બંદિશ એક, રૂપ અનેક (૭૮) : “Imagine….દિવાસ્વપ્ન”

નીતિન વ્યાસ

“Reminiscent Images, 1990” Panting by Padma Awardee Shri Jyoti Bhatt

૧ નવેમ્બર ૧૯૫૫,  અમેરિકા  (U.S.A) એ વિયેતનામ ની લડાઈ માં જંપલાવ્યું. જે છેક ૩૦એપ્રિલ,૧૯૭૫ માં ખતમ થઇ. આશરે  ૩,૬૫,૦૦૦ લોકોએ પોતાના જાન ગુમાવ્યા.

૧૯૭૦ ની આજુબાજુનાં એ અત્યંત હતાશાના સમયમાં એક સાદા સીધા સાદા ગીત પર લોકોનું ધ્યાન ગયું. કોઈપણ વાજિંત્રો કે તાલ આપતા વાદ્યો વિના ખાલી પીયાનોની સંગતે  કોઈ ગાતું હતું:

Imagine there’s no countries
It isn’t hard to do
Nothing to kill or die for
And no religion too
Imagine all the people living life in peace, you

આ  વિશ્વ શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતાં આ ગીતમાં ધર્મ નિરપેક્ષતા અને સરહદ વિનાના રાષ્ટ્રોની કલ્પના છે, સારી મનુષ્ય જાતિનું એક રાષ્ટ્ર, એક વિશ્વ હોય તો….કલ્પના કરો.

આ  મહા ઉપનિષદ નાં  એક શ્લોક ની યાદ અપાવે છે:

अयं बन्धुरयंनेति गणना लघुचेतसाम्
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥

અર્થાત્:

यह मेरा है, वह पराया है, ऐसे छोटे विचार के व्यक्ति करते हैं।
उच्च चरित्र वाले लोग समस्त संसार को ही परिवार मानते हैं॥

IMAGINE……..by John Lennon                       દીવાસ્વપ્ન…ભાવાનુવાદ…સરયૂ પરીખ

Imagine there’s no heaven                                                  કલ્પના કરો કે ન હોય દેવલોક
It’s easy if you try                                                                   જો કરશો કોશિશ, તો સહેલું છે માનવું કે,
No hell below us                                                                      ના હો નીચે નર્ક
Above us only sky                                                                   ઉપર કેવળ આકાશ
Imagine all the people living for today                        કલ્પના કે… માનવ  સૌ  જીવી રહ્યાં આજમાં રમમાણ

Imagine there’s no countries                                                  કલ્પના કરો કે  વિવિધ દેશો નથી,
It isn’t hard to do                                                                       એવું કરવું ખાસ અઘરું નથી
Nothing to kill or die for                                                          મારવા – મરવાનું કોઈ કારણ નથી
And no religion too                                                                   અને ધર્મધારાનો આંતરો નથી
Imagine all the people living life in peace, you          કલ્પના કે… માનવ સૌ જીવતા શાંતિમય જીવન…અહા!

Imagine no possessions                                                            કલ્પના કે માલિકીની ભાવના નહીં
I wonder if you can                                                                    મને વિસ્મય છે કે તમે માનશો કેમ
No need for greed or hunger                                                   લાલચ અને ભૂખના અભરખા નહીં
A brotherhood of man                                                              માનવ માનવ વચ્ચે હોય ભાઈચારો
Imagine all the people sharing all the world, you     કલ્પના કે… સૌ  જનમાં સૌજન્ય  વૈશ્વિક સમભાવ…અહા!

You may say I’m a dreamer                                                      તમે અગર કહેશો કે હું છું સ્વપ્નશીલ
But I’m not the only one                                                            પણ હું એકલો નથી
I hope someday you’ll join us                                                    મને આશા છે, આપ પણ થાશો સામેલ
And the world will be as one                                             અને એક હશે આપણું અબાધિત આ વિશ્વ…અહા!

ગીતકારઃ જોહ્ન વિન્સ્ટન લેનન                                                    ભાવાનુવાદઃ સરયૂ પરીખ
Songwriter: Ono & John Winston Lennon                                           www.saryu.wordpress.com    

આ ગીતના રચયિતા અને ગાનાર જોન લેનન વિષે જાણીયે:

ઈંગ્લેન્ડ નાં પૂર્વ એટલાન્ટિક મહાસાગર અને મરસી નદી ના સંગમ પર વસેલું શહેર લિવરપૂલ નું સોળમી સદીમાં વિકાસ પામેલું બંદર ઘણી ઐતિહાસિક ઘટનાઓ નું સાક્ષી રહ્યું છે. વર્ષ૧૬૯૯ માં આફ્રિકા થી ગુલામો ને પકડી લાવેલું પ્રથમ વહાણ આ બંદરે આવેલું. દરિયાય રસ્તે વેપાર વધતાં યુરોપના દેશો માંથી ઘણા હિજરત કરી લિવરપૂલ માં સ્થાયી થયા. એમ કહેવાય છે કે આ કારણે આ શહેરમાં ક્રિકેટ કરતાં ફૂટબૉલ ની રમત વધુ લોકપ્રિય છે. લિવરપૂલ ની ફૂટબૉલ ટીમ પણ યુરોપિયન લીગ માં મહત્વ નું સ્થાન ધરાવે છે..

આ લિવરપૂલ ગામમાં માર્ચ ૧૯૫૭ માં એક ૧૬ વર્ષના અલ્લડ છોકરા એ તેની આર્ટ સ્કૂલ ના મિત્ર સાથે મળી એક બેન્ડ શરૂ કર્યું, નામ આપ્યું બ્લેક જેક. તે છોકરા નું નામ જોન લેનન તેનો મિત્ર સ્ટુઅર્ટ સટક્લીફ.

થોડા સમય બાદ એક ગિટાર વગાડવાનો શોખીન ૧૫ વરસ નો પૉલ મેકાર્ટની જૉન સાથે જોડાયો. જોન ની જે પોલ પણ ગીતો લખતો હતો. ટુંક સમયમાં બંને ગાઢ મિત્રો બની ગયા. દરમિયાન પોલ તેના ૧૩ વર્ષ ના મિત્ર અને ગાયક જ્યોર્જ હેરીસન ને લેતો આવ્યો. આ ત્રણે ભેગા મળી પૉપ સંગીત (Popular Music) સ્થાનિક ક્લબ માં ગાવાનું અને વગાડવાનું શરૂ કર્યું. પણ તેઓને જરૂર લાગી એક ડ્રમર ની અને તે ખોટ પુરી પાડી રિંગો સ્ટાર નામના ૧૮ વર્ષના યુવાને જે ક્લબ માં વગાડતો હતો. આમ આ પૉપ સંગીત માં દુનિયા માં પોતાના સંગીત લોકચાહના મેળવેલ “બીટલ્સ” ગ્રુપ નો ૧૯૬૦ માં પ્રારંભ થયો. જૉન અને પૉલ ગીતો લખે અને ચારે સાથે મળી ધૂન બનાવે. પછીના વર્ષોમાં આ ગ્રુપ ઉત્તરોત્તર લોકપ્રિયતા ના શિખરો સર કરતું જોવા મળ્યું. આ વર્ષો દરમ્યાન રેકર્ડ અને બીટલ્સ ની આંતરરાષ્ટ્રીય કોન્સર્ટ માંથી કમાણી નો ધંધો એટલો ધમધોકાર ચાલ્યો કે બ્રિટન નું એક્સપોર્ટ માર્કેટ અને વિદેશી હૂંડિયામણ જે બિલકુલ ઓક્સિજન ઉપર હતું તેને જીવતદાન – મહા જીવતદાન મળ્યું.

રેકર્ડ સંગીતની એક્સપોર્ટ માર્કેટ હૂંડિયામણ કમાવવાની ખાણ સાબિત થઈ. દેશની અર્થવ્યવસ્થા એકદમ સુધારી ગઈ. ડામાડોળ અર્થતંત્ર એકદમ સમૃદ્ધ થઈ ગયું.

૧૯૭૦ ની સાલમાં આ ગ્રુપ બરખાસ્ત થઈ ગયું.

એક સમયના વિખ્યાત .પૉપ સંગીત પીરસતા “બીટલ્સ” ગ્રૂપના સ્થાપક અને સાથીદાર: જોન લેનન સ્વ-કંઠે સ્વર અને સંગીત રચના:

આજ ગીતને વિખ્યાત ઓડિસી નૃત્યાંગના શ્રી વૃંદા ચઢ્ઢા ની કલાત્મક સાભિનય પ્રસ્તુતિ જોઈએ , ગાયકો શ્રી ગાથા, આદિત્ય નાયર અને અપૂર્વ, નિયોજક યેશુ યુવરાજ

એક વિશ્વ શાંતિ અને બંધુત્વ ની ભાવના થી લખાયેલા આ ગીત ને National Anthem for a Free World: સર્વ બંધન થી મુક્ત દુનિયા નું રાષ્ટ્રગીત ગણવામાં આવે છે. અને એટલે ઘણાં આંતરરાષ્ટ્રીય સમારંભમાં ગાવામાં આવે છે.
અમેરિકન ગાયિકા, ચાર ગ્રેમી એવોર્ડ વિજેતા શ્રી ટ્રેસી ચૅપમૅન

શ્રી ફારૂક બલસારા, (૧૯૪૬-૧૯૯૧) ઝાંઝીબાર માં રહેતા ભારત થી આવેલા એક પારસી દંપતીનું સંતાન. પહેલા પંચગીની અને ત્યાર બાદ ઈંગ્લેન્ડ ભણવા જતાં દીકરાને રૉક મ્યુઝિક ની લગની લાગી. પોતે ગીતો લખે, સ્વરબદ્ધ કરે અને ગાય પણ ખરો. ખૂબી એ હતી છેક ચોથી સરગમ (four-octave vocal range) સહેલાઈ થી ગાય શકતો હતો. પોતાનું બેન્ડ બનાવ્યું અને નામ આપ્યું “Queen”:.
જોન લેનન ને અંજલિ આપતાં – Queen. -જીવંત કાર્યક્રમ

બ્રિટિશ ગાયક અને સંગીતકાર સર એલ્ટન જ્હોન. ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્ક માં -જીવંત કાર્યક્રમ

એટલાન્ટા, સાલ ૧૯૯૬ ની ઓલમ્પિક સમારોહ માં અંધ ગાયક શ્રી સ્ટીવી વન્ડર્સ

સાલ ૨૦૧૫ની યુરોપીઅન ગેમ્સના ઉદઘાટન સમારોહ માં અમેરિકન પૉપ ગાયિકા લેડી ગાગા

UNICEF World Version of song “Imagine”

યુનિસેફ ની ૭૦મી વર્ષગાંઠે યુવા સંઘ દ્વારા

લંડન સાલ ૨૦૧૨, સમર ઓલમ્પિક

એક વિકલાંગ માટેની શાળાનાં બાળકો:

અમેરિકન પૉપ, ક્લાસિકલ લોકસંગીત ના બધા કલાકારો ભેગા મળી જોન લેનન ની યાદ માં – જીવંત :

ઇન્ટરનેટ દ્વારા વિવિધ દેશોના કલાકારો નો જીવંત પ્રોગ્રામ:

એક સમય અમેરિકાની યેલ વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલા સંગીતકાર અને કલાકાર શ્રી રણવીર લાહિરી – સિતાર પર આજ ધૂન

ઇટાલીની મેડોના લુઈસ સિકોની યાને કે Quinn of Pop Music પ્રખ્યાત ગાયિકા મેડોના:

શેરીનો ગાયક આંદ્રેસ મેકનામારા

આ લોકડાઉન સમયમાં એક કલાકાર ઘરની બારી પાસે

ઈરાક ની લડાઈ દરમિયાન એક તજી દીધેલો જીવ માટે તરફડિયા મારતું બાળક કચરાના ડબ્બા માંથી બે સૈનિક ને મળે છે. સૈનિકો એ બાળકને એક ખોખામાં મૂકી બગદાદ ના મધર ટેરેસા ના અનાથ આશ્રમ માં મુકી આવે છે. બાળકને લકવા છે, અહીં કામ કરતી સેવિકા તેને નામ આપે છે “ઇમેન્યુએલ’ . જેનો અર્થ બાઇબલ માં આપ્યો છે :”God is with us”. અહીં આ બાળક સાત વરસ સુધી રહે છે તેને ખ્યાલ આવી ગયો છે કે તેનો એક હાથ અને બંને પગો વિકસિત નથી. અહીં તેને તેનો ભાઈ અહેમદ મળે છે. લડાઈ ચાલુ જીવન જોખમે પણ બંને ભાઈઓ અનાથ આશ્રમમાં ખુબ સેવાકાર્યો કરે છે. અલ્બેનિયા માં માનવ સેવા નું કાર્ય કરતાં ઓસ્ટ્રેલિયન સન્નારી આ બંને ભાઈઓ ની વાત અખબારમાં વચ્ચે છે. તે આ ભાઇઓને દત્તક લે છે, નથી પાસપોર્ટે કે જન્મ નું પ્રમાણપત્ર. પણ ઓસ્ટ્રેલિયન સરકાર ની મદદ થી તે ભાઇઓને પોતાની સાથે ઓસ્ટ્રેલિયા લેતા આવે છે. ઇમેન્યુએલ ની છ એક સર્જરી થાય છે. વરસો પછી ઇમેન્યુએલ અને તેના પાલક માતા નું મિલન આ વીડિયો માં જોવા મળે છે:

૮ ડીસેમ્બર ૧૯૮૦: ન્યુ યોર્ક નાં પરાં ડાકોટમાં જૉન અને તેમનાં જાપનીઝ પત્ની યોકો નું ઘર હતું. આજે થોડી અગત્ય ના કામો હતાં. સવારે ખરપત્રીઓ સાથે મુલાકાત, બપોરે એક બુક ક્લબ માં હાજરી આપવાની અને ત્યાર પછી ફોટો સેશન અને સાંજે રેકોર્ડિંગ સ્ટુડિયો માં જવાનું. બધું સમય પ્રમાણે ચાલ્યું. બપોરે બુક ક્લબ ની મુલાકાતમાં થોડી વ્યક્તિઓ એ લેનન નાં હસ્તાક્ષર લીધા. તે પૈકીના એક ર૫ વર્ષ નો બીટલ ફેન માર્ક ડેવિડ ચૅપમૅન પણ હતો.

મોડી સાંજે લેનન અને યોકો સ્ટુડીઓથી કાર્ય પતાવી ઘરે પાછા આવ્યા. ઘરમાં જતાં નાના માર્ગ પાસે સંતાયેલા એક શખ્સ એકાએક બહાર આવ્યો, લેનનને આંતરી રીવોલ્વરમાંથી ત્રણ ચાર ગોળી લેનનનાં શરીરમાં ધડાધડ ધરબી દીધી. હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું.

એ યુવાન નું નામ હતું માર્ક ડેવિડ ચેપમેન. તેની ઘૃણા, નારાજગી કહો કે ગુસ્સા નું કારણ, જેને લીધે આ અમાનુષી અત્યાચાર કર્યો તે બાબત નામદાર કોર્ટ માં બયાન આપતાં કહ્યું: પોતે બીટલ્સનો ફેન છે, પણ આ લેનન – યોકો નું બેફિકરું જીવન, તેનું બયાન, “We are more popular than Jesus Christ” અને તેણે લખેલ આ ગીત કોઈ અધર્મી – ભગવાન જેવું કઈ છે જ નહીં એવું માનવાવાળા જ લખી શકે. તે કડીઓ હતી:

“Imagine………….
Nothing to kill or die for
And no religion too
I am a dreamer…….

લેનન ની ઉંમર ૪0 વર્ષની હતી. માર્ક ચૅપમૅન હજુ જેલમાં છે, તેની ઉમર ૬૫ વર્ષની છે

આમ બ્રિટનના લીવરપુલ ગામના એક કિશોરની ઐતિહાસિક સંગીત યાત્રાનો અંત ન્યુયોર્કમાં આવ્યો. પણ લીવરપુલ તેને ભૂલ્યું નહીં. ત્યાંના એરપોર્ટનું નામ છે: “Liverpool John Lennon Airport”


(આદર સાથે આભાર: પદ્મ પારિતોષિકથી સન્માનિત શ્રી જ્યોતીભાઈ ભટ્ટ, સાથે પ્રતિષ્ઠિત નવલકથાકાર અને કવયિત્રી શ્રીમતી સરયુબેન પરીખ – સરસ ભાવાનુવાદ લખી આપવા માટે- નીતિન)


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

6 thoughts on “બંદિશ એક, રૂપ અનેક (૭૮) : “Imagine….દિવાસ્વપ્ન”

 1. Beatles…
  વાહ, આપે ઘણી મધુર યાદો તાજી કરી આપી! પ્રથમ તો આ બઁડના બેઝ ગિટારિસ્ટ સ્ટુઅર્ટ સટક્લિફ, જેનો ઉલ્લેખ આપે કર્યો, તેણે બઁડ છોડ્યા પછી તેની જગ્યાએ લીડ ગિટારિસ્ટ જ્યોર્જ હેરિસન આવ્યા. તેમનું ખાસ મહત્વ એટલા માટે કે તેમણે Hertordshireમાં Elstree નામના ગામની નજીક આવેલ તેમની વિશાળ જમીન સાથેની હવેલી – જેની કિંમત પાંચસો કરોડ કરતાં પણ વધુ છે, હરે કૃષ્ણ સંસ્થાને દાનમાં આપી. આજે તે ‘ભક્તિવેદાંત મેનોર’ના નામથી ઓળખાય છે. બ્રિટનના અમારા વાસ્તવ્ય દરમિયાન આ ગામમાં અમે વીસ વર્ષ રહ્યા હતા અને નિયમિત રીતે ત્યાં જતા.
  બીટલ્સમાં રિંગો સ્ટાર જોડાયો તે પહેલાં પીટ બેસ્ટ તેમનો ડ્રમર હતો, જેનો જન્મ ભારતમાં ચેન્નઈમાં થયેલ!
  આભાર!

  1. કેપ્ટન સાહેબ, આપના પ્રતિભાવ  અને રસપ્રદ માહિતી બાદલ સાદર આભાર.માનું છું. જૉન લૅનનનો પહેલો મિત્ર સ્ટુઅર્ટ સટક્લીફ બંને આર્ટ સ્કૂલ થી સાથે. પણ સ્ટુઅર્ટ આર્ટિસ્ટ – ચિત્રકાર તરીકે કેરીઅર બનાવી. આજે પણ તેના ચિત્રો ની પ્રિન્ટ  કોઈ વેબસાઇટ ઉપરથી ખરીદી શકાય છે.  સાલ ૧૯૬૨ માં ૨૨ મેં વરસે તો તે ગુજરી ગયો. 

 2. Very interesting article on “IMAGINE”. We have listen this many times but detailed analysis of this is
  superb. Thanks Nitinbhai.
  Moreover additional information from Resp.Capt Narendra is also interesting

 3. Nitinbhai,
  આપે પસંદ કરેલ ગીત વર્તમાનની પરિસ્થિતિને અનુરૂપ ,
  બધા કલાકારોને સાંભળવાની મજા આવી . એલ્ટન જોહ્ન અને સ્ટીવ વન્ડરને ઘણા વખતે સાંભળ્યા , જોન લેનન વિષે આપની માહિતી . આપના રિસર્ચને સલામ.
  👌👌👍.
  સર્યુબેન તમે કરેલ સુંદર ભાવાનુવાદ.

Leave a Reply

Your email address will not be published.