કાચની કીકીમાંથી : વિષય અને વિસ્તાર

ઈશાન કોઠારી

જેમ જેમ હું ફોટોગ્રાફીમાં કોઈ નવી વસ્તુ શીખતો જાઉં છું, તેમ તેનો અમલ કરતો જાઉં છું. પણ ફોટા પાડવા જઈએ ત્યારે શીખેલા નિયમ મનમાં રાખીને ફોટો ખેંચવાનું ઘણું અઘરું પડે છે. કેમ કે, મનમાં એક જ વસ્તુ લઈને જઈએ તો એના સિવાય બીજું કશું ન દેખાય, અને જે વિષય માટે ગયા હોઈએ એમાં પણ મઝા ન આવે. આ વખતે અમને ફોટોગ્રાફીનો એક નિયમ શીખવવામાં આવ્યો કે ફોટોમાં જે મુખ્ય વિષય હોય તેને કોઈક રીતે બેકગ્રાઉન્ડ સાથે જોડવો. એટલે કે મુખ્ય વિષય અને તેનું બેકગ્રાઉન્‍ડ એકબીજાથી અલગ નહીં, પણ જોડાયેલા લાગવા જોઈએ.

શેરીમાં ફોટા લેવા નીકળીએ ત્યારે તરત જ કમ્પોઝિશન મનમાં સૂઝવું જોઈએ. એ વખતે નિયમ યાદ કરવા કે એ મુજબ બધું ગોઠવવા જઈએ તો કદાચ વિષય સરકી પણ જાય. એ માટે વધુ ને વધુ ફોટા લેતા રહેવું પડે. એવા ઘણા બધા ફોટા હું પણ લેતો રહું છું. એમાંના કેટલાક અહીં મૂકેલા છે, જે આ નિયમને ધ્યાનમાં રાખીને ખેંચવાનો પ્રયત્ન કર્યો છે, અને એમાં નિયમ પળાયો છે એમ મને લાગે છે.

(સ્થળ: નડીયાદ)
(સ્થળ: નવસારી)
(સ્થળ:મહેમદાવાદ)
(સ્થળ: વડોદરા)
(સ્થળ: નડીયાદ)
(સ્થળ: મહેમદાવાદ)
(અહીં દાંત સાફ કરી આપવામાં આવે છે/સ્થળ: નડીયાદ)
(સ્થળ: નવસારી)

શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે

Author: Web Gurjari

2 thoughts on “કાચની કીકીમાંથી : વિષય અને વિસ્તાર

  1. હેલ્લો ઇશાન ભાઈ કોઠારી,
    તમે તમારે તમારી ઈચ્છા અને સૂઝ પ્રમાણે ફોટો ખેંચતા રહો, આવા ફોટો વર્ષો પછી ભલે ત્યારે જૂના
    લાગે પણ તે અંગ્રેજીમાં ‘classics’ ગણાય તેવા થઈ જશે.
    વાસ્તવિક વિષય ના ફોટો લાંબો સમય સુધી લોકોની યાદમાં ટકી રહેતા હોય છે.
    તમે જ્યારે નામ અને કીર્તિ કમાશો ત્યારે તમને તમારા માટે ગર્વ થશે.

Leave a Reply

Your email address will not be published.