શમા/પરવાનાને લગતાં ગીતો

નિરંજન મહેતા

દીવો/દિપકનો ઉર્દુ પર્યાય છે શમા. આ શમા શબ્દ ગીતોમાં મોટે ભાગે પરવાના એટલે કે પતંગિયા સાથે જોડી દેવાય છે કારણ કે જ્યાં દીપક હોય ત્યાં પતંગિયા મારી ફીટવા હાજર હોય. ફિલ્મોની શરૂઆતનાં સમયમાં ઉર્દૂ શબ્દોનો સંવાદ અને ગીતોમાં વ્યાપક ઉપયોગ થતો હતો. આવા જ કેટલાક ગીતો આ લેખમાં સમાવાયા છે.

૧૯૪૬ની ફિલ્મ ‘રાજપૂતાની’નું ગીત છે જેમાં જેની પાંખો કપાઈ ગઈ છે એવા પરવાનાને શમા પાસે જવાનું કહેવાયું છે

जा परवाने जा कही शमा जल रही है

ગીતના રચયિતા છે પંડિત ઇન્દ્ર, અને સંગીતકાર છે બુલો સી રાની. મુકેશ અને હમીદાબાનુ ગાનાર કલાકાર. ફક્ત ઓડીઓ છે એટલે ગીતમાં કલાકાર કોણ છે તે જણાતું નથી પણ ફિલ્મના મુખ્ય કલાકાર છે પી.ડી જયરાજ, મધુબાલા અને વીણા.

૧૯૪૮ની ફિલ્મ ‘આજ કી રાત’નું ગીત પણ ફક્ત ઓડીઓરૂપમાં પ્રાપ્ત છે જેમાં એક પ્રેમીની વ્યથા દર્શાવી છે.

प्यार की शमा को तकदीर बूजाती क्यू है

રાજીન્દર કૃષ્ણના શબ્દો અને હુસ્નલાલ ભગતરામનું સંગીત. ગાનાર કલાકાર છે જી.એમ.દુરાની. ફિલ્મના મુખ્ય કલાકાર છે મોતીલાલ અને સુરૈયા.

૧૯૫૦ની ફિલ્મ ‘નિરાલા’નું આ ગીત એક મહેફિલમાં ગવાય છે જેમાં મધુબાલા પોતાની શમા તરીકેની વ્યથા વ્યક્ત કરે છે. આ ગીતની બંદિશ માણવા લાયક છે.

महेफिल में जल उठी शमा परवाने के लिए

દેવઆનંદને ઉદ્દેશીના ગવાતા આ ગીતના ગીતકાર છે પ્યારેલાલ સંતોષી અને સંગીતકાર સી.રામચંદ્ર. સ્વર લતાજીનો.

૧૯૫૦ની ફિલ્મ ‘સબક’નું ગીત છે જેનો ફક્ત ઓડીઓ પ્રાપ્ત છે પણ રચના સુંદર છે એટલે સામેલ કરી છે જેમાં એક વિરહી પોતાની વ્યથા દર્શાવે છે

दिल में शमा जला के तेरे इंतजार की .

ડી.એન.મધોકના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે અલ્લારખા કુરેશીએ જેને આશા ભોસલેનો સ્વર મળ્યો છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે કુકુ અને કરણ દિવાન

૧૯૫૦ની ફિલ્મ ‘દાસ્તાન’નું આ ગીત તે સમયનું અત્યંત પ્રચલિત ગીત હતું.

ए शमा तू बता तेरा परवाना कौन है

સુરૈયાની અદાકારીમાં ગવાયેલા ગીતના શબ્દકાર છે શકીલ બદાયુની અને સંગીત છે નૌશાદનું. કહેવાની જરૂર છે કે ગીત સુરૈયાના કંઠે જ છે? ગીતમાં જે બે કલાકારો છે તે છે રાજકપૂર અને સુરેશ.

૧૯૫૧ની ફિલ્મ ‘સબીસ્તાન’નાં આ નૃત્યગીતનાં શબ્દો છે

एक शमा दो परवाने मिले प्यार के जहां में

નસીમબાનુનાં બે પરવાના છે શ્યામ અને મુરાદ. નૃત્યાંગના છે કુકુ. કમર જલાલાબાદીના શબ્દો અને મદન મોહનનું સંગીત. ગાયક શમશાદ બેગમ.

૧૯૫૪ની ફિલ્મ ‘મીનાર’નું પાર્ટીમાં ગવાતું ગીત છે

शमा पे आ के ओ परवाने जल जल जल

આ ગીત નૃત્યાંગના શિલા રામાણી પર રચાયું છે જેમાં અન્ય કલાકારો છે પ્રાણ અને હીરા સાવંત. રાજીન્દર કૃષ્ણનાં શબ્દોને સજાવ્યા છે સી.રામચંદ્રએ અને તેને સ્વર મળ્યો છે આશા ભોસલેનો.

૧૯૫૫ની ફિલ્મ ‘ચાર પૈસે’નું ગીત છે

शमा परवाना शमा परवाना हो शमा परवाना
एक दीवानी एक दीवाना शमा परवाना

લાગે છે શ્યામા આ ગીત રિસાયેલા કિશોરકુમારને મનાવવા ગાય છે જેના શબ્દો છે સરતાજ રહમનીના અને સંગીત છે બી.ડી. બર્મનનું. સ્વર છે લતાજીનો.

૧૯૬૧ની ફિલ્મ ‘નઝરાના’નું ગીત છે જેનો ઓડીઓ પ્રાપ્ત છે

मैं ने अपनी शमा शमा बजा कर तेरी शमा जला दी है

નાસીપાસ જણાતી વૈજયંતીમાલા રાજકપૂરને ઉદ્દેશીને આ ગીત ગાય છે જેના શબ્દો છે રાજીન્દર કૃષ્ણનાં અને સંગીત છે રવિનું. ગાયક લતાજી.

૧૯૬૧ની અન્ય ફિલ્મ ‘જય ભવાની’નું વ્યથાભર્યું ગીત છે

शमा से कोई कह दे के
तेरे रहेते रहेते अन्धेरा हो रहा है

સામાન્ય રીતે આવા ગીતો કેવળ સ્ત્રી પાત્ર પર રચાયા હોય છે પણ આ ગીતમાં પુરુષ પાત્ર પણ સામેલ છે. મનહર દેસાઈ અને જયશ્રી ગડકર પર રચાયેલા આ ગીતના ગાયકો છે મુકેશ અને સુમન કલ્યાણપુર જેના શબ્દો છે ગોપાલ સિંહ નેપાલીના અને સંગીત છે એસ. મોહિન્દરનું.

૧૯૬૧ની વધુ એક ફિલ્મ ‘ઝબક’માં અરેબિયન પ્રકારનું નૃત્યગીત છે જેમાં શમા પરવાનાને બદલે અરમાનોને ખાક કર્યાની વાત છે

शमा जली अरमानो की जान गई परवानो की

નૃત્યાંગના હેલન પર રચાયેલ આ ગીતના રચયિતા છે પ્રેમ ધવન જેનાં સંગીતકાર છે ચિત્રગુપ્ત અને ગાનાર કલાકાર છે લતાજી.

૧૯૬૨ની ફિલ્મ ‘આશિક’નું ગીત છે

ओ शमा मुझे फूंक दे

આ પણ એક નૃત્યગીત છે જે રાજકપૂર અને પદ્મિની પર છે. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીત શંકર જયકિસનનું. મુકેશ અને લતાજીના સ્વર.

૧૯૬૪ની ફિલ્મ ‘ગંગા કી લહેરે’નું આ પાર્શ્વગીત છે.

शमा बूजने को चली शमा बूजने को चली
है यही दर्द की जल जाए पतंगा ना कही

અદાકારોનાં નામ જણાયા નથી પણ મુખ્ય કાલાકારો સાવિત્રી અને ધર્મેન્દ્ર છે. શબ્દો છે મજરૂહ સુલતાનપૂરીનાં અને સંગીતકાર છે ચિત્રગુપ્ત. રફીસાહેબનો દર્દભર્યો અવાજ.

૧૯૬૫ની ફિલ્મ ‘નયા કાનુન’નું આ ગીત હિંદી ફિલ્મ ગીતોમાં એક યાદગાર ગીત છે

शम्मामें ताकत कहां जो एक परवानेमें है

ભારત ભૂષણ પર ફિલ્માવાયેલ આ ગીતના બોલ હસરત જયપુરીન છે, સંગીત મદન મોહનનું અને સ્વર મોહમ્મદ રફીનો

૧૯૭૪ની ફિલ્મ ‘ધૂએં કી લકીર’નું આ એક પાર્ટી ગીત છે

एक शमा जले यहाँ परवानो की भीड़ यहाँ

નશામાં ચૂર રમેશ અરોરાની સાથે પરવીન બાબી પણ છે. કૈલાશ દહેલવીના શબ્દો છે અને શ્યામજી ઘનશ્યામજીનું સંગીત અજીત સિંહ અને ક્રિશ્ના કલ્લે ગાયક કલાકારો.

૧૯૭૫ની ફિલ્મ ‘મોંટો’માં પણ એક પાર્ટીમાં કેબ્રે ગીત છે

मै शमा कहा है परवाना

કેબ્રેના કલાકાર છે હેલન. વર્મા મલિક રચેલ આ ગીતના સંગીતકાર છે કલ્યાણજી આણંદજી અને ગાયક છે આશા ભોસલે.

૧૯૭૭ની ફિલ્મ ‘પાપી’નું ગીત છે

शमा जले या न जले रोशन है अपना जहां

પ્રેમ ચોપરા અને ઝીનત અમન પર રચાયેલ આ નૃત્યગીતના શબ્દો છે નક્ષ લાલપુરીનાં અને સંગીત બપ્પી લાહિરીનું. ગાયક લતાજી.

૧૯૮૦ની ફિલ્મ ‘ઓહ બેવફા’ માં વિજય અરોરાની પ્રતિક્ષા કરતી યોગિતા બાલીનાં મનોભાવ દર્શાવાયા છે

तुम न आये सनम शमा जलती रही

સાવન કુમારના શબ્દો અને વેદપાલ શર્માનું સંગીત. લતાજીનો સ્વર.

૧૯૯૨ની ફિલ્મ ‘ખિલાડી’ના આ ગીતના અંતરામાં શબ્દો છે

तू शमा मै परवाना तेरा हे सून ज़रा अफसाना मेरा

અક્ષય કુમાર અને સબીહા પર રચાયેલ આ ગીતના ગીતકાર છે દેવ કોહલી અને સંગીત આપ્યું છે જતિન લલિતે જેને સ્વર મળ્યો છે અભીજીત અને અલીશા ચીનાઈનો.

૧૯૯૨ની ફિલ્મ ‘ઇન્તેહા પ્યાર કી’નું આ ગીત કોઠા પર ગવાય છે.

मै शमा हु शमा जानेमन जाने जा

તવાયફ તરીકે કલાકાર છે રૂખસાર. રિશી કપૂર માટે ગવાતા આ ગીતના શબ્દો છે સમીરના અને સંગીત છે આનંદ મિલિન્દનું. સુરેશ વાડકર અને કવિતા કૃષ્ણમૂર્તિ ગાનાર કલાકારો

હજી કેટલાક ગીતો પ્રાપ્ત છે પણ તેના ફક્ત ઓડીઓ દેખાય છે. તેવા ગીતોનો આ લેખમાં ઉલ્લેખ નથી.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “શમા/પરવાનાને લગતાં ગીતો

  1. શ્રી નિરંજન મહેતા જી
    તમે ‘શમા પરવાના’ મુખડું રજૂ કરતાં પર ગીતોનું સંકલન કરી વાંચકો સમક્ષ રજૂ કર્યા અને વાંચકોએ તેને સાંભળવાનો
    લાભ મળ્યો તે માટે તમારો આભાર આભાર.

Leave a Reply

Your email address will not be published.