પુરુષોતમ મેવાડા
“When you want something, all universe conspires in helping you to achieve it.”
– Paulo Coelho, in his novel, The Alchemist
છોકરાએ માર્કશીટ જોઈ. બધા જ વિષયમાં પાસ, પણ સર્જરીમાં નાપાસ! હવે તો એક જ રસ્તો હતો, ફરીથી મન લગાડીને તૈયાર થઈને છ મહીના પછી પરીક્ષા આપવી! હવે તો એક જ વિષય વાંચવાનો હતો. અને એ જેમ-જેમ વાંચતો ગયો, તેમ-તેમ સર્જરીના અઘરા ગણાતા વિષયમાં તેને રસ પડવા લાગ્યો, અને સર્જરીનું Bible ગણાતું પુસ્તક Love and Baily તેને લગભગ મોઢે થઈ ગયું!
પ્રવેશ મળી જાય તો-તો એને MD થવું હતું. સામાન્ય રીતે તો એક વખત નાપાસ થયા પછી પ્રવેશ મળવાની શક્યતા હતી નહીં, પરંતુ ભગવાનના છૂપા આશીર્વાદ જરૂર એને મળ્યા હશે, કે જેને કારણે બીજી વાર આપેલી પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે એ સૌથી વધારે માર્ક્સ સાથે પાસ થયો હોવાનું જાહેર થયું. અને થોડી મુસીબતો પછી એક જ જગ્યા ખાલી હતી, છતાંયે એને MS (Master of Surgery)માં પ્રવેશ મળી ગયો!
હવે તો એને સ્ટાઇપેન્ડ પેટે સારા રૂપિયા મળવા માંડ્યા હતા, એટલે એણે બીજી મહેનત કરવાની જરૂર ન રહી. જો કે પહેલા વર્ષમાં એણે જુનિયર હાઉસમેન તરીકે ખૂબ જ મહેનત કરવાની આવી. એની પાસે હવે વધારાનો બીજો સમય હતો જ ક્યાં?
સદનસીબે એને પ્રોફેસર ખૂબ જ સારા મળ્યા. સરસ પહાડી વ્યક્તિત્વ, ગરીબ દર્દીઓ પ્રત્યે હમદર્દી, શીખવવામાં બેઝિકને મહત્વ આપનારા અને અસંખ્ય મેડિકલ અને અન્ય ડિગ્રીઓથી વરાયેલા! છોકરાએ તેમને જીવનના અને પ્રોફેશનના ખરા અર્થમાં ગુરુ માન્યા. તેમના અનેક સદ્ગુણોની એ છોકરા ઉપર ઊંડી છાપ પડી, જે જીવનભર અકબંધ રહી.
આ વર્ષો દરમિયાન ઘણા લોકોએ એ છોકરાને નાસીપાસ કરવાના પ્રયત્નો પણ કર્યા, પણ એ પ્રોફેસરનાં પ્રોત્સાહન અને માર્ગદર્શનથી એને ઊની આંચ પણ ન આવી. એ પ્રોફેસર તો અત્યારે હયાત નથી, પણ તેમના હાથ નીચે સર્જન થયેલા અનેક લોકો આજે પણ સારા નામાંકિત ડૉક્ટરો ગણાય છે.
અને આમ સર્જરીમાં નાપાસ થવાથી જ એ છોકરો સર્જન થવા જઈ રહ્યો હતો!
ખરે જ, આ એક દૈવી આશીર્વાદ હતા, Blessings in Disguise!
ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે
Sorry to say
But what masege you want to convey did not describe properly
This is my personal opinion
ચીલા ચાલુ
મહેશભાઈ,
આ આત્મકથામક વાર્તા છે, એમાં કોઈ મેસેજ શોધવાની જરુર નથી.