નિરંજન મહેતા
કદમ એટલે ડગલું. કોઈ સાથે ચાલીએ ત્યારે કહેવાય છે કે કદમથી કદમ મિલાવીને ચાલીએ છીએ. આવા કદમ જુદા જુદા પ્રકારના કહી શકાય જેમ કે પ્રોત્સાહન માટે, સ્નેહ માટે, લાગણી દર્શાવવા માટે. જેમાંથી કેટલાક ફિલ્મીગીતોની નોંધ અહી લેવાઈ છે.
૧૯૫૦ની ફિલ્મ ‘સમાધી’નું આ ગીત આજે પણ પ્રચલિત છે.
कदम कदम बढाए जा
ख़ुशी के गीत गाये जा
આ જોશભર્યા ગીતના ગીતકાર છે રાજેન્દ્ર કૃષ્ણ જેને સંગીત આપ્યું છે સી.રામચંદ્રએ. ગાનાર કલાકાર પણ સી. રામચંદ્ર. મુખ્ય કલાકાર અશોકકુમાર.
૧૯૫૧ની ફિલ્મ ‘મલ્હાર’નું આ ગીત બે પ્રેમીઓની લાગણી દર્શાવે છે.
बड़े अरमानो से रख्खा है बलम तेरी कसम
प्यार की दुनिया में ये पहेला कदम
શમ્મી અને અર્જુન પર રચાયેલ આ ગીત ઇન્દીવર લિખિત છે જેને રોશને સંગીત આપ્યું છે મુકેશ અને લતાજી ગાનાર કલાકારો.
૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’ના ગીતમાં અકબર અને સલીમ આગળ (અનારકલી) બીના રોય મુજરો કરતા ગાય છે
मेरी तकदीर मुझे आज कहा लाइ है
આ મુખડા પછીના અંતરામાં શબ્દો છે
मोहब्बत में कदम ऐसे डगमगाए
ज़माना समजा के हम पी के आये
ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીતકાર સી. રામચંદ્ર. સ્વર લતાજીનો.
૧૯૫૫ની ફિલ્મ ‘દેવદાસ’માં ગીત છે
दिलदार के कदमो में दिल डाल के नज़राना
વૈજયંતીમાલાના આ મુજરાના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત સચિન દેવ બર્મનનું. ગાયિકા લતાજી.
૧૯૫૯ની ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’નું ગીત છે જેમાં મુખડાના શબ્દો છે
वक्तने किया क्या हसी सितम
ત્યાર બાદ અંતરાના શબ્દો છે
तुम भी खो गए हम भी खो गए
एक राह पर चलके दो कदम
આ ગીતમાં વહીદા રહેમાન પોતાની વ્યથા રજુ કરે છે જેના રચયિતા છે કૈફી આઝમી અને સંગીત છે સચિન દેવ બર્મનનું. ગાનાર કલાકાર ગીતા દત્ત.
૧૯૬૪ની ફિલ્મ ‘દોસ્તી’નું ગીત એક દોસ્તની બીજા દોસ્ત પ્રત્યેની લાગણી વ્યક્ત કરે છે.
मेरा तो जो भी कदम है वो तेरी राह में है.
સુધીરકુમાર અને સુશીલકુમારની દોસ્તીનાં સાક્ષી છે મજરૂહ સુલતાનપુરીના આ શબ્દો જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૫ની ફિલ્મ ‘મેરે સનમ’નું ગીત છે જેમાં બિશ્વજીતની હતાશા વ્યક્ત થઇ છે. સાથે છે આશા પારેખ.
हमने तो दिल को आप के कदमो में रख दिया
ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત છે ઓ.પી. નય્યરનું. ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ.
૧૯૬૬ની ફિલ્મ ‘લવ ઇન ટોકિયો’માં એક જુદા પ્રકારનું ગીત છે જેમાં જોય મુકરજી આશા પારેખ વચ્ચે લુપ્પાછુપ્પી થતી હોવાનું દેખાય છે.
ओ मेरे शाहे कुबा ओ मेरी जाने जा
આ મુખડા પછીના અંતરામાં શબ્દો છે
कब खयालो की धुप ढलती है
हर कदम पर शमा सी ढलती है
શબ્દો હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર રફીસાહેબનો.
૧૯૬૬ની ફિલ્મ ‘દસ લાખ’નું ગીત છે
आ लग जा गले दिलरुबा
कहा रूठ के चली ओ गुलाब की कली
तेरे कदमो में दिल है मेरा
રિસાયેલી બબીતાને મનાવવા સંજયખાન આ ગીત ગાય છે જેના ગીતકાર છે પ્રેમ ધવન અને સંગીતકાર છે રવિ. ગાનાર કલાકાર રફીસાહેબ.
૧૯૬૬ની ફિલ્મ ‘અનુપમા’ના આ સુંદર ગીતના શબ્દો છે
धीरे धीरे मचल ऐ दिले बेकरार कोई आता है
ત્યાર પછીના અંતરામાં શબ્દો છે
उस के कदमो की आहट फजाओ में है
રાહ જોતી સુરેખા પિયાનો પર આ ગીત ગાય છે જેના શબ્દો છે કૈફી આઝમીનાં અને સંગીત હેમંતકુમારનું. સ્વર લતાજીનો.
૧૯૭૦ની સુપ્રસિદ્ધ ફિલ્મ ‘મેરા નામ જોકર’નું દર્દભર્યું ગીત છે
जाने कहां गए वो दिन कहते थे तेरी राहो में
જેના અંતરાના શબ્દો છે
मेरे कदम जहां पड़े सजदे किये थे यार ने
કલાકાર રાજકપૂર, ગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન. ગાનાર કલાકાર મુકેશ.
૧૯૭૨ની ફિલ્મ ‘એક હસીના દો દીવાને’નું ગીત છે
दो कदम तुम भी चलो दो कदम हम भी चले
मंज़िले प्यार की आयेगी चलते चलते
આ પ્યારભર્યા ગીતના કલાકારો છે જીતેન્દ્ર અને બબિતા. ગીતકાર કાફીલ અઝર અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. ગાયકો મુકેશ અને લતાજી
૧૯૭૪ની ફિલ્મ ‘હવસ’નું આ ગીત એક તરછોડાયેલા પ્રેમીની વ્યથાને વ્યક્ત કરે છે.
तेरी गलीओमे ना रख्खेगे कदम आज के बाद
નીતુ કપૂરથી નારાજ અનિલ ધવન આ ગીત ગાય છે જેના શબ્દો છે સાવનકુમારનાં અને સંગીત ઉષા ખન્નાનું. સ્વર રફીસાહેબનો.
૧૯૭૬ની ફિલ્મ ‘મૌસમ’નાં ગીતમાં વ્યથિત શર્મિલા ટાગોર પર આ પાર્શ્વગીત રચાયું છે.
रुके रुके से कदम रुक के बार बार चले
ગુલઝારનાં શબ્દોને સંગીત સાંપડ્યું છે મદનમોહનનું અને સ્વર છે લતાજીનો.
૧૯૭૯ની ફિલ્મ ‘બાતોં બાતોં મેં’નું આ ગીત જીવનના અભિગમને સકારાત્મક રીતે રજુ કરે છે
उठे सब के कदम अजी ऐसे गीत गाया करो
कभी खुशी कभी गम हसो और हसाया करो
અમોલ પાલેકર, ટીના મુનીમ અને પર્લ પદમસી પર રચાયેલ ગીતના ગાનાર કલાકારો છે અમિતકુમાર, લતાજી અને પર્લ પદમસી. ગીતના શબ્દકાર છે અમિત ખન્ના અને સંગીત છે રાજેશ રોશનનું.
૧૯૭૯ની ફિલ્મ ‘કાલા પત્થર’માં એક ફિલસુફીભર્યું ગીત છે
इक रास्ता है जिंदगी जो थम गए तो कुछ नहीं
ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं
મોટર સાયકલ પર સવાર શશીકપૂર આ ગીતના કલાકાર છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે રાજેશ રોશનનું. વચમાં કેટલીક મહિલાઓને નહાતા દેખાડી છે જેમાની એક આ ગીતમાં સાથ આપે છે. ગાનાર કલાકાર કિશોરકુમાર અને લતાજી.
૧૯૮૩ની ફિલ્મ ‘જીત હમારી’નું ગીત જોઈએ.
हर कदम पर खुशी नयी हर घड़ी दुनिया नयी
दिल में तुम्हारे जो प्यार हो बड़ी प्यारी जिन्दगी
નિરાશ રંજીતાને પ્રોત્સાહિત કરવા રાકેશ રોશન આ ગીત ગાય છે જેના શબ્દો છે ઇન્દીવરનાં અને સંગીત બપ્પી લાહિરીનું. સ્વર કિશોરકુમારનો.
૧૯૮૫ની ફિલ્મ ‘મેરી જંગ’નું આ ગીત પણ પ્રોત્સાહક છે’
जिन्दगी हर कदम एक नयी जंग है
પિયાનો પર ગાતા ગિરીશ કર્નાડને સાથ મળ્યો છે નુતનનો. આનંદ બક્ષીનાં શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. સ્વર છે નીતિન મુકેશ અને લતાજીનાં.
આ જ ગીત બીજીવાર અનિલ કપૂર અને મિનાક્ષી સેશાદ્રી પર રચાયું છે જેના ગાનાર કલાકારો છે શબ્બીર કુમાર અને લતાજી. ગીત સંગીત ઉપર મુજબ
૧૯૮૫ની ફિલ્મ ‘મોહબ્બત’ના ગીતમાં અનિલ કપૂર વિજયેતા પંડિત આગળ લાગણી વ્યક્ત કરતા ગાય છે
साँसों से नहीं कदमो से नहीं
मुहब्बत से चलती है दुनिया
ઇન્દીવરનાં શબ્દોને સંગીત આપ્યું છે બપ્પી લાહિરીએ અને સ્વર આપ્યો છે કિશોરકુમારે.
કદાચ કોઈ ગીત ચૂકાઈ ગયુ હોય તો ક્ષમસ્વ. આમેય તે લેખની લંબાઈ વધી ગઈ છે એટલે અહી સમાપ્ત કર્યું છે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
એક એકથી ચડિયાતા ગીતોનું મજાનું સંકલન.
આભાર
મસ્ત સંકલન અને શબરીકર્મ જેવું કામ.
આભાર
ધરતિમતાનું દુનિયા રંગ રંગીલી બાબા દુનિયા રંગ રંગીલી
કદમ કદમ પર આશા અપના રૂપ અનુપ દિખાતી હૈ
બીગડે કાજ બનાતી હૈ, ધીરજ કે ગીત સુનાતી હૈ
ભૂલી ગયા કે ખબરજ નથી?!
ખૂબજ સરસ અને રસાળ સંકલન. કવિ પ્રદિપ દ્વારા ગવાયેલા ફિલ્મ દેશરા માં પણ વચ્ચેની પંકિતમાં કદમ શબ્દ આવે છે.
सच का है पथ ले धर्म का मार्ग,
संभल संभल चलना प्राणी ।
पग पग पर है यहाँ रे कसौटी,
कदम कदम पर कुर्बानी ।
मगर तू डावा डोल ना होना,
तेरी सब पीर हारेंगे राम.
Another song from Raiway Platform By M.RafiKadam
kadam kadam par hone baithi Apna jaal bichhaai
Basti basti parvat parvat……
Jahaan jahaan pade kadam
Waha fijaa badal gayi
Jahaan jahaan pade kadam
Waha fijaa badal gayi
Ke jaise sarabasar bahaar
Aap hi mein dhal gayi
Kisi mein ye kashish
Kisi mein ye kashish
Kisi mein ye kashish kaha
Jo aap mein hujoor hain
Mera dil machal gaya to
Mera kya kasoor hain
:Rafi OP Nayer
अपने हों या पराए सबके लिये हो न्याय
देखो कदम तुम्हारा हरगिज़ न डगमगाए
रस्ते बड़े कठिन हैं चलना सम्भल-सम्भल के
इन्साफ़ की डगर पे, बच्चों दिखाओ चल के
Film:Ganaga-Jamuna. Hemantkumar.
—————-
नया है ज़माना मेरी नई है डगर
देश को बनाउंगा मशीनों का नगर
भारत किसी से रहेगा नहीं कम
आगे ही आगे बढ़ाऊंगा कदम
दाहिने-बाए, दाहिने-बाए, थम
नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ
बोलो मेरे संग जय हिंद, जय हिंद, जय हिंद
जय हिंद, जय हिंद
Film Son of India.
———–
मैं कदम कदम बदलता हूँ यहीं
ये ज़िन्दगी बदलती ही नहीं है लफ़्ज़ों की कमी
New Movie: More Songs from Karwaan movie:
https://www.hinditracks.in/kadam-lyrics-karwaan
हम्म.. बिन पुछे मेरा नाम और पता रस्मों को रख के परे चार कदम बस चार कदम चल दो ना साथ मेरे
https://www.hinditracks.in/chaar-kadam-hindi-lyrics-pk
આપ સૌના પ્રતિભાવ અને સુઝાવ આવકાર્ય