સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ : 4) गोकुल प्रगट भए हरि आइ ।

 

राग:- बिलावल

गोकुल प्रगट भए हरि आइ ।
अमर उधारन असुर-संहारन, अंतरजामी त्रिभुवन राइ ।।

माथैं धरि बसुदेव जु ल्याए, नन्द -महर -घर गए पहुँचाई ।
जागी महरि, पुत्र-मुख देखयौ, पुलकि अंग उर मैं न समाइ ।।

गदगद कंठ। बोलि नहिं आवै, हरषवंत व्है नन्द बुलाइ ।
आवहु कंत, देव परसन भए, पुत्र भयौ, मुख देख्यौ धाई ।।

दौरि नन्द गए, सुत-मुख देख्यौ, सो सुख मापै बरनि न जाइ ।
सूरदास पहिलैँ ही माँग्यौ, दूध पियावन जसुमति माइ ।।

વિશ્લેષણ:-

દેવતાઓનાં ઉધ્ધાર કરવાને માટે અને અસુરોનો સંહાર કરવા માટે અંતર્યામી ત્રિભુવનનાથ શ્રી હરિ ગોકુળમાં પ્રગટ થયા છે. શ્રી વસુદેવજી આને મસ્તક પર રાખીને લઈ આવ્યાં અને વ્રજરાજ શ્રી નંદરાયજીને ઘેર પહોંચાડવામાં આવ્યા. માતા યશોદાએ જાગૃત થઈ જ્યારે પુત્રનું મુખ જોયું ત્યારે આપનું અંગ અંગ પુલકિત થઈ ગયું, આપના હૃદયમાં આનંદ સમાતો ન હતો. કંઠ ગદ્‍ગદ્‍ થઈ ગયો, આપનાથી બોલાતું પણ ન હતું. પરંતુ અંતે આપે શ્રી નંદજીને બોલાવ્યાં અને કહ્યું, સ્વામી પધારો, જુઓ દેવતાઓ આપણા પર પ્રસન્ન થયા છે. આપણે ત્યાં પુત્રનો જન્મ થયો છે. આ સાંભળી શ્રી નંદરાયજી દોડીને પહોંચ્યાં. પુત્રના મુખને જોઈ આપને જે આનંદ થયો તેનું વર્ણન કરી શકાય તેમ નથી.

સૂરદાસજી કહે છે કે, માતા યશોદા ! આપે તો પહેલેથી સ્વામીને દૂધ પીવડાવી ન્યોછાવર માંગી લીધી છે ત્યારે જ તો આપ અહીં પધાર્યા છે. રહી મારી વાત તો મે તો પહેલેથી ધાત્રીનાં રૂપમાં સ્વામીને દૂધ પીવડાવવાની ન્યોછાવર માંગી લીધી છે.


૧) વિશ્લેષણ:- પૂર્વી મોદી મલકાણ ( યુ.એસ.એ ) purvimalkan@yahoo.com
૨) કીર્તનકાર:- શ્રી કિરણભાઈ પ્રજાપતિkhv84252@gmail.com

Author: Web Gurjari

1 thought on “સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ : 4) गोकुल प्रगट भए हरि आइ ।

  1. અહા, કિર્તનકારભાઇ તમે તો હવેલીમાં શ્રીજીની સામે ઉભી કરી દીધી…બહુ સુંદર બહુ જ સુંદર. ખૂબ ખૂબ આભાર પૂર્વી બેન તમારું વિશ્લેષણ પણ સુંદર રહ્યું.

Leave a Reply

Your email address will not be published.