૧૦૦ શબ્દોની વાત : અનિશ્ચિતતાનાં કળણમાં ફસાવા કરતાં….

તન્મય વોરા

જે અનાગતની ખબર પડી શકે એની સાથે આપણને વધારે ફાવે છે. આપણું અંતિમ લક્ષ્ય સફળતાની મહત્તમ તકો સિદ્ધ કરવાનું હોય છે, એટલે આની સીધી અસર આપણી પસંદ-નાપસંદ પર પડે છે

પરંતુ, ક્યારેક, આપણે બેકાબૂ સ્થિતિઓમાં મુકાઈ જતાં હોઈએ છીએ. ત્યારે આપણો માર્ગ આપણે જ કંડારવો પડે છે અને તે મુજબ સફરનો નકશો પણ ઘડાતો જાય છે. આપણને સૌથી વધારે શીખવાનું અહીં જ મળે છે

VUCA દુનિયામાં અનિશ્ચિતતાના કળણમાં ફસાઈ પડતાં પહેલાં જ એ બાબતે તૈયારીઓ કરી લેવી એ જ સફળતાની ચાવી છે. ભવિષ્યની આગાહી આપણને ખેલમાં રાખી શકે પણ અનિશ્ચિતાનો સ્વીકાર અને તેમાં સફળતા જ, આપણી કામગીરીને સુધારી શકે છે.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Author: Web Gurjari

1 thought on “૧૦૦ શબ્દોની વાત : અનિશ્ચિતતાનાં કળણમાં ફસાવા કરતાં….

  1. વીસ વરસથી નિવૃત્ત આ માણસ આ બાબત કાંઈ અભિપ્રાય આપે તે હાસ્યાસ્પદ લાગે. છતાં , કહેવા દો કે, એ રસ્તા શોધતા ભલે રહીએ, એ પકડી , ભુલભુલામણીમાં ફસાઈ, પસ્તાઈ, ભલે પાછા ફરવું પડે. પણ …
    એ વ્યથાની સાથે રસ્તાની આજુબાજુ, આડે ધડે ઊગી ગયેલ જંગલી ફૂલોની ફોરમ માણવાની કોણે ના પાડી છે ? !

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published.