નિરંજન મહેતા
તા. ૨૩.૦૪.૨૦૨૧ના લેખમાં ઝુલ્ફ્ને લગતા કેટલાક ગીતોનો રસાસ્વાદ અનુભવ્યો હતો. આ લેખમાં બાકીના ગીતોની નોંધ લેવાઈ છે. ક્યાંક કોઈ ગીત રહી ગયું હોય તો જણાવવા વિનંતી.
૧૯૬૪ની ફિલ્મ ‘ગંગા કી લહેરે’નું એક છેડછાડભર્યું ગીત છે
छेड़ो ना मेरी जुल्फे
ગીતના કલાકારો કુમકુમ અને કિશોરકુમાર. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે ચિત્રગુપ્તે. સ્વર છે લતાજી અને કિશોરકુમારના.
૧૯૬૪ની ફિલ્મ ‘આવારા બાદલ’નું ગીત પણ આવા પ્રકારનું છે.
मेरी जान ना जुल्फे खोलो :
ગીતના શબ્દો જાનીસાર અખ્તરના અને સંગીત ઉષા ખન્નાનું જેને સ્વર મળ્યો છે મુકેશનો. અજીત આ ગીત રાગિણીને ઉદ્દેશીને ગાય છે.
૧૯૬૪ની ફિલ્મ ‘કાશ્મીર કી કલી’નું ગીત સૌન્દર્યની પ્રશસ્તિનું ગીત છે
ये चाँद सा रोशन चहेरा जुल्फों का रंग सुनहरा
કહેવાય છે ગીતમાં આવતા શબ્દો “તારીફ કરૂ ક્યા તેરી” જેટલી વાર આવે છે ત્યારે શમ્મીકપૂર તે શબ્દો દરેક વખતે જુદી જ તરેહથી અદા કરે છે. રૂપના વખાણ શર્મિલા ટાગોરના થાય છે જેને શબ્દદેહ આપ્યો છે એસ. એચ. બિહારીએ અને સંગીત મળ્યું છે ઓ.પી.નય્યરનું. મસ્તીભર્યો સ્વર રફીસાહેબનો.
૧૯૬૫ની ફિલ્મ ‘મેરે સનમ’માં વિશ્વજીતને આકર્ષવા આ ગીતમાં મુમતાઝ તેની આગવી અદાકારી દર્શાવે છે.
ये है रेशमी जुल्फों का अंधेरा ना गभराईऐ
મજરૂહ સુલતાનપુરીના શબ્દો અને ઓ.પી. નય્યરનું સંગીત. મદભર્યો સ્વર આશા ભોસલેનો.
૧૯૬૫ની ફિલ્મ ‘કાજલ’નું ગીત આમ તો હેલનના મુજરા પર રચાયું છે પણ નશામાં મસ્ત રાજકુમાર તેના ઝુલ્ફ્ને જોઇને કહે છે
ये ज़ुल्फ़ अगर खुल के :बिखर जाए तो अच्छा है
મદહોશ શબ્દોના રચયિતા સાહિર લુધિયાનવી જેને સંગીત આપ્યું છે રવિએ. મદભર્યો સ્વર રફીસાહેબનો.
૧૯૬૬ની ફિલ્મ ‘સાવન કી ઘટા’ માં પણ ઝુલ્ફોને જોઇને કહેવાય છે
जुल्फों को हटा लो चहेरे से :
મનોજકુમાર આ ગીત શર્મિલા ટાગોરના ઝુલ્ફોને જોઇને કહે છે. શબ્દો એસ. એચ. બિહારીનાં અને સંગીત ઓ.પી. નય્યરનું જેને સ્વર આપ્યો છે રફીસાહેબે.
૧૯૬૬ની ફિલ્મ ‘સૂરજ’નું ગીત પણ છેડછાડભર્યું ગીત છે.
चहरे पे गिरी जुल्फे कह दो तो हटा दू मै
રાજેન્દ્રકુમાર આ શબ્દો વૈજયંતિમાલાને જોઇને કહે છે. રચયિતા હસરત જયપુરી અને સંગીત શંકર જયકિસનનું. . રફીસાહેબનો કંઠ.
૧૯૬૬ની ફિલ્મ ‘તીસરી મંઝિલ’નું ગીત એક ક્લબ ગીત છે. :
ओ हसीना जुल्फोवाली
કલાકારો શમ્મીકપૂર અને આશા પારેખ. શબ્દો મજરૂહ સુલતાનપુરીના. સંગીત આર.ડી. બર્મનનું. સ્વર રફીસાહેબ અને આશા ભોસલેના.
૧૯૬૭ની ફિલ્મ ‘નૌનિહાલ’માં સુંદર ગઝલ છે
तुम्हारी ज़ुल्फ़ के साए में शाम
ગઝલના રચયિતા છે કૈફી આઝમી જેને સ્વરબદ્ધ કરી છે મદન મોહને. કલાકાર સંજીવકુમાર અને સ્વર રફીસાહેબનો.
ફરી એકવાર પ્રશસ્તિ ગીત છે ૧૯૭૦ની ફિલ્મ ‘દો રાસ્તે’માં.
ये रेशमी जुल्फे ये शरबती आँखे
રાજેશ ખન્ના મુમતાઝને માટે આ ગીત ગાય છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. રફીસાહેબનો સ્વર.
૧૯૭૨ની ફિલ્મ ‘પિયા કા ઘર;’માં એક જુદા જ પ્રકારનું ગીત છે
ये ज़ुल्फ़ कैसी है जंजीर जैसी है
જયા ભાદુરીની તસવીર જોઇને અનિલ ધવનને જે વિચારો આવે છે તે આ ગીતમાં દર્શાવાય છે. બીજી તરફ આવા જ પ્રકારની લાગણી અનુભવતી જયાભાદુરી પણ દર્શાવી છે. આનંદ બક્ષીના શબ્દોને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને રફીસાહેબ અને લતાજીનાં સ્વર સાંપડ્યા છે.
૧૯૭૬ની ફિલ્મ ‘કભી કભી’નું માદક ગીત છે
कभी कभी मेरे दिल में :ख़याल आता है
ગીતના અંતરામાં શબ્દો છે
ये गेसुओ की घनी छाव है मेरी खातिर
રાખીને ઉદ્દેશીને અમિતાભ બચ્ચન આ ગીત ગાય છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીનાં અને સંગીત ખૈયામનું. મુકેશનો સ્વર.
આ જ ગીત ફરીવાર રાખી અને શશીકપુરની સુહાગ રાતે મુકાયું છે જેમાં મુકેશ સાથે લતાજી પણ સામેલ છે. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ.
૧૯૮૦ની ફિલ્મ ‘દો ઓર દો પાંચ’નું ગીત છે
ये जुल्फों की बिखरी घटा क्या कहेती है
આ ગીત બીજા ગીતોથી અલગ છે કારણ આમાં પુરુષ અદાકાર નહી પણ સ્ત્રી અદાકાર ઝૂલ્ફના સંબંધે ગીત ગાય છે. શરૂઆતમાં હેમા માલિની શશીકપૂરની સાથે દર્શાવાય છે જેમાં હેમા માલિની આ ગીત ગાય છે. આગળ ગીતમાં અમિતાભ બચ્ચન અને પરવીન બાબી પણ દર્શાવાયા છે અને પરવીન બાબી ગીત ગાય છે. ગીતના શબ્દો છે અનજાનનાં અને સંગીત છે રાજેશ રોશનનું. બંને માટે ગાનાર કલાકાર છે. આશા ભોસલે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
Beautiful collection
Excellent compilation.
Excellent collection of “ZULF” songs.