વ્યંગ્ય કવન (૬૦) : છોટાને કર્યો મોટો, મોટાને હટાવીને

પંચમ શુક્લ

છોટાને કર્યો મોટો, મોટાને હટાવીને,
સાંપ્રતને ખરીદ્યો છે ભૂતકાળ વટાવીને.

સીધાની નથી આશા, ત્રાંસાની નરી અટકળ,
ફેંકે છે દડો ફરતો માથું એ લટાવીને.

દિનરાત રટે રાખે એ નામ રટાવેલું,
રાખ્યો છે નજર સામે પોપટને રટાવીને.

નરસિંહને કહે નાચો, મીરાંને કહે ગાઓ,
પરજા છે! લખે હૂંડી કૈં ગટ્ટગટાવીને.

બે-જણને જમાડે બે, બાજોઠ બિછાવીને,
રૈયતને કરે રાજી, કોણીઓ ચટાવીને.


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

1 thought on “વ્યંગ્ય કવન (૬૦) : છોટાને કર્યો મોટો, મોટાને હટાવીને

Leave a Reply

Your email address will not be published.