નિરંજન મહેતા
દરિયા કિનારે કે દરિયાને આવરી લેતા ફિલ્મીગીતો અનેક છે જેમાંથી થોડાકનો આ લેખમાં ઉલ્લેખ છે.
સૌ પ્રથમ યાદ આવે છે ૧૯૫૧ની ફિલ્મ ‘નગીના’ જેમાં દરિયા કિનારે દર્દભર્યું ગીત ગવાય છે.
रोऊ मै सागर के किनारे
નાસીરખાન પર રચાયેલ આ ગીતને સુંદર સ્વર મળ્યો છે સી.એચ.આત્માનો જેના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત શંકર જયકિસનનું.
૧૯૫૫ની ફિલ્મ ‘સીમા’ નું આ પ્રાર્થનાગીત આજે પણ પ્રચલિત છે જેમાં ઈશ્વરને પ્રેમના સાગર તરીકે વર્ણવાયો છે
तू प्यार का सागर है
બલરાજ સહાની આ ગીતના કલાકાર છે જેને મન્નાડેએ સ્વર આપ્યો છે. શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત શંકર જયકિસનનું.
૧૯૬૧ની ફિલ્મ ‘પ્યાર કા સાગર’મા એક પ્રેમગીત છે
प्यार का सागर देखा है किसी के चंचल नैनो में
ગીતના કલાકારો છે રાજેન્દ્ર કુમાર અને મીનાકુમારી જેના શબ્દો છે પ્રેમ ધવનના અને સંગીત રવિનું. મુકેશ અને આશા ભોસલે ગીતના ગાયકો.
૧૯૬૨ની ફિલ્મ ‘રંગોલી’નું આ ગીત પણ પ્રેમની લાગણી દર્શાવે છે જેમાં સાગર કિનારે નૃત્યગીત દ્વારા પ્રેમીની રાહ જોતી નાયિકા દર્શાવાઈ છે.
सागर पे आज मौजो का राज
વૈજયંતીમાલા પર રચાયેલ આ ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત શંકર જયકિસનનું. લતાજીનો સ્વર.
૧૯૬૪ની ફિલ્મ ‘સતી સાવિત્રી’મા ગીતનું મુખડું છે
तुम गगन के चन्द्रमाँ
મુખડા પછીમાં અંતરામાં
तुम महासागर की सीमा
મહિપાલ અને અંજલીદેવી પર રચાયેલ ગીતના રચનાકાર છે ભરત વ્યાસ જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. મન્નાડે અને લતાજીના સ્વર.
૧૯૬૭ની ફિલ્મ ‘તકદીર’મા એક બાળગીત છે જેમાં પિતાની રાહ જોતાં બાળકોને તેમની મા કહે છે
सात समंदर पार के गुडिया के बाजार से
આનંદ બક્ષીનાં શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. સુલક્ષણા પંડિત અને લતાજીનું આ યુગલ ગીત છે જેમાં મુખ્ય ભૂમિકા શાલિનીની છે.
૧૯૭૪ની ફિલ્મ ‘સંકલ્પ’નું આ ગીત એક પાર્શ્વગીત છે જે એક ફિલ્સુફીભર્યું ભક્તિગીત છે
तू ही सागर है तू ही है किनारा
કૈફી આઝમીની રચનાને સંગીત આપ્યું છે ખય્યામેં જેને સ્વર આપ્યો છે સુલક્ષણા પંડિતે.
૧૯૭૫ની ફિલ્મ ‘પ્રેમ કહાની’મા બે પ્રેમીઓ વચ્ચેની નોકઝોક આ ગીતમાં દેખાય છે
मै तुजे प्यार करुगा तो तेरी याद आएगी
ત્યાર પછી કહે છે
चल दरिया में डूब जाए
આ નોકઝોક રાજેશ ખન્ના અને મુમતાઝ વચ્ચે હોય છે જેને આનંદ બક્ષીએ વર્ણવી છે. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને ગાયકો કિશોરકુમાર અને લતાજી.
૧૯૭૬ની ફિલ્મ ‘સબ સે બડા રૂપિયા’મા આ ગીત કોળી ગીત રૂપે દર્શાવાયું છે
दरिया किनारे एक बंगलो गो पोरी आई जो आई
ગીતના કલાકારો વિનોદ મહેરા અને અન્ય. મજરૂહ સુલતાનપુરીનાં શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે બાસુ મનોહરીએ. ગાનાર કલાકારો કિશોરકુમાર લતાજી. ગીતમાં મૌસમી ચેટરજી પણ દેખાય છે.
ફરી એકવાર ફિલસુફીભર્યું ગીત ૧૯૭૩ની ફિલ્મ ‘નમકહરામ’નું.
नदिया से दरिया दरिया से सागर
કલાકાર રાજેશ ખન્ના, શબ્દો આનંદ બક્ષીના અને સંગીત આર. ડી. બર્મનનું. સ્વર કિશોરકુમારનો.
૧૯૭૬ની ફિલ્મ ‘નાટક’મા એક પ્રેમગીત છે જેમાં નાયિકાની આંખોનું વર્ણન છે
सागर नहीं है तो क्या है
વિજય અરોરા આ ગીત મૌસમી ચેટરજીને ઉદ્દેશીને ગાય છે જેના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયક રફીસાહેબ.
૧૯૭૮ની ફિલ્મ ‘સાજન બિના સુહાગન’મા પણ સાગરને લાગતું ગીત છે જે એક કરતા વધુવાર અપાયું છે.
मधुबन खुशबु देता है सागर सावन देता है
એક ગીત રાજેન્દ્ર કુમાર પર રચાયું છે તો અન્ય ગીત નુતન પર. ત્રીજું ગીત પદ્મિની કોલ્હાપુરે પર છે. શબ્દો છે અમિત ખન્નાના અને સંગીત ઉષા ખન્નાનું. યેસુદાસ અને અનુરાધા પૌડવાલ ગીતના ગાયકો. પણ વિડીઓ એકનો જ પ્રાપ્ત છે.
ફરી એકવાર ફિલસુફીભર્યું ગીત જોઈએ જે ૧૯૮૩ની ફિલ્મ ‘સૌતન’નું છે.
जिंदगी प्यास का गीत है हर दिल को गाना पडेगा
जिंदगी गम का सागर भी है हस के उस पर जाना पडेगा
સાવન કુમારના શબ્દો અને ઉષા ખન્નાનું સંગીત જેને સ્વર મળ્યો છે કિશોરકુમારનો. કલાકાર રાજેશ ખન્ના.
૧૯૮૩ની ફિલ્મ ‘પુકાર’નાં ગીતમાં દરિયામાં નહાતી ઝીનત અમાનને જોઇને અમિતાભ ગાય છે
समंदर में नहा के और भी नमकीन हो गई हो
ગુલશન બાવરાનાં શબ્દો છે જ્યારે સંગીત અને ગાયક આર. ડી. બર્મન
સાગર શીર્ષક સાથે ૧૯૮૫ની બનેલી ફિલ્મમાં સાગર કિનારેના બે ગીત છે. પહેલું ગીત છે
सागर किनारे दिल ये पुकारे
तू जो नहीं तो मेरा कोई नहीं
રિશીકપૂર અને ડિમ્પલ કાપડિયા પર રચાયેલ આ ગીતના રચયિતા છે જાવેદ અખ્તર જેને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. સ્વર લતાજી અને કિશોરકુમારનાં.
અન્ય ગીત
सागर किनारे सांज सवेरे
આ ગીતમાં ડિમ્પલ કાપડિયા દર્શાવાઈ છે અને સ્વર છે લતાજીનો. અન્ય વિગતો ઉપર મુજબ.
૧૯૯૪ની ફિલ્મ ‘વિજયપથ’નું ગીત જોઈએ.
सागर संग किनारे है फूलो संग बहारे है
ऐसे ही तुम मेरे हो
અજય દેવગણ અને તબુ પર રચાયેલ આ ગીતના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત અનુ મલિકનું. ગાનાર કલાકારો કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક
૧૯૯૬ની ફિલ્મ ‘મઝધાર’મા એક પ્રેમગીત છે જેમાં પોતાના પ્યારને વ્યકત કરે છે મનીષા કોઈરાલા અને રાહુલ રોય.
सागर से गहेरा है प्यार हमारा
સમીરનાં શબ્દો અને નદીમ શ્રવણનું સંગીત અલકા યાજ્ઞિક અને એસ. પી. બાલાસુબ્રમનિયમ ગાયક કલાકારો.
લેખની મર્યાદાને નજરમાં રાખીને બને તેટલા ગીતો સમાવાનો પ્રયત્ન કર્યો છે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
અદભુત અકલ્પનીય
ખૂબ સુંદર સંકલન
Nice!