બંદિશ એક, રૂપ અનેક (૮૦) : ” निरतत ढंग ” અષ્ટપદી

નીતિન વ્યાસ

Water Color by Milan Kaur

ભારતીય સંગીતમાં, લખનૌ, કિરાના, જયપુર કે બનારસ ઘરાણાં જેવાં જુદા જુદા ધરાણામાં સંગીત અને ગાયનની પ્રથામાં ગુરુ-શિષ્ય પરંપરાનું   મહત્વનું પ્રદાન રહ્યું છે..એ જ પ્રમાણે સંગીત સાથે નૃત્ય અને તેમાં પણ  ઠુમરી સાથે  કથ્થકનો સુમેળ આપણી નૃત્ય-સંગીતની પરંપરાને નવી ઊંચાઈ પર લઇ ગયું.

જ્યારે ઠૂમરી સાથે કથ્થકની વાત આવે ત્યારે એક સમયના અવધનાં પાટનગર ફૈઝાબાદ પછી જાણીતા શહેર લખનૌ ઘરાણાને તો યાદ કરવું પડે. અહીં આ સંગીત-નૃત્યની શૈલી માં એક જ કુટુંબ નું પ્રદાન ઘણું મહત્વનું રહ્યું છે અને એ  “મહારાજ” પરિવાર નું.

રામાયણમાં સૂર્યવંશી રાજવીઓએ બંધાવેલા ગામોમાં ગોમતીને કાંઠે વસેલાં  “લક્ષ્મણપુર” નો ઉલ્લેખ છે. આ ગામ દશરથ રાજાના કુંવર લક્ષ્મણે બાંધ્યું હતું. જે હાલમાં  લખનૌ – ઉત્તર પ્રદેશ ની રાજધાની તરીકે ઓળખાય છે.

અવધના લખનઉ ઘરાણાનું કથ્થક ઓગણીસમી સદીની શરૂઆતથી પ્રસિધ્ધિમાં  આવ્યું. અવધ રાજ્યનો ઇતિહાસ લખનઉ ઘરાણા સાથે તે અગાઉની સદીઓથી જોડાયેલો છે. સાલ ૧૭૨૨માં  એક બાજુ મોગલ રાજ્યનો સંધ્યાકાળ શરૂ થયો અને બીજી બાજુ અવધનો ઉદય. થવા લાગ્યો.  ફૈઝાબાદ તેનું પાટનગર બન્યું. બીજા અગત્યનામ  શહેર હતા પ્રયાગ રાજ, અયોધ્યા અને લખનૌ. તેના ચોથા નવાબ અસલ ઉદ દૌલાના સમયમાં, સાલ ૧૭૭૦ માં રાજધાની લખનૌ ખસેડવામાં આવી. સંગીત અને નૃત્યના આ શોખીન નવાબ સાથે લખનૌનો  એક રીતે જોઈએ તો સુવર્ણ કાળ શરૂ થયો. અહીં શરૂઆત થઈ “ગંગા જમની તહેઝીબ” નો, “શ્યામ- એ-અવધ” , “સુબહ-એ-બનારસ”. જેનો કોઈ જોટો ન હતો.

આ સંગીત અને નૃત્યની પરંપરાને છેલ્લા ૨૦૦થી વધારે વર્ષો સુધી જીવંત રાખનાર એક કુટુંબ એ  “મહારાજ” પરિવાર

લખનૌથી સો એક ગાઉ દૂર આવેલા નાના એવા ગામ હંડિયા માં એક બ્રાહ્મણ કુટુંબ રહે. ઈશ્વરી પ્રસાદ મિશ્રા ગામના તળાવ પાસે નાં  મંદિરમાં પૂજા પાઠ અને ગોરપદું કરે . સવાર સાંજ કીર્તન ગાય અને શુભ પ્રસંગે નૃત્ય કરે. આ કાર્ય ને લીધે તેમના કુટુંબ ને મહારાજ તરીકે  બધા ઓળખે.

સાલ ૧૭૭૦ ની આજુબાજુના વર્ષોમાં ભયંકર દુકાળ પડ્યો. તળાવ સુકાઈ ગયું. ઘણા કુટુંબોએ હિજરત આદરી. કોઈ પ્રયાગ રાજ, કોઈ લખનૌ તો કોઈ કાશી  જઈને વસ્યા. તે પૈકીનાં  એક ઈશ્વરી પ્રસાદ મિશ્રાના કુટુંબે લખનૌ પસંદ કર્યું. તેમણે  સાંભળ્યું હતું કે ત્યાંના નવાબ સંગીત અને નૃત્યના શોખીન છે.

આ નવાબોની  નવમી પેઢીના વાજિદ અલી શાહ ૧૮૪૭ માં ગાદીએ આવ્યા. તે સમયે રાજ ગાયક અને નર્તક શ્રી ઈશ્વરી મિશ્રા, જે હવે ઈશ્વરી પ્રસાદ મહારાજ તરીકે  ઓળખાતા હતા.  તે મની છઠ્ઠી પેઢીના ત્રણ ભાઈઓ મહારાજ  બિન્દાદિન, કાલિકા પ્રસાદ અને ભૈરવ પ્રસાદ નવાબના દરબારમાં રાજ ગાયક અને નર્તક હતા. બિન્દાદિન અને કાલિકા પ્રસાદ બંને સરસ નર્તક હતા, મંચ ઉપર સાથે નાચતા. બિન્દાદિન મહારાજ એક ઉત્તમ કોટિના કવિ પણ હતા. કહેવાય છે કે તેમને ૫૦૦૦ જેટલી કવિતાઓ રચી  જે ઠૂમરી તરીકે  ગવાતી અને કથ્થક નૃત્ય સાથે પેશ થતી. મહદ્ અંશે આ રચનાઓમાં  વૃંદાવન, યમુના , ગોપીઓ સાથે  મુખ્યત્વે રાધા કૃષ્ણના સ્નેહ  વાતો કવિશ્રીએ વણી  છે.

બિન્દાદિન મહારાજ (૧૮૩૦ -૧૯૧૮)

હવે આજ ની બંદિશ – “નીરતત ઢંગ”:

લગભગ  ૧૫૦  વર્ષ અગાઉ બિન્દાદિન મહારાજે અષ્ટપદી અલંકારમાં  રચેલી  આ કવિતામાં  સંધ્યાકાળે, જમનાના કાંઠે ગોપીઓએ જોયેલું એક વિરલ દ્રશ્યનું વર્ણન છે.  સોળ કળાએ ખીલેલી સંધ્યાએ, જ્યારે મંદ  મંદ પવન લહેરાતો હતો, જ્યારે બ્રહ્માણ્ડમાંથી દેવી દેવતાઓ પણ  સંગીત  લહેરાવતા   હતા તેવા સમયે રાધા કૃષ્ણનાં મિલન નું સુંદર આલેખનઆ કવિતામાં છે.

અષ્ટપદીમાં રચના ૧૨મી સદીમાં કવિ શ્રી જયદેવ  કૃત ગીત ગોવિંદ માં જોવા મળે   છે,

 

શ્રી બીન્દાદિન મહારાજ કૃત “निरतत ढंग”:

આ કવિતાની રચના વ્રજ ભાષામાં છે:

 

हे….. निरतत ढंग 

बहे पवन मंद सुगंध शीतल, बंसी वट तट निकट यमुना। 
वृंदावन की कुंज गलिन में, राधे गोपी उमंग।I निरतत ढंग…….

 

वृषभानु नन्दिनी पाप खण्डिनी, कोटि रवि सम भूषन चमकत। 
जरी की सारी जड़ित मणि कण, चोली अंग सोहे तंग…..निरतत ढंग

 

ब्रह्मादि शंख बजावे, शारद वीणा, नारद स्वर उचारत। 
श्रृंगी शम्भु बजावे डमरु, भाल शशि सर गंग….. निरतत ढंग

 

अग्रफेरी कवच पल्टा, गत तिहाईया फरद तोड़ा। 
तत्त थै थै दिगत त्राम थै चलत चाल ही संग। ……. निरतत ढंग

 

संगीत नाचत तिगुन थिरकत, तत त्ता तिगदा दिग दिग।  
गोपी कुच पर शाम कर सोहे, मनहुँ बैठे भुजंग ….. निरतत ढंग

 

लय गत दिखावत, हाव – भाव कटाक्ष सोलह अंग बनवत। 
ग्रीव डोलत  कसक मसक चलत चाल ही संग ….. निरतत ढंग

 

श्री कृष्ण की छवि देख हर्षत, सुर गगन चढ़ सुमन बरसत 
मुकुट  छबि अति स्वर्ण  झलकत, मोहे सकल विहंग … निरतत ढंग 

 

तुम नाथ बिन मोहे कोऊ उबारे कौन असजो विपत्ति टारे 
बिन्दादीन पे कृपा करो प्रभु , व्यापे दुःख नहीं अंग निरतत ढंग।I

हे….. निरतत ढंग……. 

(બોલ સૌજન્ય: શ્રીમતી સંભવી દાંડેકર ભારત, કેનેડા ને અમેરીકામ કાર્યરત સંભવી ઈન્ટરનેશનલ સ્કૂલ ઓફ કથ્થક (SISK) : Website: .http://www.siskdance.com)

निरतत ढंग” મૂળ લખાયું છે કથ્થક નૃત્ય ને માટે:

તેમની ચોથી પેઢીનાં સંતાન શ્રી બ્રીજમોહન જગન્નાથ મિશ્રા, જેમને બીરજુ મહારાજ તરીકે  આપણે જાણીયે છીએ, તેમણે આ કવિતાની સંગીત  રચના રાગ મિશ્ર-ખમાજમાં સંગીતબધ્ધ કરી છે.

કથક માટે આવી ઘણી બંદિશો છે. પણ  રસપ્રદ વાત છે શ્રી બિરજુ મહારાજ ની,   અત્યારે ૮૩  વર્ષની ઉંમરે હજી પોતાના કુટુંબ દ્વારા પ્રસ્થાપિત સંગીતનો વારસો પુરા જતનથી સાચવ્યો છે.

ભારત અને વિદેશમાં કાર્યરત કથ્થકની નૃત્યશાળાઓ  અને નૃત્યકારો માટેની આ એક પ્રિય બંદિશ રહી છે.

પ્રથમ પ્રસ્તુતિ SISK: સંભવી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ કથક, નૃત્ય નિર્દેશક શ્રીમતી સંભવી દાંડેકર, ગાયિકા શ્રી અનુરાધા કુબેર,  રાગ મિશ્ર ખમાજ

બંદિશ પતિયાલા ઘરાણાના પંડિત જગદીશ પ્રસાદના સ્વરમાં સાંભળીયે રાગ ખમાજ:

પૂનાની નૃત્ય શાળા “Dha Ta Creations” ની સરસ પ્રસ્તુતિ

શ્રી અનુરેખા  ઘોષ અને શ્રીમતી દુર્ગા આર્યનું નૃત્ય નિર્દેશન

શ્રી શૈલેન્દ્ર મદારી અને તેનું ગ્રુપ

શ્રી પ્રેરણા દેશપાંડે અને  ગ્રુપ

શ્રી જાન્વી મુખરજી

શ્રી સ્વેતલાના અને અશ્વિની નિગમ

રસિક પરફોર્મિંગ આર્ટસ ની પ્રસ્તુતિ

શ્રી મહાનંદા ઘોષ ની પ્રસ્તુતિ

શ્રી ક્રષ્ણ અષ્ટપદી – શ્રુતિ પટકી નું કથક

આ જ બંદિશ શ્રી મહંમદ રફી અને મન્ના ડેના સ્વરમાં- ફિલ્મ, ચંદન કા પાલના (1967), સંગીતકાર આર ડી બર્મન

આ પરંપરાગત રીતે ગવાતી બંદિશ અને સાથે કથ્થક નૃત્ય આ મહારાજ કુટુંબ નો અમૂલ્ય વારસો હાલ  ના સમય  માં શ્રી બિરજુ મહારાજે સાચવ્યો  છે.તેઓ પોતે કથ્થક ગુરુ ઉપરાંત ગઝલ ગાયક, કવિ અને ચિત્રકાર પણ છે. પોતે  ઘણા વાજિંત્રો બજાવી શકે છે, દિલ્હી કલાશ્રમ અને લખનૌમાં નૃત્ય શાળા ચલાવે છે.

વાજીદ અલી શાહ અને તત્કાલીન લખનૌની કથા ઉપર સત્યજિત રે એક ફિલ્મ નું નિર્માણ કર્યું, “શતરંજ કે ખિલાડી” . એક અધિકૃત, આધારભૂત કલા દર્શાવવા માટે જાણીતા સત્યજિત રે ને વાજીદ અલી શાહ નો દરબાર અને એમાં લખનૌ ઘરાણાનું કથક નૃત્યનું ફિલ્માંકન કરવું હતું. તેઓ બિરજુ મહારાજ પાસે ગયા. તેમાં આગ્રહને લીધે  બિરજુ મહારાજે બિન્દાદિન મહારાજ ની એક કવિતાની બંદિશ રચી, પોતાની એક નવી વિદ્યાર્થિની પાસે કથક તૈયાર કરાવ્યું અને પછી તે સત્યજિત રે પોતાની ફિલ્મમાં રજુ કર્યું.

” શતરંજ કે ખિલાડી”,સંગીતકાર અને ગાયક પંડિત બિરજુ મહારાજ અને નૃત્યાંગના  કુ. સાસ્વતી સેન

શ્રી બિરજુ મહારાજ આજે લગભગ ૮૪ વર્ષની ઉંમરે ઘણા કાર્યરત છે. આપણી શાસ્ત્રીય સંગીત અને નૃત્ય  પરંપરા ઘણા પુસ્તકો લખ્યા છે .તેમને લખેલો ગઝલ ના સંઘ પણ ઉપલબ્ધ છે. બિન્દાદિન  મહારાજ ની કવિતા ઓ સંપાદિત કરી તેના સંગ્રહો પ્રકાશિત કર્યાં  છે.

લખનૌ રેલ્વે સ્ટેશન પર સ્વાગત બોર્ડ

શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

8 thoughts on “બંદિશ એક, રૂપ અનેક (૮૦) : ” निरतत ढंग ” અષ્ટપદી

 1. કથક નૃત્યના ઇતિહાસ અને ઐતહાસિક અને   અત્યન્ત સરળ અને સુંદર ઠુમરીની  કથક નૃત્યમાં  રજુઆતો   શોધીને આપણને મેળવી આપી તે બદલ નીતિનભાઈના આપણે સહુ  ઋણી છીએ. શાસ્ત્રીય સંગીતની વિવિધ રસમય રજૂઆતોની એક શૃંખલા તેમણે ખન્તથી તૈયાર કરીને નિયમિત ઉપલબ્ધ કરી છે. રસિકોને માટે તેઓ જે મહેનત કરી રહ્યા છે તે માટે તેમને જેટલા અભિનન્દન આપીએ તે ઓછા જ છે.
  મીના અને બકુલ ભટ્ટ   

 2. આપ બધાનાં સપ્રેમ પ્રતિભાનો હું આદર કરુંછું અને આપની નુક્મતાચીની વાંચવાનું મને ગમે છે. આપનો ખરા દિલ થી આભાર.
  – નીતિન વ્યાસ

 3. Mu Nitin Bhai,

  As always, you have offered a very well researched article with many videos.

  I enjoy reading your RICH language and the article itself.

  Hats 🎩 off to you, Sir

Leave a Reply to Nitin Vyas Cancel reply

Your email address will not be published.