સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ : ३) कीर्तन:- हरि-मुख देखि हो बसुदेव

राग:- बिलावल

हरि-मुख देखि हो बसुदेव ।
कोटि काल स्वरूप सुंदर
, कोउ न जानत भेव ।।
चारि भुज जिहिं चारी आयुध
, निरखि कै न पत्याऊ ।
अजहुँ मन परतीति नाहीं नंद-घर लै जाऊ ।।
श्वान सूते
, पहुरवा सब, नींद उपजी गेह ।
निसि अंधेरी
, बिजु चमकै, सघन बरषै मेह ।।
बंदी बेरी सबै छूटी
, खुले बज्र-कपाट ।
सीस धरि श्रीकृष्ण लीने
, चले गोकुल बाट ।।

 

सिंह आगैं, सेष पाछैं, नदी भई भरिपूरि ।
नासिका लौं नीर बाढ्यौ
, पार पैलो दूरि ।।
सीस तैं हुंकार कीनी
, जमुन जान्यौ भेव ।
चरन परसत थाह दीन्हीं
, पार गये बसुदेव ।।
महरि-ढिग उन जाइ राखे
,
 अमर अति आनंद ।
सूरदास बिलास ब्रज -हित प्रगटे आनंद कंद ।।

 

શ્રી વસુદેવજી આ શ્રી હરિનું મુખ તો જુઓ તેઓ પરમ સુંદર છે તેમ છતાં તેઓ કરોડો કાળ સમાન છે. તેના ચારે હસ્તમાં તેણે આયુધો ધારણ કરાયેલાં છે. આ આયુધોને, શ્રી હરિના આ સ્વરૂપને જોઈને પણ આપને એ વિશ્વાસ નથી થતો, કે તેઓ કંસને મારનારા છે.

અતઃ આપ આને શ્રી નંદરાયજીને ઘેર લઈ જાવ.
શ્વાન સૂઈ ગયાં છે, ઘરનાં સર્વે રક્ષકોને નિદ્રા આવી ગઈ છે, અંધારી રાત છે, વીજળી ચમકી રહી છે, વાદળો પૂરા જોરથી વરસી રહ્યાં છેબંદી બનેલાં વસુદેવજીની સર્વે બેડીઓ સ્વતઃ ખૂલી ગઈ. લોઢાનાં દરવાજા ખૂલી ગયાં. આપ મસ્તક પર પુત્રને લઈ ગોકુળનાં માર્ગ ઉપર નીકળી પડ્યાં. આગળ સિંહ દહાડ કરી રહ્યો છે, પાછળ પાછળ શેષનાગ ચાલી રહ્યાં છેયમુનામાં એ સમયે પૂરી બાઢ આવેલી હતી. પરંતુ કિનારો હજી દૂર હતો. યમુનાનું પાણી હવે નાસિકા સુધી આવી ગયું છે. પરંતુ મસ્તક પરથી શ્યામસુંદરે એવો હુંકાર કરીને યમુનાને મર્મમાં સંકેત આપી દીધો. યમુનાને એ મર્મ સમજ આવી ગયો, તેણે પ્રભુનાં ચરણોનો સ્પર્શ કરી વસુદેવજી બીજે પાર જઈ શકે તેટલો માર્ગ આપી દીધો.
 
તેમણે શ્રી નંદરાણી પાસે જઈ તેની ગોદમાં શ્રીકૃષ્ણચંદ્રને રાખી દીધાં. આનાથી દેવતાઓ ને બહુ આનંદ થયો. સૂરદાસજી કહે છે કે, આતો આનંદકંદ પ્રભુ વ્રજક્રીડા કરવા માટે પ્રગટ થયાં છે.
 

 

૧) પૂર્વી મોદી મલકાણ ( યુ.એસ.એ ) | purvimalkan@yahoo.com
૨) કીર્તનકાર:- શ્રી કિરણભાઈ પ્રજાપતિ | khv84252@gmail.com
૩) વ્રજભાષાનાં શબ્દોનો ચોક્કસ અર્થ સમજાવવા માટેનાં સાથી – શ્રી ઓમ પ્રકાશ શર્મા ( મથુરા ) 

Author: Web Gurjari

2 thoughts on “સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ : ३) कीर्तन:- हरि-मुख देखि हो बसुदेव

  1. આપે સુરદાસજી ના પદ નું સરસ વિવરણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.