લુત્ફ-એ-શેર : મણકો # ૩૭

ભગવાન થાવરાણી

ચાલો, ફરી જઈએ એ શાયરો ભણી જેમનું નામ ઓછું જાણીતું છે અથવા સાવ અજાણ્યું.

અયાઝ ઝાંસવી. આ નામ મેં પહેલાં ક્યારેય નહોતું સાંભળ્યું. જો કે એમનો એક મહામૂલો શેર વર્ષોથી મારી ડાયરીના પીળા પડી ચૂકેલા પાનાઓમાં કેદ છે. એ શેરની વાત કરીએ એ પહેલાં એમની એક ગઝલનો શરુઆતી શેર જોઈએ :

દેખા તો મેરા સાયા ભી મુજસે જુદા મિલા
સોચા તો હર કિસીસે મેરા સિલસિલા મિલા..

હવે ડાયરી વાળો શેર :

દુઆએં દીજિયે બીમાર કે તબસ્સુમ કો
મિજાઝ પૂછને વાલોં કી આબરૂ રખ લી..

એક તરફ તબિયત પૂછવા આવનારા મુલાકાતીઓનું ટોળું અને બીજી તરફ બિછાનાગ્રસ્ત બીમારના ચહેરા પર ફરકી ગયેલું ફિક્કું સ્મિત ! પરંતુ આ (બનાવટી) મુસ્કુરાહટે ઘણા બધાંને આશ્વસ્ત કર્યા કે ચાલો, તબિયત સુધરી રહી છે ! એમની આબરૂ સચવાઈ ગઈ !

ગાલિબ આવી વાત એમના અલગ અંદાઝે-બયાંથી કહે છે :

ઉન કે દેખે સે જો આ જાતી હૈ મુંહ પર રૌનક
વો સમજતે હૈં કિ બીમાર કા હાલ અચ્છા હૈ ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

8 thoughts on “લુત્ફ-એ-શેર : મણકો # ૩૭

  1. વાહ…..
    આજકાલ તો કોઈ ની ખબર પૂછવા પણ નથી જવાતું…

  2. અજાણી ગઝલનો શેર અને અજાણ્યા ગઝલકારની સરસ વાત લાવ્યા. શેર વાંચ્યો કે તરત એ જ મિજાજનો ગાલિબનો શેર યાદ આવ્યો જે તમે લેખમાળા નીચે લખ્યો છે. ઈમેલ માટે વિજાણુ પત્રવ્યવહાર પ્રયોજ્યો તે ગમ્યું

    1. ખૂબ ખૂબ આભાર !
      એ શબ્દ આ મેગેઝીનના સંચાલકોએ પ્રયોજેલો છે. મને પણ ગમ્યો !

Leave a Reply to Bhagwan thavrani Cancel reply

Your email address will not be published. Required fields are marked *