શ્રી મુરજીભાઈ ગડાને ભાવાંજલિ

વેબ ગુર્જરીના ખુબ જ મનનીય લેખક અને શુભચિંતક એવા શ્રી મુરજીભાઈ ગડાનું ૨૪ માર્ચ, ૨૦૨૧ના રોજ દેહાવસાન થયેલ છે.

તેઓનો જન્મ અને ઉછેર મહારાષ્ટ્રના અંતરીયાળ ગામમાં થયો. મુમ્બઈ યુનિવર્સિટીમાંથી બી. ઈ. (મીકેનીકલ) થયા અને એ જ ક્ષેત્રમાં અમેરીકામાં એમ. એસ. કરી, ત્યાં કન્સલ્ટન્ટસી કરી. વીસેક વર્ષ અમેરીકામાં ગાળીને તેઓ વડોદરામાં સ્થાયી થયા. નિવૃત્તિમાં કેટલાક સામયિકોમાં તેઓએ લખવાનું શરુ કર્યું હતું. પ્રચલિત સામાજીક માન્યતાઓથી વિરુદ્ધ તેઓનું ચિન્તન બહુ જ સ્પષ્ટ હતું. તેમની આલેખન શૈલી સૌમ્ય, સરળ, અહિંસક તથા તર્કબદ્ધ હતી.

આવા એક વિચક્ષણ કુટુંબીજનથી વિખુટા પડવાનો વેબ ગુર્જરીને બેહદ અફસોસ છે.

તેમનાં આત્મીય કુટુંબીજનોને વેબ ગુર્જરી ખરાં હૃદયથી સાંત્વના પાઠવે છે.

સંચાલન મંડળ, વેબ ગુર્જરી

Author: Web Gurjari

5 thoughts on “શ્રી મુરજીભાઈ ગડાને ભાવાંજલિ

  1. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે .
    કુટુંબી જનોને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે .તેમના આ દુઃખમાં સહભાગી બનીયે .

  2. શ્રી મુરજીભાઈ ગડાને હૃદયાંજલી. તેમના કુટુંબીજનો ને આશ્વાસન. વેબગુર્જરી ને એક અચ્છા વિચારક અને લેખકની ખોટ સાલશે…વાંચકોને પણ.
    ૐ શાંતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *