સરસ્વતીચન્‍દ્ર (૧૯૬૮)

ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

કોઈ કથાનો પટ અતિશય બહોળો હોય અને તેને અઢી-ત્રણ કલાકની ફિલ્મમાં સમાવવાનો થાય ત્યારે તેમાં ફાસ્ટ ફોરવર્ડની ટેક્નિક અપનાવવી પડે. એટલે કે મુખ્ય ઘટનાઓનું ચિત્રીકરણ કરવાનું અને વચ્ચેના સમયગાળાને ગીત દ્વારા યા કથન (Narration) દ્વારા આગળ વધતો બતાવાય.

ગોવર્ધનરામ ત્રિપાઠી કૃત ગુજરાતી મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ કુલ ચાર ભાગમાં પ્રકાશિત થઈ હતી. તેને પડદા પર રૂપાંતરિત કરવાનો વિચાર નડિયાદના જ ગોવિંદ સરૈયાને આવ્યો. આમ તો, આ કામ અશક્ય કહી શકાય એવું અઘરું, કેમ કે, ફિલ્મ હિન્દીમાં બનાવવાની હતી. તેમણે ફિલ્મ બનાવી. તેનાં ગીતો ખૂબ લોકપ્રિય બની રહ્યાં.

1968માં રજૂઆત પામેલી, સર્વોદય પિક્ચર્સ નિર્મિત, ગોવિંદ સરૈયા દિગ્દર્શીત ‘સરસ્વતીચંદ્ર’માં નૂતન, મનીષ, રમેશ દેવ, બી.એમ.વ્યાસ વગેરે કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. તેનાં કુલ આઠ ગીતો હતાં, જે ‍‍‍‍‍‍‍‍‍‍‍ઈન્દીવર દ્વારા લખાયાં હતાં. સંગીત કલ્યાણજી-આણંદજીનું હતું.

(ઈન્‍દીવર)

‘ચંદન સા બદન’ (મુકેશ અને લતાના સ્વરમાં અલગ અલગ), ‘ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં’ (લતા, મુકેશ), ‘હમને અપના સબ કુછ ખોયા’ (મુકેશ), ‘વાદા હમ સે કિયા, દિલ કિસી કો દિયા’ (મુબારક બેગમ), ‘મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેસ’ (લતા અને સાથીઓ), ‘છોડ દે સારી દુનિયા કિસી કે લિયે’ (લતા) અને ‘સૌ સાલ પહલે કી બાત હૈ’ (મહેન્દ્ર કપૂર).

(ડાબેથી: કલ્યાણજી, ગોવિંદ સરૈયા, આણંદજી)

આમાંના ‘સૌ સાલ પહલે કી બાત હૈ’ ગીતનો ઉપયોગ ટાઈટલ સોન્‍ગ તરીકે કરવામાં આવ્યો હતો. ફિલ્મના ટાઈટલમાં આ ગીત શરૂ થાય છે, એમ ફિલ્મનો અંત પણ આ ગીત દ્વારા જણાવવામાં આવે છે. અહીં ‘સૌ સાલ પહલે કી બાત હૈ’માં સો વર્ષ એટલે ચોકસાઈપૂર્વક સો વર્ષનો સમયગાળો નહીં, પણ ‘બહુ જૂની વાત’ કરવાનો છે. આ એક સામાન્ય શબ્દપ્રયોગ છે.

(ગોવર્ધનરામ ત્રિપાઠીની ટપાલટિકિટ)

કલ્યાણજી-આણંદજીએ આ ગીતને ગુજરાતી ગીતના ઢાળમાં ઢાળ્યું હોય એમ લાગે. એ પણ યોગાનુયોગ કે મહેન્દ્ર કપૂરે સીત્તેરના દાયકામાં અનેક ગુજરાતી ગીતો ગાયાં.

મહેન્દ્ર કપૂરના સ્વરે ગવાયેલા આ ગીતના શબ્દો આ મુજબ છે, જે 1.10 થી આરંભાય છે:

सौ साल पहले की बात है

सौ साल पहले की बात है
भारत के एक परिवार में
एक त्यागमूर्ति बालक का
अवतार हुआ संसार में……सौ साल पहले की….

उस त्यागमूर्ति बालक पर देखो
होनी ने अन्याय किया
मासूम अभी पलने में था
ममता का आंचल छीन लिया
सौतेली माता से उसको
माता का प्यार न मिल पाया
माली था, बगिया थी फिर भी
मन का तो फूल न खिल पाया
उस कली से कोमल बालक को
पतझड़ ही मिला बहार में
एक त्यागमूर्ति बालक का
अवतार हुआ संसार में….सौ साल पहले की…..

भोलाभाला था और के दुःख से
दिल को दुखी कर लेता था
औरों की आँख के आँसू
अपने दामन में भर लेता था
थी चार दिवारी में नारी
और था अज्ञान का अंधियारा
हर तरफ थी मौत महामारी
और भूखा था भारत सारा
उसे मन ही मन वैराग्य हुआ
जब दुःख देखे संसार में
एक त्यागमूर्ति बालक का
अवतार हुआ संसार में….सौ साल पहले की….

અહીં 3.45 પર ટાઈટલ સમાપ્ત થાય છે, પણ કથા ગીતરૂપે આગળ વધે છે અને 4.45 સુધી ગીત ચાલે છે.

एक रोज़ निकल जाए न कहीं
बेटा बन में बन संयासी
ये सोच पिता ने मंगनी कर दी
ढून्ढ के लड़की चन्दा सी
आज्ञा तो पिता की मानी पर
दुल्हन के घर ये खत भेजा
है राह मेरी काँटोंवाली
आदर्श मेरा है जनसेवा
मुझे प्यार ढालना हैं अपना
सारी दुनिया के प्यार में
एक त्यागमूर्ति बालक का
अवतार हुआ संसार में….सौ साल पहले की….

 

આમ, જોઈ શકાય છે કે સરસ્વતીચંદ્રના જન્મથી લઈને તેના લગ્ન નક્કી થાય ત્યાં સુધીની કથા આ ગીતમાં આવરી લેવાઈ છે. ફિલ્મના સમાપનમાં મહેન્દ્ર કપૂરના સ્વરમાં આ પંક્તિઓ છે, જે 2.31.44 થી 2.33.30 સુધી, એટલે કે છેક અંત સુધી ચાલે છે:

कोई हवस नहीं थी प्यार में उसके
उसने प्यार महान किया
और अपने महान प्यार का भी
आखिर एक दिन बलिदान दिया
यूं सती कुमुद को सुख पहुंचाने
कुसुम को अंग़ीकार किया
सीने पे सिल रखके दिल में
अश्कों का झहर उतार लिया
भारत की नारी होती है
जग में आदर्श बहुरानी
अपना कर्तव्य निभाने को
देती हैं सुखों की कुरबानी
कर्तव्य कुमुद ने किया पालन
देवर को माँ का प्यार दिया
सरस्वतीचंद्र के संग बहन को
जनसेवा में लगा दिया
है धन्य वही जीवन लोगों
जो बीते पर उपकार में
एक त्यागमूर्ति बालक का
अवतार हुआ संसार में….सौ साल पहले की….

 

અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં 1.10થી 4.45 સુધી આ ગીત સાંભળી શકાશે.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.