કાચની કીકીમાંથી : ડાંગની સફરે

ઈશાન કોઠારી

માર્ચ મહિનામાં અમે લોકો ફોટોગ્રાફીની ટુર માટે ડાંગની મુલાકાતે ગયા હતા. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બાજ અને વાસુરણામાં અમે હતા. ગામમાં માટીથી લીંપેલા મકાનો હતા. ખેતી તેમનું મુખ્ય આવકનું સાધન છે. 1થી 5 ધોરણ સુધીની શાળા જ આ ગામોમાં છે, આગળના ભણતર માટે શહેરમાં જવું પડે. ગામથી હોસ્પિટલ પણ 10 કી.મી ના અંતરે છે.

આ વિસ્તારનાં મકાન, અને તેના રહીશોની કેટલીક તસવીરો.

**** ****

અમે વાઘમાળ ગામમાં રોકાયા હતા. જ્યાં. અમારું રોકાણ ટેન્ટમાં હતું. ટેન્ટની બહારથી આવું દૃશ્ય દેખાતું હતું.

**** ****

અમે જ્યાં રોકાયા હતા ત્યાંથી નજીકના વાઘમાળ ગામમાં એક તળાવ આવે છે, ત્યાંનો આ ફોટો છે.

**** ****

રાત્રે જમી પરવારીને અમે સ્ટાર ટ્રેલ ફોટોગ્રાફી/Star Trail photography ના અભ્યાસ માટે નીકળ્યા. અહીં રાત્રે આકાશ પ્રદૂષણરહિત હોવાથી તારાઓ એકદમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તારાઓ પોતાની તેમજ પૃથ્વીની ગતિને કારણે ગતિશીલ હોય છે. પણ આ ગતિ નરી આંખે ભાગ્યે જ પામી શકાય. કેમેરામાં ખૂબ વધારે સમયનું એક્સપોઝર આપીને આ ગતિને ઝડપવામાં આવે છે. સ્ટાર ટ્રેલ ફોટોગ્રાફી કેવી રીતે થાય એની અમને સમજણ આપવામાં આવી. એના અમે પ્રયોગ કર્યા જેમાંથી અમુક ફોટા અહીં મૂક્યા છે.

આકાશને બદલે જમીન પર કૃત્રિમ પ્રકાશથી આ ફોટો લીધો છે.

આ પ્રવાસના અંતે ફોટોગ્રાફીનો, રખડવાનો અને ગામના લોકો સાથે મૈત્રી કરવાનો અનુભવ યાદગાર રહ્યો.

શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે


Author: Web Gurjari

3 thoughts on “કાચની કીકીમાંથી : ડાંગની સફરે

  1. Excellent photography.
    You all have not spent just hours but enjoyed real moment of life.Good luck for more clicks
    Ishan.👍👍

  2. Excellent.
    Can I know, who organised this photography tour, and do they do it often?

Leave a Reply

Your email address will not be published.