કાચની કીકીમાંથી: વિષય એક, વૈવિધ્ય અનેક

– ઈશાન કોઠારી

વધુ એક વખત સ્ટ્રીટ ફોટોગ્રાસ અહીં મૂક્યા છે. ફોટોગ્રાફીના વિષય ભલે જુદા હોય પણ તેમાં રહેલી મૂળભૂત બાબતો સરખી હોય છે. જો કે, તસવીર લેનાર મુજબ  તેમાં થોડોઘણો ફેરફાર શકે.

આવી જ એક બાબત એટલે જે ઓબ્જેકટનો ફોટો લેવાનો હોય ફક્ત એટલા જ એરીયાને ફોકસ ન કરીને તેની આસપાસ રહેલાં એલીમેન્ટ્સ પણ ફ્રેમમાં સમાવવા જોઈએ. જેનાથી તેની ખાસીયત શું છે,તેનો ખ્યાલ આવે. એલીમેન્ટ્સથી રમવાની પણ મજા આવે.

આ ઉપરાંત ફોટોમાં કોઈ સરપ્રાઈઝ એલીમેન્ટ હોવું જોઈએ, જેનાથી ફોટોની શેલ્ફ લાઈફ વધી જાય છે. જોનારને ધ્યાનથી જોવું પડે છે કે ફોટોમાં થઈ શું રહ્યું છે. જો કે, દર વખતે તે હોય એ જરુરી નથી.

ફોટોગ્રાફર પાસે ઓબ્ઝર્વેશન સ્કીલ (નિરીક્ષણ કૌશલ્ય)હોવી પણ જરુરી છે. ફોટોગ્રાફી એટલે દર વખતે જે બને છે એના ફોટા લેવા એટલું જ નહિં, પણ ફોટોગ્રાફર જે તે ઓબ્જેક્ટ ને કઈ અલગ રીતે બતાવી શકે છે તેનું મહત્ત્વ છે.

ફોટો લેતાં લેતાં જ આ બધી બાબતો શીખાતી રહે છે.  અહીં ઉલ્લેખેલી બાબતો શીખવાનો પ્રયત્ન હું કરી રહ્યો છું.

આવી બાબતોને ધ્યાનમાં રાખીને ખેંચેલા કેટલાક ફોટા અહીં મૂક્યા છે.

બાથરુમમાં નળ પર લૂફા એવી રીતે લટકાવેલું હતું કે મને એમાં બેલે ડાન્સરનો પોશાક જણાયો. પણ મારે ફકત તેનો પોશાક નહિ, બેલે ડાન્સર પણ બતાવવી હતી. આથી તેના પગ, હાથના પડછાયા વડે બનાવ્યા હતા.

વધુ તસવીરો કોઈક બીજા વિષય સાથે આવતા અંકે.


શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.