લુત્ફ-એ-શેર: મણકો # ૬૦

ભગવાન થાવરાણી

એક અબ્દુલ અહદ ‘ સાઝ ‘ પણ હતા. હજૂ ગત વર્ષે જ જન્નતનશીન થયા. મુંબઈના એક મિત્રના ઘરે યોજાતી નાનકડી નિશસ્તોમાં એ અક્સર પોતાની અદ્ભૂત રચનાઓ પેશ કરતા રહેતા. એ મહેફિલોમાં શામેલ થવાના અનેક મોકા મેં ગુમાવ્યા અને હવે એ વીતેલો સમય પાછો તો મળશે નહીં ! એમની એક નઝ્મ નામે’ ઝિયારત ‘ તો કમાલ છે ! એ નઝ્મમાં એવા સંબંધોની વાત છે જે જીવતેજીવત મરી જાય છે. એ એવા સંબંધો હોય છે જે સ્થૂળ રીતે તો હયાત હોય છતાં આપણે એને મારી નાંખ્યા હોય છે અથવા મરવા દીધા હોય છે અને પરિણામત: આપણે એ સંબંધોની ઝિયારત કરતા રહીએ છીએ. ( ઝિયારત એટલે કોઈ મૃત વ્યક્તિની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરવી ). એ નઝ્મની વિગતે વાત ક્યારેક. ફિલહાલ સાઝ સાહેબનો મિજાજ શેરો દ્વારા જોઈએ :

આઈ હવા ન રાસ જો સાયોં કે શહર કી
હમ જાત કી કદીમ ગુફાઓં મેં ખો ગએ
( કદીમ = પ્રાચીન )
એમનો આ અંદાઝ પણ જૂઓ :
દોસ્ત અહબાબ સે લેને ન સહારે જાના
દિલ જો ઘબરાએ સમુંદર કે કિનારે જાના
( અહબાબ = લોકો )
ગાલિબની જમીન પર એમણે આ કમાલનો શેર કહ્યો છે :
ખયાલ ક્યા હૈ જો અલફાઝ તક ન પહુંચે  ‘ સાઝ ‘ 
જબ આંખ હી સે ન ટપકા તો ફિર લહુ ક્યા હૈ ..
 
જે વિચારને શબ્દોમાં ન પરોવી શકાય એનો કોઈ અર્થ નથી. સાચો કવિ એ છે જે અવર્ણનીયનું વર્ણન કરી શકે ! આ જ વાત એમના એક બીજા શેરમાંએમણે આ રીતે કહી છે :
મૈં એક સાઅત – એ – બેખુદ મેં છૂ ગયા થા જિસે
ફિર ઉસકો લફ્ઝ તક આતે હુએ ઝમાને લગે ..
 
કેટલીક ક્ષણો વીરલ હોય છે. એ ક્ષણોમાં અનાયાસ ઉદ્દભવેલો  કોઈક અદ્ભુત વિચાર કે સંવેદન દિલના તારોને સ્પર્શીને તુરંત હાથતાળી દઈ જાય છે. એ વિચારને પકડીએ, દિલમાં જગા આપીએ એ પહેલાં એ પારાની જેમ વિખેરાઈ જાય છે. બહુ નસીબદાર હોઈએ તો એ સંવેદન ઘણા સમય પછી દિલના પડળ હટાવી ફરી ઝાંકે છે અને આપણને એક મોકો ફરી મળે છે એ સંવેદનને શબ્દોમાં મૂર્ત કરવાનો. નસીબદારો જ એ તક ઝીલી શકે છે.

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

12 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૬૦

  1. હૃદયને ભીંજવે તેવા સાઝ સાહેબ ના શેરો, સાથે આપની સમજાવટ એવી કે જે મનના વિચારોને વર્ણનીય કરે !!!

    1. While elaborating the main sher in detail in Gujarati with explanation, I leave it to the ingenuity of readers to find meaning in the remaining ‘ additional ‘ Sher’s.

    2. While I make an attempt to discuss the main Sher of the article elaborately in Gujarati with my additional comments, sometimes I leave it to the ingenuity of readers to interpret the rest of the Sher’s !
      Thanks !

  2. વાહ ખુબ જ સરસ. એક એક શેર અદ્ભુત અને ખુબજ સુંદર રીતે સમજાવી તેનો અર્થ સભર ઉઘાડ આપ્યો છે. ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર. 🙏🙏🙏

  3. આ શાયર ને માણવા જેવો છે. દરેક શેર તેમની કાબેલિયત દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published.