લુત્ફ-એ-શેર: મણકો # ૫૨

ભગવાન થાવરાણી

મને લાગે છે, જગજીત સિંહ અને ચિત્રાજીએ જે શાયરની ગઝલો સૌથી વધુ ગાઈ હશે એ સુદર્શન ફાખિર હોવા જોઈએ . ( ફખ્ર – ગર્વ કરનાર એટલે ફાખિર ). જયદેવના સંગીતમાં ફિલ્મ ‘ દૂરિયાં ‘ માટે એમણે લખેલી એક ખૂબસુરત ગઝલના બે શેર જૂઓ :

અજનબી થે વો મેરે હમદમ નહીં થે
બેસબબ થા તેરા મિલના રહગુઝર મેં
હાદસે હર મોડ પર કુછ કમ નહીં થે ..
જીવનને નીરખવાનો એમનો દ્રષ્ટિકોણ :
ઝિંદગી  કો  કરીબ  સે  દેખો
ઈસકા ચેહરા તુમ્હેં રુલા દેગા..
આપણા રમેશ પારેખે લગભગ આવી જ વાત આ શેરમાં કહી છે :
છે વિશ્વ કાળી ચીસ જેવું  ‘ રમેશ ‘
તમે  છો  ખાસ  એના   શ્રોતામાં ..
ચિત્રા સિંહ દ્વારા ગવાયેલી ફાખિર સાહેબની આ ગઝલ મને અતિપ્રિય છે :
મુજકો એહસાસ દિલા દો કે મૈં ઝિંદા હું અભી
 
અને વિશેષ કરીને ગઝલનો આ શેર :
મેરે રુકને સે મેરી સાંસેં ભી રુક જાએંગી
ફાસલે ઔર બઢા દો કે મૈં ઝિંદા હું અભી..
 
માણસ જીવતો છે કે નહીં એના અનેક પ્રમાણ છે. એમાંનું એક છે ( અથવા હોવું જોઈએ ! ) કે એ ચાલી રહ્યો છે કે નહીં, પ્રવાહિત છે કે નહીં. જો એ સ્થગિત છે, એના વિચારો જડ, થીજેલા છે તો એ છતા શ્વાસે મૃત છે. માટે જો ‘ ક્યાંક પહોંચવામાં ‘  હવે થોડુંક અંતર જ બાકી રહ્યું હોય તો કંઈક એવું કરો કે એ અંતર પાછું વધી જાય ! જે પૂરી થઈ જાય એ યાત્રા ન કહેવાય !
 
ઝિંદગી  કી  લૌ  મેં  ઈઠલાના  મચલના  થા  હમેં
કૈસી મંઝિલ ? ક્યા પહુંચના ? સિર્ફ ચલના થા હમેં..

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

3 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૫૨

  1. વાહ….. સર…..

    જે પૂરી થઈ જાય એ યાત્રા ન કહેવાય !

    ઝિંદગી કી લૌ મેં ઈઠલાના મચલના થા હમેં
    કૈસી મંઝિલ ? ક્યા પહુંચના ? સિર્ફ ચલના થા હમેં..

    આ આપની પંક્તિઓ ખૂબસુરત છે….

Leave a Reply to Bhagwan thavrani Cancel reply

Your email address will not be published. Required fields are marked *