તડપ/તડપાનાને લગતાં ફિલ્મીગીતો : तडपने से क्या हासिल

નિરંજન મહેતા

વિરહને કારણે તડપ અનુભવતા નાયક અને નાયિકા દ્વારા ગવાયેલા તડપને દર્શાવતા ફિલ્મીગીતો અનેક છે. કોઈક ગીતો નફરત દર્શાવે છે તો કોઈક મનની પરિસ્થિતિ. આને લગતા ગીતો ઘણા મળ્યા છે એટલે થોડા ગીતો આ લેખમાં અને બાકીના થોડા ગીતો હવે પછીના લેખ (ભાગ ૨)માં આપવા માંગુ છું.

સૌ પ્રથમ જે ગીત નજરમાં આવ્યું છે તે છે ૧૯૪૯ની ફિલ્મ ‘નમુના’નું.

ગીતની અંતિમ બે પંક્તિઓમાં આ તડપને દર્શાવાઈ છે

तडपा के मुझे अब छोड़ दिया
दिल तोड़ने वाले याद रहे हो याद रहे

કલાકારો છે કિશોર સાહુ અને કુક્કુ. ગુલશન જલાલાબાદીના શબ્દો અને સી. રામચંદ્રનું સંગીત.

इक बेवफा की याद ने
तड़पा के मार डाला

સુરૈયાની અદાકારી અને સ્વર જેના રચયિતા છે શકીલ બદાયુની અને સંગીત શ્યામ સુન્દરનું. ગીતનો ઓડીઓ જ પ્રાપ્ત છે.

૧૯૫૦ની ફિલ્મ ‘બાવરે નૈન’નું ગીત એક ફરિયાદના રૂપમાં છે અને સામે તેવો જ જવાબ મળે છે.

खयालो में किसी के इस तरह आया नहीं करते
किसी को बेवफा आया के तड़पाया नहीं करते

રાજકપૂર અને વિજયાલક્ષ્મી પર આ ગીત રચાયું છે. ગીતના શબ્દો કેદાર શર્માના અને સંગીત રોશનનું. મધુર સ્વર છે મુકેશ અને ગીતા દત્તના.

૧૯૫૦ની ફિલ્મ ‘શાન’માં જે ગીત છે તેમાં તડપને કારણે જુદો જ અભિગમ દર્શાવાયો છે.

तड़प ऐ दिल तड़पने से ज़रा आराम आता है

સુરૈયા અભિનિત અને ગાયેલ આ ગીતના શબ્દો છે કૈફ ઈર્ફાનીનાં અને સંગીત હંસરાજ બહેલનું આ ગીતનો પણ ફક્ત ઓડીઓ પ્રાપ્ત છે.

૧૯૫૦ની ફિલ્મ ‘આધી રાત’માં પણ તડપના જુદા જ ભાવ વ્યક્ત થાય છે

दिल ही तो है तड़प गया
दर्द से भर न आये क्यों

અસદ ભોપાલીનાં શબ્દો અને હંસરાજ બહેલનું સંગીત. ગીત નરગીસ પર ફિલ્માવાયું છે જેને સ્વર આપ્યો છે લતાજીએ. વિડીઓ પ્રાપ્ત નથી પણ સુંદર ગીતને કારણે ઓડીઓ મુક્યો છે.

૧૯૫૧ની ફિલ્મ ‘નૌજવાન’નું ગીત એક ફિલસુફીભર્યું ગીત છે.

दिल का दर्द ना जाने दुनिया जाने दिल तड़पना

ગીતના અદાકારા છે નલીની જયવંત જેને સ્વર આપ્યો છે લતાજીએ. શબ્દો સાહિર લુધિયાનવીના અને સંગીત સચિન દેવ બર્મનનું.

૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’નું આ ગીત હજી પણ માણવા લાયક છે. કારણ તેમાં તડપ બહુ સુંદર રીતે વ્યક્ત થઇ છે.

आ जाओ तड़पते है अरमान अब रात गुजरने वाली है

નરગીસ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર લતાજીનો.

૧૯૫૧ની ફિલ્મ ‘સબ્ઝ બાગ’ (નામ સાભળ્યું હતું?) તેનું ગીત છે

मेरे दिल के तड़पने का तमाशा देखने वाले

ગીતમાં કલાકાર કોણ છે તે નથી જણાવાયું પણ ફિલ્મમાં મુખ્ય કલાકર નિમ્મી છે. અઝીઝ કાશ્મીરીનાં શબ્દો અને વિનોદનું સંગીત. ગાનાર લતાજી. આ ગીતનો પણ વિડીઓ પ્રાપ્ત નથી. એટલે ઓડીઓ આપ્યો છે.

૧૯૫૨ની ફિલ્મ ‘પરછાઈ’નાં અંતરામાં કહ્યું છે

उसे तो क़त्ल करना और तडपाना ही आता है

વી. શાન્તારામ અને જયશ્રી પર રચાયેલ આ ગીતના રચયિતા છે નૂર લખનવી અને સંગીત સી. રામચંદ્રનું. તલત મહેમુદ ગાનાર કલાકાર.

૧૯૫૨ની ફિલ્મ ‘નયા ઘર’માં તડપતાં દિલને ‘એમને’ ભુલી જવાની તરકીબ શીખવાડાય છે, કેમકે તડપવાથી પણ હવે કશું વળવાનું નથી.

उन्हे तू भुल जा अय दिल, तडपने से क्या हासिल

તલત મહમૂદના સ્વરને પૂર્ણતઃ ન્યાય આપતું આ દર્દભર્યું ગીત શૈલેન્દ્ર એ લખ્યું છે અને શંકર જયકિશને સ્વરબધ્ધ કરેલ છે.

૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ બાવરા’માં એક જુદા જ પ્રકારની તડપ દર્શાવાઈ છે, ઈશ્વરના દર્શનની.

मन तड़पत हरी दर्शन को आज

કલાકાર ભારત ભૂષણ ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર નૌશાદ. દર્દભર્યો સ્વર રફીસાહેબનો.

૧૯૫૭ની ફિલ્મ ‘બરખા’નું એક છેડછાડભર્યું તડપને લગતું ગીત.

तडपाओगे तडपा लो हम तड़प तड़प के गीत तुम्हारे गायेगे

શોભા ખોટે અને અનંતકુમાર અભિનિત આ ગીતના શબ્દો છે રાજીન્દર ક્રિષ્ણના જેને સંગીત આપ્યું છે ચિત્રગુપ્તે. લતાજીનો સ્વર.

૧૯૫૮ની ફિલ્મ ‘મધુમતી’નાં આ સદાબહાર ગીતમાં વિરહની વેદના દર્શાવાઈ છે

दिल तड़प तड़प के कह रहा है आभी जा

તડપ અનુભવતા કલાકારો છે દિલીપકુમાર અને વૈજયંતીમાલા. આ તડપને ઉજાગર કરે છે શૈલેન્દ્ર જેમાં સંગીતનો સાથ આપ્યો છે સલીલ ચૌધરીએ. મુકેશ અને લતાજી ગાયક કલાકારો.

૧૯૫૮ની ફિલ્મ ‘સાધના;નું ગીત એક વારાંગનાની વ્યથા દર્શાવે છે.

संभल ऐ दिल तड़पने और तडपाने से क्या होगा

સુનીલ દત્ત અને વૈજયંતીમાલા આ ગીતના કલાકારો છે. શબ્દો સાહિર લુધિયાનવીનાં અને સંગીત એન. દત્તાનું. સ્વર આશા ભોસલે અને રફીસાહેબના

૧૯૫૯ની ફિલ્મ ‘નવરંગ’માં એક કલાકારની તડપને દર્શાવાઈ છે

तू छुपी है कहा मै तड़पता यहाँ

મહિપાલ અને સંધ્યા ગીતના કલાકારો છે. ભરત વ્યાસના શબ્દો અને સી. રામચંદ્રનું સંગીત જેને સ્વર આપ્યો છે આશા ભોસલે અને મન્નાડેએ.

૧૯૫૯ની ફિલ્મ ‘લવ મેરેજ’નાં ગીતમાં દૂર રહીને તડપ અનુભવતી નાયિકા કહે છે

करीब आओ ना तड़पाओ

ગીત દેવઆનંદને ઉદ્દેશીને ગવાયું છે જે પ્રણોતિ ઘોષ પર રચાયું છે. શૈલેન્દ્રનાં શબ્દોને સંગીતથી સજાવ્યા છે શંકર જયકિસને અને ગાનાર કલાકર છે ગીતા દત્ત.

પ્રેમચંદજીની પ્રસિદ્ધ વાર્તા ગોદાન પરથી ૧૯૬૩મા બનેલી ફિલ્મ ‘ગોદાન’ના નૃત્યગીતના શબ્દો છે

ओ बेदर्दी क्यूँ तडपाये जियरा मोरा रीझाय के

અનજાનના શબ્દોને સંગીત આપ્યું છે રવિશંકરે જે મહેન્દ્ર કપૂર અને ગીતા દત્તના સ્વરમાં છે. નૃત્યગીતના કલાકારોનાં નામ ઉપલબ્ધ નથી.

હવે પછીના લેખમાં આ વિષયનાં વધુ ગીતો.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

1 thought on “તડપ/તડપાનાને લગતાં ફિલ્મીગીતો : तडपने से क्या हासिल

Leave a Reply

Your email address will not be published.