ભગવાન થાવરાણી
જોશ મલીહાબાદી અસલ લખનૌ પાસેના મલીહાબાદ ગામના હતા જ્યાંની કેરી માત્ર હિંદુસ્તાન જ નહીં, જગતભરમાં મશહૂર છે. ભાગલા પછી એ પાકિસ્તાન ચાલ્યા ગયા.

કહે છે, એમણે એક લાખથી પણ વધુ શેર લખ્યા. એ વિદ્રોહી પ્રકૃતિના શાયર હતા. (જે દરેક શાયરે હોવું ઘટે !)
એમની એક ગઝલ આબિદા પરવીન અને ગુલામ અલી સહિત કેટલાક ગાયકોએ ગાઈ છે. ગઝલનો મત્લો જુઓ :
સોઝ-એ-ગમ દે કે મુઝે ઉસને યે ઈર્શાદ કિયા
જા તુજે કશ્મકશ-એ-દહર સે આઝાદ કિયા..
આ શેર પોતે જ સ્વતંત્ર રીતે જબરદસ્ત છે પરંતુ મને જે પ્રિય છે તે આ જ ગઝલનો બીજો શેર:
મેરી હર સાંસ હૈ ઈસ બાત કી શાહિદ ઐ મૌત
મૈને હર લુત્ફ કે મૌકે પે તુજે યાદ કિયા ..
અહીં જોશ સાહેબ મૃત્યુને સંબોધિત કરી રહ્યા છે. હે મોત ! સાક્ષી – સાહેદ ( શાહિદ શબ્દનો અપભ્રંશ ) જોઈએ તો મારા દરેક શ્વાસને પૂછી જોજે. મેં પ્રત્યેક આનંદના પ્રસંગે તને યાદ કરી છે, નજર સમક્ષ રાખી છે.
મૃત્યુ નામની અટલ વાસ્તવિકતાને નિરંતર રૂબરૂ રાખીએ તો જીવનની અનેક સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જાય છે..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.