
દર્શા કિકાણી
૦૧/૦૬/૨૦૧૭
રાતના મોડેથી સૂઈ ગયાં અને સવારે વહેલાં ઊઠી ગયાં કારણ કે પ્રવીણભાઈએ એટલાન્ટીક સમુદ્ર પર આવેલ મર્ટલ બીચ (Myrtle Beach) જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. ગુગલના સર્વે પ્રમાણે એડવેન્ચર સ્પોર્ટ્સ અને ફેમિલી ફન માટે વોર્મ ટ્રોપિકલ હવામાનનો આ સારામાં સારો બીચ છે. ફાફડા-જલેબીનો નાસ્તો કર્યો ત્યાં તો લિટલે ગાડીમાં ચાર મોટાં બોક્સ ચડાવી દીધાં. અમારો સામાન પણ ગોઠવી દીધો અને અમે સૌ બીચની સફરે નીકળી પડ્યાં.
પ્રવીણભાઈએ ગાડીમાં બેસીને સૌથી પહેલાં ‘હનુમાન ચાલીસા’ નો પાઠ કર્યો! આપણે ત્યાં કોણ કરે છે? માણસ જયારે પોતાની સંસ્કૃતિથી દૂર જાય છે ત્યારે તેને પોતાની સંસ્કૃતિની કિંમત સમજાય છે. પરદેશમાં રહેલાં ભારતીયો આપણી સંસ્કૃતિ બહુ સરસ રીતે સાચવી રહ્યાં છે તેનું આપણને બહુ ગૌરવ થાય છે. પ્રવીણભાઈની ગાડી તો પુરપાટ દોડવા લાગી. એક જગ્યાએ બીજી ગાડી સહેજ પાસે આવી અને અમે સૌ જરા ડરી ગયાં અને રીટાએતો જોરથી ‘હરી ઓમ’ ‘હરી ઓમ’ કરી મૂક્યું અને પછી તો થોડી થોડી વારે અમે બધાં ‘હરી ઓમ’ ‘હરી ઓમ’ કરી મજાક કરવા લાગ્યાં.
દોઢ કલાક ડ્રાઈવ કરીને અમે સુંદર બીચ પર પહોંચી ગયાં. અમારાં યજમાનોએ પહેલેથી બીચ પર આવેલ સરસ-મઝાની હોટલમાં રહેવાનું બુકિંગ કરાવ્યું હતું. ૨૧મા માળે આવેલું ચાર રૂમનું કોન્ડો ( ચાર બેડ રૂમ, સાથે રસોડું, ડ્રોઈંગરૂમ, મોટો વરંડો….) બે દિવસ માટે અમારું ઘર બની ગયું. સામાન મૂકી હાથ-મોં ધોઈ તૈયાર થયાં ત્યાં તો લિટલે સાથે લાવેલ પેકેટમાંથી જ્યુસ અને હળવો નાસ્તો માઈક્રોમાં ગરમ કરી ટેબલ પર ગોઠવી દીધો! ફરી ફરીને અમેરિકન-ભારતીય બહેનોના વખાણ કરવાનું મન થાય! રૂમમાં સ્વચ્છતા અને સગવડો એટલી સરસ હતી કે બીચ પર જવું કે રૂમ પર બેસવું એ નક્કી કરવું અઘરું બની ગયું. વળી નીચે ગયાં તો હોટલનો પોતાનો સ્વિમિંગ પુલ હતો. ઘેરા વાદળી રંગના સર્પાકારે વિકસાવેલ પુલમાં જાકુઝી, ફુવારા, જંપિંગ બોર્ડ, બાળકો માટેની રમતો અને રાઈડ્સ …..બેસવા માટે ખુરશીઓ, તરવામાં સહાયતા માટે રિંગો, તરતાં પહેલાં શાવર, ચોખ્ખા ટુવાલોની વ્યવસ્થા, જરૂર પડે તો સ્વિમિંગ કોસ્ચ્યુમ પણ મળી રહે! કોઈ કરતાં કોઈ કમી નહીં…… જલપરીના દેશમાં હોઈએ તેવું લાગે! વહેતા વાદળી પાણીને લીધે વાતાવરણ આખું જીવંત બની ગયું હતું. આટલી સગવડોની સામે માણસોનો પણ એટલો જ સહકાર. વાપરેલા ટુવાલો ચોક્કસ જગ્યાએ જ મૂકવાના. સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરેલી અસંખ્ય સુંદર લલનાઓ આસપાસ ફરતી હોય, પણ કોઈ અસામાજિક તત્ત્વ નહીં. કોઈનું પણ અણછાજતું વર્તન નહીં. જાકુઝીમાં અજાણ્યા માણસો હોય તો પણ અસલામતી લાગે નહીં. સ્વતંત્રતા અને ઉચ્છૃંખલતા વચ્ચેનો ભેદ તરત જ દેખાય. અમે ઘેરથી જ (રૂમ પરથી જ) સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને આવ્યાં હતાં એટલે શાવર લઈ સીધાં પુલમાં પડ્યાં. સ્વિમિંગ તો મારી મનગમતી હોબી એટલે મઝા જ આવે. ઘણી બધી તરણ સ્પર્ધાઓમાં ભાગ લીધેલો પણ આટલાં બધાં માણસો સાથે પાણીની રમતો અને રાઈડ્સ મારે માટે નવી હતી. વળી જાકુઝીનો અનુભવ પણ નવો હતો. આખા શરીરને પાણીના ફ્લોથી મસાજ થાય. શરૂઆતમાં ગલીપચી થાય પણ પછી ગમે તો ટેવાઈ જવાય! અમે તો જાકુઝીની બહુ મઝા માણી! રીંગ લઈ ધીમે ધીમે સાપોલિયાની ગલીઓમાં ફરવાની તો શું મઝા આવી! ક્યારેક ઓચિંતું કૃત્રિમ વરસાદનું ઝાપટું આવી જાય, ક્યારેક કોઈ અથડાઈ પડે, ક્યારેક કોઈ કૂદી પડે, ક્યારેક મોટો બોલ તમારે માથે આવી પડે ! એટલું જીવંત વાતાવરણ ! બે-અઢી કલાક ક્યાં જતા રહ્યા તે ખબર જ ન પડી. રૂમમાં પાછાં આવ્યાં ત્યારે ખબર પડી કે કેવાં થાક્યા હતાં અને કેવાં ભૂખ્યાં થયાં હતાં ! અમે સહેજ નાહી-ધોઈને તૈયાર થયાં ત્યાં તો જમવાનું ટેબલ પણ ફરી તૈયાર ! ગરમ હાંડવો, શ્રીખંડ અને પૂરી, ગરમાગરમ ચા-કૉફી,ત્રણ-ચાર કોરા નાસ્તા…… વસ્તુઓની વિપુલતા સાથે આવડત, મેનેજમેન્ટ અને પ્રેમ ! જો કે વિચાર કરવાનું બાજુએ રાખી અમે પેટ ભરીને જમ્યાં! અને પાટલેથી સીધાં ખાટલે! બધાં બે કલાક ઘોટી ગયાં.
ઊઠીને ૨૧મા માળના વરંડામાંથી નીચેનો નઝારો જોયો! અકલ્પ્ય દ્રશ્ય હતું! દૂરદૂર નજર પહોંચે ત્યાં સુધી વાદળી રંગનું સ્વચ્છ પાણી જ દેખાય. વાદળિયું આકાશ સમુદ્રને મળે ત્યાં ઝાંખી ક્ષિતિજની રેખા દેખાય.આટલું વિશાળ આકાશ અને આવો અપાર સાગર એકબીજામાં કેટલી સરળતાથી મળી જાય …. ન આકાશને પોતાની ઊંચાઈનો કોઈ ગર્વ કે ન સાગરને પોતાની ગહનતાનું કોઈ અભિમાન ! માણસો પણ આટલી સરળતાથી જો એકમેકમાં હળીભળી જાય તો ધરતી પર જ સ્વર્ગ બની જાય ! એકદમ નીચે નજર નાંખી તો જે ઘેરા વાદળી રંગના સ્વિમિંગ પુલમાં અમે બપોરે ધમાલ કરી હતી તે ખુલ્લા સમુદ્ર આગળ કેવો નાનો લાગતો હતો! અને છ ફૂટનો માણસ તો એક ટપકા જેવો દેખાતો હતો!
નીચે ઊતરી પાછાં દરિયે ફર્યાં, સ્વિમિંગ પુલ પર આંટા માર્યા, નાનકડા ગામમાં રખડ્યા, જરૂર વગર બેરીસ્તાની કૉફી પીધી! થોડી વારમાં અમારા યજમાનના મિત્રો ( સ્નેહા અને રાજુ ) આવી લગ્યાં. એમને લઈ અમે રૂમ પર ગયાં. એ લોકો પણ એટલો બધો નાસ્તો અને પીણાં લાવ્યાં હતાં ! કદાચ ખાલી હાથે નહીં જવાનો રિવાજ હશે ! અમે ધમાલ-મસ્તી કરતાં હતાં ત્યાં બેલ વાગી. બધાંને નવાઈ લાગી. કોણ હશે ? અમે બધાં વરંડામાં હતાં અને લિટલે જઈ બારણું ખોલ્યું અને જોર જોરથી હસવાના અને આનંદના અવાજો સંભળાયા. લિટલ-પ્રવીણનો દીકરો રોનક ખાસ અમને મળવા ૨૫૦ કી.મિ. ડ્રાઈવ કરી આવ્યો હતો. તે શેરલોતમાં કામ કરે છે. Ronak : Young MBA with a very good job and yet single! તે પ્રવીણભાઈની વર્ષગાંઠ ઊજવવા પૂરતી તૈયારી સાથે આવ્યો હતો. મોટો બુકે, કેક અને ડ્રિન્ક્સ લાવ્યો હતો. સાથે બહેન રોમાની પાંચ વર્ષની ડાહી-ડમરી દીકરી ‘મિલા’ હતી. મિલા એના મામા સાથે બહુ પ્રેમથી આવી હતી. નાના-નાનીને જોતાં તો ખુશખુશ થઈ ગઈ! અમારી સાથે પણ જોતજોતામાં હળીમળી ગઈ. વળી પાછો ખાવા-પીવાનો દોર ચાલ્યો! કેક, નાસ્તો અને ડ્રિન્ક્સ! ગામની મેક્સિકન રેસ્ટોરામાં રાત્રીભોજનની વ્યવસ્થા કરતો આવ્યો હતો. લિટલ-પ્રવીણની દીકરી એક અમેરિકનને પરણી છે. વેવાઈ પણ દિલદાર છે. બીચ પરથી પાછાં ફરતાં એમને ઘેર થઈને જ જવાનું અમને ભાવભીનું આમંત્રણ આપ્યું છે! આપણે માનીએ કે મહેમાનગતી તો આપણે જ કરી જાણીએ. પણ આ વિદેશી મિત્રો તો જુઓ : અમારી સાથે નહીં કોઈ ઓળખાણ-પિછાણ અને છતાં કેવું ભાવભીનું આમંત્રણ!
કેક, નાસ્તો અને ડ્રિન્ક્સને યોગ્ય ન્યાય આપી અમે મેક્સિકન રેસ્ટોરામાં જમવા ગયાં! અમેરિકામાં મેક્સિકન રેસ્ટોરામાં જમવાની ફેશન લાગે છે! એક મોલમાં આવેલ આ મેક્સિકન રેસ્ટોરાનું સુશોભન વિશિષ્ટ, કલાત્મક અને સુંદર હતું.ઝાંખા પ્રકાશમાં તે વધુ સુંદર લાગતું હતું. સારી એવી ભીડ હતી. અમારે થોડી રાહ જોવી પડી. અમને ત્યાંનું સુશોભન જોવાનો સમય મળ્યો. અમને મેક્સિકન ભોજનનો પરિચય ઓછો એટલે પ્રવીણભાઈએ જ અમારા માટે મેક્સિકન વેજ જમવાનો ઓર્ડર આપ્યો. જમવાનું સરસ હતું પણ પેટમાં જગ્યા ક્યાંથી લાવવી? લગભગ સાડા અગિયારે જમી કરીને રેસ્ટોરાંમાંથી બહાર આવ્યાં. રોનક મિલાને લઈને પાછો ૨૫૦ કી.મિ. ડ્રાઈવ કરી શેરલોત ગયો! મોડી રાત્રે શેરલોત પહોંચીને તેણે ‘સબ સલામત’ નો મેસેજ પણ કરી દીધો. ત્યાંના યુવાનો પણ પોતાનાં માં-બાપનું અને કુટુંબીઓનું કેટલું ધ્યાન રાખે છે ! કદાચ પ્રેમ દર્શાવવાની રીત અલગ હશે પણ પ્રેમ તો પ્રેમ છે! સ્નેહા-રજુ અને રોનક-મિલાને અમે પહેલી જ વાર મળતાં હતાં પણ જાણે વર્ષોથી ઓળખતાં હોઈએ એવું લાગ્યું!
રોનક નીકળ્યો પછી રાત્રે અમે ડ્રાઈવ પર નીકળ્યાં અને બ્રોડવે સ્ટ્રીટ (Broadway Street) પર ગયાં. અડધી રાત્રે પણ બ્રોડવે સ્ટ્રીટની શું રોનક હતી! કેટલી ઝાકમઝોળ હતી! મોટા તળાવમાં પડતાં લાઈટોનાં પ્રતિબિંબ રોશનીને બેવડાવતા હતાં. દુનિયાની અજાયબી જેવાં મકાનો હતાં. બે મકાનો ધ્યાન ખેંચે તેવાં હતાં. એક મકાન ત્રાંસુ હતું તો બીજું ઊંધું ( upside down) હતું. ભોંયતળિયું ઉપર અને અગાસી નીચે ! ખાવાપીવાની દુકાનો ખુલ્લી હતી અને ઘણાં લોકો આપણા માણેકચોકની જેમ અડધી રાતે ખાણીપીણીની મઝા માણી રહ્યાં હતાં. યુવાનો ડાન્સ ફ્લોર પર નાચી રહ્યાં હતાં. વાતાવરણમાં આનંદ અને ઉત્સવની લાગણી હતી. હોટલ પહોંચ્યાં પછી વળી પાછી હાસ્ય અને સંગીતની મહેફિલ જામી. થોડાં કપડાં ધોવાં હતાં તે મશીનમાં નાખ્યાં. રાત્રે બે વાગે બધાં સૂતાં.




ક્રમશઃ
સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
Excellent!
“બધાં બે કલાક ઘોટી ગયાં.” – I read this verb after almost 35 years. 👌
Thanks, Chetan!
Somehow that word struck me from nowhere! But that was the most appropriate word!
Please join us every Friday for this dream travelogue!
Condo, beach and maxican food was wonderful, but Ronak and Mila were the icing on the cake. It was a complete surprise! Some way to say father… Nana I love you 💘 Hats off GenX!!!
Thanks! Next generation always surprise us! Keep on reading! 💕 Please join us every Friday for this dream travelogue!
“ન આકાશ ને ઊંચાઈ નો ગર્વ કે ન સમૂદ્ર ને ગહનતા નું અભિમાન” જેવો philosophycal touch અને માનવ સંબંધો/સ્વભાવ નું લાગણીસભર નિરુપણ આ પ્રવાસ વર્ણનને અત્યંત રસપ્રદ બનાવી દે છે.
આવનારા episode વાંચવાની આતુરતા વધતી જાય છે
Thanks, Ketan!
We will be waiting for you to join us every Friday for this dream travelogue!
Enjoyed the pravas varnan very well. Great hosting by Little and Pravin and surprise by Ronak/Rima family! Reminded of our CN -69 reunion there and all arrangements the Patel’s had made for us!
Amrish
Thanks, Amrishbhai! Yes, Patels are known to be very good hosts!
I was in USA for a while when reading.
Thanks, Asit! Join us every Friday for this dream travelogue and visit USA every time!
Wow! This travel every week is exciting 😍 I could never take up this swimming thing despite all efforts 🙈!! But you Japan travelogue has inspired me enough and that is next on my cards as soon i get go ahead from you tourism 🌝
Thanks, Heenaben! I am so happy 🥰 that you have decided to visit Japan after reading my travelogue! Inspiring people to visit the destination makes the travelogue meaningful!
વાહ દર્શાબેન,
ફરી એક વાર સુંદર પ્રવાસ વર્ણન બદલ અભિનંદન.. લીટલ ની આગતાસ્વાગતા ને પ્રવીણ નું હનુમાન ચાલીસા પઠન યાદ આવ્યા વિના રહે જ નહી.. બીચ ની મુલાકાત ની બારીકાઈઓ, તેમાં થી વ્યક્ત થતું મોકળાશ ભર્યું અમેરિકા નું સંસ્કૃતી દર્શન.. વાહ … રોનક મીલા ની ટુંકી પણ મધુર મુલાકાત માં સંવેદના ની અભિવ્યક્તિ માં તમારું ભાષા પ્રભુત્વ છતું થાય છે.
ફરી વાર જાણે એ સફર ની દુનીયા માં પરત ફર્યા નો આનંદદાયક અહેસાસ બદલ આભાર 🌷❣️🌷
Thanks, Dilipbhai! Yes, those memories are as fresh……!
વાહ ખુબ સરસ વણૅન. જાણે આપણે પણ અનુભુતિ કરી શકો એવાં યાદગાર સંસ્મરણો ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્
Thanks, Manishbhai! Please join us every Friday for this dream travelogue!
I write commented abs lost 2 times
Little pravin
વેબ ગુર્જરી વર્ડ પ્રેસની સ્વીકૃત સિક્યુરીટી નિતી અનુસરે છે. જે અનુસાર સૌ પ્રથમવાર જ લખાયેલો પ્રતિભાવ ‘મોડરેશન’ માટે અનુમતિમાં જતો રહે છે.
વેબ ગુર્જરીના ‘ઍડમિન’ તરીકે હું સામાન્યપણે દરરોજ સવારે એક વાર આવા બધા જ પ્રતિભાવ ‘અપ્રુવ’ કરતો હોઉં છું.
આ પહેલાંના તમે મુકેલા બે પ્રતિભાવો અહીં કેમ નથી જોવા મળઈ રહ્ય અતે વિષે તો કંઈ કહેવું મુશ્કેલ છે. પણ જે પ્રતિભાવ જોવા મળ્યો છે તે હવે ‘અપ્રુવ’ થઈ ગયો છે.
વેબ ગુર્જરી વતી
અશોક વૈષ્ણવ
Thanks, Ashokbhai! It’s a very tedious task but you do it every day, very diligently!
Thanks, Pravinbhai! I got your positive response in personal msg.
Keep reading the interesting dream travelogue every Friday!
Enjoyed reading. Brought back memories of our past visit to Myrtle beach. Looking forward to the next release.
Thanks, Nanakbhai!
Please join us every Friday for this dream travelogue!
Perfect location for મિત્રો, મસ્તી અને સાગર તટ.
Enjoyed👍
Thanks, Toral!