ભગવાન થાવરાણી

એક અંગત વાત. મારી ડાયરીઓમાં જે ઉર્દૂ શાયરના સૌથી વધુ શેર દર્જ હોય તો એ ગાલિબ કે મીર નહીં પરંતુ છે અબ્દુલ હમીદ ‘અદમ’.
લશ્કરના માણસ (સંગીતકાર મદન મોહનની જેમ !) પણ કેવા-કેવા નાજુક શેર ! (મદન મોહનની બંદિશોની જેમ જ !)
જૂઓ :
શાયદ મુજે નિકાલ કે પછતા રહે હોં આપ
મહેફિલ મેં ઈસ ખયાલ સે ફિર આ ગયા હું મૈં ..
(હું વર્ષો સુધી આ શેરને ગાલિબનો સમજતો રહ્યો !)
મને એમનો આ બહુ જ ઓછો જાણીતો શેર બેહદ પસંદ છે :
જિન સે ઈંસાં કો પહોંચતી હૈ હંમેશા તકલીફ
ઉનકા દાવા હૈ કિ વો અસ્લ ખુદા વાલે હૈં..
સીધી, તીર જેવી વાત. અર્થઘટનની પણ કોઈ જરૂર નહીં. ખુદાના, ભગવાનના, રબના, અસલ વારસદાર હોવાનો દાવો કરનારા આપણા દેશથી વધુ તો ક્યાં હશે?
અને એ બધા જ આપણને મૂરખ બનાવી એમનો વેપાર દિનપ્રતિદિન વિકસાવતા રહે છે..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાહ…… અદ્ભૂત…. સાચું. અર્થઘટન ની જરૂર નહીં. પણ સાહેબ આપના અર્થઘટન નો કોઈ સાની નથી.. થોડા માં ઘણું સમજાવતા કોઈ આપની પાસે થી શીખે.
ઋણી છું ઊર્મિલાબહેન !
Wah ! , Simple but touching presentation whereas Galib is mostly very difficult to understand easily for people like us who do not know urdu well.
Thanks a lot Maheshbhai !
Vaah.. Waah..! In this Brief.. you taught us big big deep deep things of life.. In such a short lines. Very sentimental !!! I could know ‘Adam’ today only..
Thanks a lot, Kishorbhai !