બધાંને ઓળખાતો હોય! દિલીપભાઈ બાળકોના ડૉક્ટર એટલે એમની બાળકોને રમાડવાની આગવી શૈલી! વાતોવાતોમાં ખબર પડી કે ધ્રુવનો (જમાઈનો) જન્મ મોસાળમાં એટલે હિમતનગરમાં થયો હતો અને દિલીપભાઈએ જ તેને જન્મ પછી તરત તપાસ્યો હતો! આ નવી ઓળખાણથી તો અમે બધાં આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં! આટલી ગરમાગરમ વાતોમાં ઝીલનો ગરમાગરમ નાસ્તો બાજુએ રહી ગયો. વાતોથી જ પેટ ભરાઈ ગયું. ઝીલે મોટા ચપ્પુથી તડબૂચ કાપીને બહુ નવીન રીતે ગોઠવ્યું હતું. ખાવામાં એકદમ સરળ રહે તે રીતે સ્લાઈસ કરેલ તડબૂચ ખાવાની મઝા આવી ગઈ. કદાચ આ ટુરમાં અમે તડબૂચ તો ખાધું જ ન હતું! દીકરીઓ પણ જોતજોતામાં કેવી મોટી થઈ જાય છે! હજી તો કાલ સુધી ફ્રોક પહેરી ઘરમાં રમતી દીકરી આજે એક મા, ગૃહિણી અને પ્રોફેશનલની ત્રેવડી ભૂમિકા કેટલી સહજતાથી નિભાવતી હતી! શ્રુતિ અને પાર્થિવને ફ્લોરીડામાં મળ્યાં હતાં, અર્પણ-હેતાને સાનફ્રાન્સીસ્કોમાં મળ્યાં અને આ ત્રીજા યુવાન કપલને અહીં મળ્યાં. બધાં યુવાન પ્રોફેશનલ્સ, બાળકો સાથે માતાઓ પણ કામ ચાલુ રાખે અને દાદા-દાદીઓ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે બાળકોમાં ભારતીય સંસ્કારોનું સિંચન કરે. ભારતીય મૂળના યુવાન કપલ્સ બહુ જહેમતથી કામ કરે છે અને આગળ આવે છે તે જોઈ ગૌરવ થાય છે. સબકા મંગલ હો!

 

ઝીલ અને ધ્રુવને ઘેરથી નીકળી એરપોર્ટ ગયાં. થોડે દૂર આવેલ પબ્લિક પાર્કિંગમાં ગાડી મૂકી. ત્યાંથી એરપોર્ટના ટર્મિનલ સુધી પહોંચવા બસની સગવડ હતી. અમારો વધુ પડતો સામાન અમને હેરાન કરી ગયો. બસમાં ભીડ હતી અનેચઢવાવાળા લોકો ઘણાં હતાં. એમાં એક યુવાન માતા હતી, બાળક અને બાબાગાડી સાથે. ખરેખર તો અમારે તેમને પહેલાં જ ચઢવા દેવા જોઈએ, પણ સામાનના ટેન્શનમાં અમે બસના બારણા પાસે ટોળે વળી ગયાં અને ફટાફટ સામાન અંદર ધકેલવા લાગ્યાં. તે બહેને બૂમાબૂમ કરી મૂકી અને અમે તેમને બસમાં જવા જગ્યા કરી આપી. પાંચ-સાત મિનિટની એ નાની અમથી મુસાફરીએ અમને સભ્યતાનો મોટો પાઠ ભણાવી દીધો.

વેબ ચેક-ઇન કરેલું હતું એટલે ટર્મિનલ પર કોઈ તકલીફ પડી નહીં.બોર્ડિંગ પાસ તરત મળી ગયા. મિત્રોને ‘આવજો’ ‘આવજો’ કરી અમારી અમેરિકાની સ્વપ્નિલ સફર હોંઠો પર સ્મિત અને આંખોમાં આંસુ સાથે સમાપ્ત કરી.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

20 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : મિત્રોની વસમી વિદાય

 1. A life time memory….
  It reminds me of an appropriate Quote!
  Cherish the Sweet Memories, Learn from the Sour Memories and Forget the Bitter Memories.
  Namaste.

  1. Thanks, Bharatbhai! Very nicely said!
   Thank you very much for being the vibrant part of our journey!!

 2. What an awesome story of Alice in Wonderland!!! Many thanks for embracing every moment of dream tour. Many many thanks to Dilip and Rita for always being there. Can’t close without thanking Pulin, Amrish and Nikhil; and Mona, Toral, Bhargavi, Jay, Mala, Pravin, Little, Nanak, Nayna, Dipti, Shruti, Parthiv, Arpan, Heta, Zeal, Dhruv, Anant, Kaya (and apology for names missed). We love you all 🎉🎉🎉

  1. Thank you Darsha/Rajesh, Rita/dilip in many ways! Wonderful પ્રવાસ વર્ણન.. વાંચવાની અને અમેરિકાની પણ નવી વાતો જાણવાની ખૂબ મજા આવી.
   One of the memorable times for us was your presence along with CN USA vibrants at Kaya-Anant wedding.
   Obviously, The other memorable times where you are a stay at our house in Allentown, our visit to Vraj temple, and the great visit to what are the wonders of the world the Niagara Falls.
   Toral and I along wish Anant, Ashesh families will always cherish your visit and looking forward to your next visit someday to see pretty fall colors and Boston.
   Amrish

   1. Thanks, Amrishbhai, for everything! Our dream tour turned out to be more than a dream only because of all the friends!🤩🤩

  2. Thanks, Raja, for aptly summarising! Yes, our dream tour was more than a dream tour only because of all our friends! 👍😊

 3. અમેરિકા વિશે અઢળક સાંભળ્યું અને વાંચ્યું છે પરંતુ “દાર્શનિક” દ્રષ્ટિએ જોયેલું અને માણેલું અમેરીકા અન્યોના વર્ણન કરતાં કંઈક અલગ, વધારે વાસ્તવિક અને અત્યંત રસપ્રદ રહ્યું.
  ટુરિસ્ટ વિઝા આપવામાં અમેરિકાની આડોડાઈ ને કારણે અમેરીકા નથી જવું એમ મારા લીધેલ નિર્ણયને ફેરવવામાં આ લેખમાળા કારણભૂત બની તેનો યશ દર્શાબેન ની સક્ષમ કલમને અર્પણ …

  1. Oh, wow! Thanks, Ketan, for such a positive response! We have traveled and enjoyed a lot together, but unfortunately I have missed covering our tours in black and white…..

   તમારો ” દાર્શનિક” શબ્દપ્રયોગ બહુ જ ગમ્યો! કદાચ પહેલી વાર આ રીતે આ શબ્દપ્રયોગ થયો! It’s flattering! ☺️😉

 4. Darsha, job very well done as read all your episodes and enjoyed it fully. 🌈

  પ્રવાસનું સુંદર વર્ણન, નાના-મોટા પ્રસંગોનું ઝીણવટ ભર્યું અવલોકન, ધીરજ પૂર્વક રોજનીશીની જેમ નિયમિત નોંધ રાખવી એ આભાર પાત્ર છે 🌺

  ભાર્ગવી ને હું શરુઆતથી અંત સુધી સંપર્ક રહીને અમારું યોગદાન ફાળવી શકયા તેનો આનંદ માંણયો અને NRI નાટોની ચિલાચાલુ માન્યતા ને ખોટી પાડવાની તક મળી.
  There was not a single day in your 43 days for 11 different US States trip that I did not talk and check your whereabouts that makes me feel good for visiting school friends. 🙏🏻

  Finally, I can see your love for ગુજરાતી is flowing from your nice narrative and description in mother rouge is cherishable 👍

  1. Thank you, Bhargavi and Nikhilbhai! Yes, your contact every day made our tour very comfortable. Thanks for being with us and sharing your time, efforts and thoughts !👍☺️

  1. Thanks, Toral! Our dream tour started only because of you and Amrishbhai! All the vibrant friends contributed a lot to convert it into a dream tour! A lifetime memory!

   Thanks, again!👍😌

 5. Darsha, you described your whole trip so nicely. You remembered each & every event & moments wherever you went that’s very good.
  It was very interesting to read all chapters. It was our pleasure to have you all. We had a wonderful time together & it was very memorable time.

  1. Thanks, Bhargavi! We started and completed our great tour from your home. You were the anchor ⚓ for us! How can we forget your love, food and your hospitality! Whenever we will talk about US, you will be in our thoughts!

 6. સુંદર વર્ણન. અમેરિકામાં યુવાન ભારતીય પેઢીએ ખુબ સરસ પ્રગતિ કરી છે. છેલ્લા વખત નો બસ નો અનુભવ અમેરિકામાં elderly અને ladies with child ને priority નો સુંદર પાઠ ભણાવી જાય છે. સરસ સંકલન . વાંચવાની મજા આવી ગઈ.

  1. Thanks, Manishbhai, for being the vibrant part of our interesting USA dream tour travelogue! Thanks for your inspiration! ☺️👍😌

 7. Well well well… so brilliantly drafted the END of the story. Felt as if just completed and had a deep sigh finishing reading it.. roamed around the world quite a bit but this tour with you with a touch of class and emotional excellence designed by US Vibrants, one and all, is beyond my capacity to describe in words.. Morning walk that day was filled with heaviness in heart. One more beautiful young couple left a warm mark on memory lane. Bidding good bye to Bhargavi-Nikhil finally to leave US turned all of emotional is a moment to cherish for life time. All of us kept waving till they disappeared from vision.
  Thank you Darshaben and Raja for unmatched companionship and care for every moment of the journey and US Vibrants families for everything ❤️‍🩹❤️‍🩹💐💐💥💥🇺🇸🇺🇸🇺🇸🇺🇸 Koi lauta de mere 🤗🤗🤗

  1. Thanks, Dilipbhai! Par excellence tour by R2D2…. Warmth and support of vibrant friends made this tour unforgettable… Thanks for joining and continuously reminding… સફરમેં ધૂપ તો હોગી, ચલ શકો તો ચલો!!!

Leave a Reply

Your email address will not be published.