તન્મય વોરા
અનિશ્ચિતતાની પળોમાં ચિત્ર સાથેની એક ટ્વિટના રૂપમાં મને પ્રેરણાસંદેશ મળ્યો -.
‘તમને પડછાયો દેખાય છે કેમકે પ્રકાશ છે.’
મારા મનમાં તો સહજ પડઘો પડ્યો –
‘પ્રકાશ સામે ઊભાં રહેશો, તો પડછાયો પાછળ પડશે.’
વિપુલતાની મનોદશા ‘શું ખોટું થઈ શકે?’ને’ બદલે પૂછે છે કે ‘શું શક્ય છે?’ અને શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરે છે કેમકે જીવન અને કામમાં અવરોધો તો નિશ્ચિત જ હોય છે.
આપણે ત્યારે જ સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ, સીમાઓની પાર વિચારીએ છીએ. માપદંડ ઊંચાં કરતાં રહીએ છીએ, અજ્ઞાતમાં આગળ વધીએ છીએ અને જે કરવું જ જોઈએ તે કરીએ છીએ.
પ્રયત્ન કરીએ, ભુલ કરીએ, અને પછી નવું શીખીએ!
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com
સાચી વાત. પ્રકાશથી વિમુખ થઈએ તો પડછાયા જ દેખાય.
બહુ જ સરસ રીતે મુદ્દાની પ્રસ્તુતિ. વાહ તન્મય .સો શબ્દનો પ્રયોગ ગમ્યો..