લુત્ફ-એ-શેર મણકો #૨૯

ભગવાન થાવરાણી

મોટા શાયરોનો સિલસિલો જાળવી રાખતાં આવો, વાત કરીએ એ દિગ્ગજ સર્જકની જેમણે આ રચના સર્જી :

સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા
હમ બુલબુલેં હૈ ઇસકી યે ગુલસિતાં હમારા

( યાદ રહે કે આ એક ગઝલ છે, ભલે વાત રાષ્ટ્રપ્રેમની હોય !  અને બીજી અનેક રચનાઓની જેમ, છંદની જાળવણી ખાતર અહીં ગુલિસ્તાંનું  ‘ ગુલસિતાં ‘ કરવામાં આવ્યું છે ! )

જી હા, આ છે અલ્લામા મુહમ્મદ ઈકબાલ, જે શાયર ઉપરાંત રાજનિતિજ્ઞ પણ હતા. પાકિસ્તાનના સર્જનના નવ વર્ષ પહેલાં જ જન્નતનશીન થયા હોવા છતાં એમને પાકિસ્તાનના રાષ્ટ્ર-કવિ માનવામાં આવે છે. એમનો આ શેર જગ-પ્રસિદ્ધ છે :

હઝારોં સાલ નરગિસ અપની બેનૂરી પે રોતી હૈ
બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા..

પણ મને, મારી પ્રકૃતિને કારણે એમનો જે શેર વધુ પસંદ છે તે છે આ : 

અચ્છા હૈ દિલ કે સાથ રહે પાસબાં – એ – અક્લ
લેકિન કભી કભી ઈસે તન્હા ભી છોડ દે ..

હૃદય સંગે બુદ્ધિરૂપી ચોકીદાર નિરંતર રહે એ સારું છે. માત્ર અને માત્ર દિલનું ધાર્યું કરીને કેટલાય બરબાદ થઈ ગયા. ( જો કે દિમાગનું માનીને બહુ ઝાઝા આબાદ નથી થયા ! ! ) તો ઈકબાલ સાહેબની સલાહ છે કે ક્યારેક – ક્યારેક દિલ પરથી હોશિયારીની ચોકીદારી હઠાવીને એને મનમાની કરવા દેવી જોઈએ. સરવાળે નુકસાનમાં નહીં રહો ! 

મને પૂછો તો હું સાહિર સાહેબની વાત દોહરાવીશ : 

દિલ જો ભી કહેગા માનેંગે
દુનિયા મેં હમારા દિલ હી તો હૈ ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

3 thoughts on “લુત્ફ-એ-શેર મણકો #૨૯

  1. હઝારો સાલો સે….e શેર તો મીના કુમારી નો હતો. જે પાકીઝા માં લેવાયેલો હતો.

    1. આખો શેર લખો તો સ્પષ્ટ થાય.
      બાકી અહીં ટાંકેલો શી ઈકબાલ સાહેબનો જ છે.

Leave a Reply

Your email address will not be published.