ઇઝાઝત / પરવાનગી

નિરંજન મહેતા

ઇઝાઝત એટલે કે રજા, પરવાનગી. ક્યારેક છૂટા પાડવા માટે તો ક્યારેક છેડછાડ દ્વારા રજા માંગતા હોય તેવા ગીતો ફિલ્મોમાં દર્શાવાય છે. અહીં થોડાકનો ઉલ્લેખ કરાયો છે.
૧૯૫૯ની ફિલ્મ ‘પૈગામ’નું ગીત એક પ્રેમાલાપ સમાન છે

जवानी के अकेलेपन की घडिया हम को न भाये

આ મુખડા પછી અંતરામાં કહેવાયું છે

इजाज़त हो तो हम आये

દિલીપકુમાર અને વૈજયંતિમાલા પર રચાયેલ આ ગીતના કવિ છે પ્રદીપજી અને સંગીત છે સી. રામચંદ્રનું. સ્વર રફીસાહેબ અને આશા ભોસલેના.

૧૯૬૧ની ફિલ્મ ‘જંગલી’માં એક પ્રેયસી સાયરા બાનું પ્રિયતમ શમ્મીકપૂરને મળવા તો જાય છે પણ દિવસને અંતે છૂટા પડવા રજા માંગે છે

दिन सारा गुजारा तोरे अंगना
अब जाने दो मुझे मेरे सजना

હસરત જયપુરીનાં શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. ગાયકો લતાજી અને રફીસાહેબ.

૧૯૬૧ની અન્ય ફિલ્મ ‘ગર્લફ્રેન્ડ’માં આ જ રીતે એક પરવાનગી માંગતું ગીત છે.

आज मुझे कुछ कहेना है आज मुझे कुछ कहेना है
लेकिन ये शर्मीली निगाहें मुज को इजाज़त दे तो कहू

ગીતના કલાકારો છે કિશોરકુમાર અને વહીદા રહેમાન. ગીતના શબ્દો સાહિર લુધિયાનવીનાં અને સંગીત હેમંતકુમારનું. સ્વર કિશોરકુમાર અને સુધા મલ્હોત્રાનાં.

૧૯૬૨ની ફિલ્મ ‘બાત એક રાત કી’માં ગીત છે

जो इजाज़त हो तो एक बात कहू
सुनो जानेमन कहो जानेमन

અહીં વહીદા રહેમાન દેવ આનંદ પાસે વાત કરવા રજા માંગે છે. ગીતના શબ્દો મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત સચિન દેવ બર્મનનું. રફીસાહેબ અને આશા ભોસલે ગીતના ગાયકો.

૧૯૬૪ની ફિલ્મ ‘રાજકુમાર’ના ગીતનું મુખડું છે

तुमने पुकारा और हम चले आये

ત્યાર પછી અંતરામાં પોતાના ઝુલ્ફો સાથે રમવાની શમ્મીકપૂરને પરવાનગી આપે છે સાધના.

आज खेलो मेरी जुल्फों से इजाज़त है तुमे

આ ગીતના ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન. ગાયકો સુમન કલ્યાણપુર અને રફીસાહેબ.

૧૯૬૬ની ફિલ્મ ‘યે રાત ફિર ન આયેગી’માં એક નૃત્યગીત છે જેને મધુર સંગીત આપ્યું છે ઓ.પી. નય્યરે.

हुजुरेवाला जो हो इज़ाज़त
तो हम ये सारे जहा से केह दे

નૃત્યાંગનાઓ છે હેલન અને મધુમતી. શબ્દો અઝીઝ કાશ્મીરીનાં અને સ્વર આશા ભોસલે અને મીનું પુરુષોત્તમના.

૧૯૬૬ની ફિલ્મ ‘સૂરજ’નું ગીત જોઈએ. અહીં રાજેન્દ્ર કુમાર વૈજયંતિમાલા પાસે તેના ઝુલ્ફો હટાવવા માટે રજા માંગે છે

चहेरे पे गिरी जुल्फे केह दो तो हटा दू:

હસરત જયપુરીના શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને ગાયક છે રફીસાહેબ.

૧૯૬૭ની ફિલ્મ ‘હમરાઝ’માં ગીત છે

तुम अगर साथ देने का वादा करो
मैं यु ही मस्त नगमे लुटाता रहू

વિમીને ઉદ્દેશીને સુનીલ દત્ત આ ગીત ગાય છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત રવિનું. સ્વર મહેન્દ્ર કપૂરનો.

૧૯૬૮ની ફિલ્મ ‘હમસાયા’નું ગીત છે જેનું મુખડું છે

दिल की आवाज़ सुन

ત્યાર બાદ અંતરાના શબ્દો દ્વારા જોય મુકરજી રિસાયેલ શર્મિલા ટાગોરને કહે છે

इक नजर देख ले जीने की इजाज़त दे दे

ગીતકાર શેવન રીઝવી અને સંગીતકાર ઓ.પી. નય્યર. સ્વર રફીસાહેબનો.

૧૯૬૮ની ફિલ્મ ‘હાયે મેરા દિલ;નું આ ગીત એક રમૂજી ગીત છે

इजाज़त हो तो मै आपसे कुछ गुस्ताखिया करू
चुरा कर शोखिया आँखों की अपना दिल जवां कर लू

અદાકાર અને ગાયક કિશોરકુમાર. એસ. એચ. બિહારીના શબ્દો અને ઉષા ખન્નાનું સંગીત.

૧૯૭૧ની ફિલ્મ ‘આન મિલો સજના’નું આ ગીત તો આજે પણ એટલું જ પ્રચલિત છે.

अच्छा तो हम चलते है

રાજેશ ખન્ના અને આશા પારેખ વચ્ચેની આ નોક્ઝોક્ના રચયિતા છે આનંદ બક્ષી જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાનાર કલાકારો કિશોરકુમાર અને લતાજી.

૧૯૭૨ની ફિલ્મ ‘હમ તુમ ઔર વો’માં પણ એક રમૂજી ગીત છે.

प्रिय प्राणेश्वरी
यदी आप हमें आदेश करे
प्रेम का हम श्री गणेश करे

વિનોદ ખન્ના ભારતીને વિનવે છે કે તે રજા આપે તો પ્રેમના શ્રી ગણેશ કરે! ગીતમાં શુદ્ધ હિન્દી શબ્દોનો ઉપયોગ કરાયો છે જે વર્મા મલિકની કમાલ છે. સંગીત કલ્યાણજી આણંદજીનું અને ગાયું છે કિશોરકુમારે.

૧૯૭૪ની ફિલ્મ ‘પ્રેમનગર’માં એક પાર્ટી ગીત છે

बाय बाय मिस गुडनाईट

ગીતમાં રાજેશ ખન્ના પાર્ટી છોડીને જવા માટે અન્ય મહિલાઓની રજા માંગે છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત સચિન દેવ બર્મનનું. સ્વર કિશોરકુમારનો.

૧૯૭૫ની ફિલ્મ ‘દીવાર’નું ગીત છે

केह दू तुमें या चुप रहू

શશીકપૂર નીતુ સિંહ આ યુગલગીતના કલાકાર જેના રચયિતા છે સાહિર લુધિયાનવી. સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. કિશોરકુમાર અને આશા ભોસલે ગીતના ગાયકો.

૧૯૯૪ની ફિલ્મ ‘હંસતે ખેલતે’નું ગીત છે

अरे ऐ इजाज़त दे तो मै समजा दू चाहत तुजे

રાહુલ રોય અને લીસા રે (?) ગીતના કલાકારો જેનું સંગીત રાની મલિકે આપ્યું છે. શબ્દો છે મનોહર આયરના અને સંગીત જતિન લલિતનું. અભિજિત અને વિજેતા પંડિત ગીતના ગાયકો.

આશા છે અહીં મુકાયેલા ગીતો રસિકોને પસંદ પડશે.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

 

Author: Web Gurjari

1 thought on “ઇઝાઝત / પરવાનગી

Leave a Reply

Your email address will not be published.