ભગવાન થાવરાણી
મને લાગે છે, જગજીત સિંહ અને ચિત્રાજીએ જે શાયરની ગઝલો સૌથી વધુ ગાઈ હશે એ સુદર્શન ફાખિર હોવા જોઈએ . ( ફખ્ર – ગર્વ કરનાર એટલે ફાખિર ). જયદેવના સંગીતમાં ફિલ્મ ‘ દૂરિયાં ‘ માટે એમણે લખેલી એક ખૂબસુરત ગઝલના બે શેર જૂઓ :
અજનબી થે વો મેરે હમદમ નહીં થે
બેસબબ થા તેરા મિલના રહગુઝર મેં
હાદસે હર મોડ પર કુછ કમ નહીં થે ..
જીવનને નીરખવાનો એમનો દ્રષ્ટિકોણ :
ઝિંદગી કો કરીબ સે દેખો
ઈસકા ચેહરા તુમ્હેં રુલા દેગા..
આપણા રમેશ પારેખે લગભગ આવી જ વાત આ શેરમાં કહી છે :
છે વિશ્વ કાળી ચીસ જેવું ‘ રમેશ ‘
તમે છો ખાસ એના શ્રોતામાં ..
ચિત્રા સિંહ દ્વારા ગવાયેલી ફાખિર સાહેબની આ ગઝલ મને અતિપ્રિય છે :
મુજકો એહસાસ દિલા દો કે મૈં ઝિંદા હું અભી
અને વિશેષ કરીને ગઝલનો આ શેર :
મેરે રુકને સે મેરી સાંસેં ભી રુક જાએંગી
ફાસલે ઔર બઢા દો કે મૈં ઝિંદા હું અભી..
માણસ જીવતો છે કે નહીં એના અનેક પ્રમાણ છે. એમાંનું એક છે ( અથવા હોવું જોઈએ ! ) કે એ ચાલી રહ્યો છે કે નહીં, પ્રવાહિત છે કે નહીં. જો એ સ્થગિત છે, એના વિચારો જડ, થીજેલા છે તો એ છતા શ્વાસે મૃત છે. માટે જો ‘ ક્યાંક પહોંચવામાં ‘ હવે થોડુંક અંતર જ બાકી રહ્યું હોય તો કંઈક એવું કરો કે એ અંતર પાછું વધી જાય ! જે પૂરી થઈ જાય એ યાત્રા ન કહેવાય !
ઝિંદગી કી લૌ મેં ઈઠલાના મચલના થા હમેં
કૈસી મંઝિલ ? ક્યા પહુંચના ? સિર્ફ ચલના થા હમેં..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાહ….. સર…..
જે પૂરી થઈ જાય એ યાત્રા ન કહેવાય !
ઝિંદગી કી લૌ મેં ઈઠલાના મચલના થા હમેં
કૈસી મંઝિલ ? ક્યા પહુંચના ? સિર્ફ ચલના થા હમેં..
આ આપની પંક્તિઓ ખૂબસુરત છે….
ખૂબ ખૂબ આભાર ઉર્મિલાબેન !
Waaaaaaaah