નિરંજન મહેતા
આ વિષયનો પ્રથમ ભાગ ૨૧.૦૫.૨૦૨૧ના વેબગુર્જરી મુકાયો હતો. આ બીજા ભાગમાં બાકીના ગીતોની રજૂઆત છે.
૧૯૬૪ની ફિલ્મ ‘સાંજ ઓર સવેરા’ના આ ગીતમાં એક જુદા જ પ્રકારની તડપ દર્શાવી છે.
यही है वो सांज और सवेरा जिस के लिए तडपे हम सारा जीवन
ગુરુદત્ત અને મીનાકુમારી આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર આશા ભોસલે અને રફીસાહેબના.
૧૯૬૫ની ફિલ્મ ‘પૂનમ કી રાત’નું ગીત છે
दिल तडपे तडपाये जिन के मिलन को तरसे
મનોજકુમાર પર રચાયેલ આ ગીતના રચયિતા છે શૈલેન્દ્ર જેને સંગીત આપ્યું છે સલિલ ચૌધરીએ. સ્વર રફીસાહેબનો.
૧૯૬૬ની ફિલ્મ ‘દિલ ને ફિર યાદ કિયા’નુ તડપભર્યું ગીત છે
ये दिल है मुहब्बत का प्यासा इस दिल का तड़पना क्या कहिये
ધર્મેન્દ્ર પર રચાયેલ આ ગીતના શબ્દો છે જી.એસ.રાવલના અને સંગીતકાર છે સોનિક ઓમી. ગાનાર કલાકર મુકેશ
૧૯૬૬ની બીજી ફિલ્મ ‘અનુપમા’માં એક વિરહમાં તડપતી પત્નીના ભાવ રજુ કરાયા છે. ગીતની બીજી પંક્તિ છે
यु तड़प के ना तडपा मुझे बार बार
પિયાનો પર ગવાતા આ ગીતના કલાકાર છે સુરેખા. શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત હેમંતકુમારનું. મધુર સ્વર છે લતાજીનો.
૧૯૬૬ની જ અન્ય ફિલ્મ ‘આમ્રપાલી’માં પણ એક સ્ત્રીની તડપને દર્શાવાઈ છે.
तड़प ये दिन रात की कसक ये बिन बात की
આ વ્યથા છે વૈજયંતીમાલાની. જેને સ્વર આપ્યો છે લતાજીએ. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન
૧૯૬૬ અન્ય એક ફિલ્મ છે ‘સાવન કી ઘટા’ જેમાં એક નૃત્યગીત છે
जो दिल की तड़प ना जाने उसी से मुझे प्यार हो गया
ફિલ્મના મુખ્ય કલાકારો છે મનોજકુમાર અને શર્મિલા ટાગોર પણ આ નૃત્યગીત તેમની હાજરીમાં છે જે મુમતાઝ પર રચાયું છે. ગીતના શબ્દો એસ.એચ બિહારીના અને સંગીત ઓ.પી. નય્યરનું. ગાયક આશા ભોસલે.
૧૯૬૭ની ફિલ્મ ‘આખરી ખત’માં એક ફરિયાદ સ્વરૂપ ગીત છે જેમાં મુખડા પછીની પંક્તિ છે
तुम्ही से दिलने सिखा है तड़पना
तुम्ही को दोष दूंगी ऐ नजारों बहारो
કૈફી આઝમીના શબ્દો અને ખય્યામનું મધુર સંગીત. કલાકાર ઇન્દ્રાણી મુકરજી જેને સ્વર આપ્યો છે લતાજીએ.
૧૯૬૯ની ફિલ્મ ‘ઇંતકામ’માં એક કેબ્રે ગીત છે જેમાં અંતરામાં શબ્દો છે
क्यों तडपाये, क्यों तरसाये ओ जालिम आ जा ना
કેબ્રેની રાણી હેલન આ ગીતના કલાકાર છે જેને સ્વર આપ્યો છે લતાજીએ. ગીતકાર રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.
૧૯૭૧ની ફિલ્મ ‘પૂરબ ઓર પશ્ચિમ’ના સંદેશાત્મક ગીતના શબ્દો છે
कोई जब तुम्हारा ह्रदय तोड़ दे
तड़पता हुआ कोई छोड़ दे
સાયરાબાનુને આ સંદેશ આપે છે મનોજકુમાર. જે શબ્દોને કલ્યાણજી આણંદજીએ સંગીત આપ્યું છે તેના રચયિતા છે ઇન્દીવર અને તેને સ્વર મળ્યો છે મુકેશનો.
૧૯૭૨ની ફિલ્મ ‘કાંચ ઓર હીરા’નું ગીત જોઈએ.
नज़र आती नहीं मंजिल
तड़पने से भी क्या हांसिल
કલાકાર છે શમીમ. સંગીતકાર અને શબ્દકાર રવીન્દ્ર જૈન અને સ્વર છે રફીસાહેબનો.
૧૯૭૩ની ફિલ્મ ‘અનામિકા’નું ગીત છે
मेरी भीगी पलको से
ગીતના અંતરામાં શબ્દો છે
जैसे बिरहा की रुत मैंने काटी
तड़प के आहे भर के
દર્દભર્યા ગીતના કલાકાર છે સંજીવકુમાર જે જયા ભાદુરીને નજરમાં રાખીને આ ગીત ગાય છે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આર. ડી. બર્મનનું. સ્વર કિશોરકુમારનો.
૧૯૭૫ની ફીમ ‘દસ નંબરી’માં ગીત છે જેમાં ફરિયાદના રૂપમાં હેમામાલિની મનોજકુમારને કહે છે
मुझे दर्द रहेता है
मुझे भूख नहीं लगती
सारा दिन तड़पती हूँ
ગીતના શબ્દકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાનાર કલાકારો મુકેશ અને લતાજી.
૧૯૭૬ની ફિલ્મ ‘ફાસલા’નું ગીત છે જેની ઓડીઓ પ્રાપ્ત છે એટલે કલાકારની જાણ નથી થતી
दिल ने तड़प तड़प के तड़पना सिखा दिया
હલક્ભર્યો સ્વર છે ભુપીન્દર સિંઘનો. શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત જયદેવનું
૧૯૭૭ની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડીનું ગીત એકદમ નાનું છે ૧.૨૦ મિનિટનું.
ગીત ફિલ્માવાયું છે અમજદખાન પર અને ખૂબી એ છે કે સ્વર પણ તેનો જ છે. વાજીદઅલી શાહના શબ્દોને સંગીત આપનાર પણ એક મહાન દિગ્દર્શક સત્યજીત રે.
૧૯૭૭ની ફિલ્મ ‘અનુરોધ’નું પ્રેમિકાને આમંત્રણ આપતું ગીત છે
आजा ओ आजा
के मेरे दिल ने तड़प के
जब नाम तेरा पुकारा
કલાકાર રાજેશ ખન્ના, ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર કિશોરકુમારનો
૧૯૮૧ની ફિલ્મ ‘ખુદા કસમ’માં પાર્ટી છોડીને જતા પ્રાણને ઉદ્દેશીને આ ગીત ગવાય છે.
ज़रा ठहर जाओ
तड़प के ये दिल पुकारे
ઝાહીરા (?) પર રચાયેલ આ ગીતના શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના અને સ્વર છે સુમન કલ્યાણપુરનો. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
૧૯૮૨ની ફિલ્મ ‘બેમિસાલ’નું ગીત છે જે એક પ્રેમી પોતાની પ્રેમિકાને માટે ગાય છે.
एक रोज तड़प कर मै दिल को थाम लूँगा
શીતલને ઉદ્દેશીને અમિતાભ બચ્ચન પોતાના આ ભાવ વ્યક્ત કરે છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે આર. ડી. બર્મનનું. સ્વર કિશોરકુમારનો.
૧૯૯૨નું ફિલ્મ ‘માશુક’ના ગીતમાં એક પ્રેમી તેની પ્રેમિકાને ઉદ્દેશીને કહે છે ‘
तू भी तडपेगी एक दिन जाना
આ ગીત અયુબખાન આયેશા ઝુલ્કાને ઉદ્દેશીને ગાય છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત છે શ્યામ સુરેન્દરનું. સ્વર છે કુમાર સાનુનો.
૧૯૯૯ની અન્ય ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’નું પાર્શ્વમાં ગીત છે
तड़प तड़प इस दिल से आह निकलती है
આ ગીત સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ઉપર ફિલ્માવાયું છે જેના ગીતકાર છે મહેબુબ અને સંગીતકાર છે ઇસ્માઈલ દરબાર. ગાયક કે.કે.
આશા છે હજી પણ વધુ ગીતો રસિકોની નજરમાં આવશે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
Very nice collection and compilation. Enjoyed.