નિરંજન મહેતા
૨૮.૧૧.૨૦૨૦ના લેખમાં નદીને લગતાં થોડાક ગીતો માણ્યા હતાં. આ લેખમાં તેવા વધુ ગીતોનો ઉલ્લેખ છે.
૧૯૭૦ની ફિલ્મ ‘સફર’નું આ ગીત નદીકિનારે બેઠેલા રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર પર રચાયું છે. ગીત હોડી ચલાવનાર નાવિક ગાય છે.
ओहो नदिया चले चले रे धारा
चन्दा चले चले रे तारा
तुझ को चलना होगा
ઇન્દીવરના શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ અને સ્વર છે મન્નાડેનો.
૧૯૭૨ની ફિલ્મ ‘નાગપંચમી’ નું ગીત છે
मै नदिया की धारा बाहें तेरी किनारा
કલાકારો છે જયશ્રી ગડકર અને આશિષ કુમાર. શબ્દો ઇન્દીવરના અને સંગીત રવિનું. સ્વર કિશોરકુમાર અને લતાજીના.
૧૯૭૩ની ફિલ્મ ‘નમકહરામ’મા ગીત છે
नदिया से दरिया, दरिया से सागर
सागर से गहरा जाम
રાજેશ ખન્ના પર આ ગીત રચાયું છે જેના ગાનાર કલાકાર છે કિશોરકુમાર. શબ્દો આનંદ બક્ષીના અને સંગીત આર. ડી. બર્મનનું.
૧૯૭૩ની ફિલ્મ ‘સૌદાગર’ના ગીતમા પણ નદીનો ઉલ્લેખ છે. અમિતાભ બચ્ચન અને નુતન હોડીમાં બેસીને જતા હોય છે ત્યારે આ ગીત પણ નાવિક ગાય છે.
दूर है किनारा
गहरी है नदी की धारा
ગીત અને સંગીત રવીન્દ્ર જૈનના અને સ્વર મન્નાડેનો.
૧૯૭૫ની ફિલ્મ ‘ખુશ્બુ’નું ગીત છે
ओ माजी रे , ओ माजी रे
अपना किनारा नदिया की धारा
હોડીમાં સફર કરનાર જીતેન્દ્ર પર આ ગીત રચાયું છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમારે. શબ્દો ગુલઝારના અને સંગીત આર. ડી. બર્મનનું.
૧૯૭૫ની અન્ય ફિલ્મ ‘અમાનુષ’નું ગીત છે જે શીર્ષકગીત છે અને પાર્શ્વગીત પણ.
नदिया में लहरे नाचे
लहरों पे नाचे नैया
ગીતના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત તથા ગાયક શ્યામલ મોઈત્રા.
૧૯૭૬ની ફિલ્મ ‘બાલિકા બધુ’ના ગીતમાં પણ પિયર જતી પત્નીને સંબોધાતા આ ગીતના શબ્દો છે
बड़े अच्छे लगते है
ये धरती ये नदिया ये रैना और तुम
સચિન અને રશ્મિ શર્મા આ ગીતના કલાકાર છે. ગીતના ગાયક છે અમિતકુમાર. શબ્દો આનંદ બક્ષીના અને સંગીત આર.ડી. બર્મનનું.
૧૯૭૯ની ફિલ્મ ‘અભિમાન’નું ગીત જોઈએ
हे नदिया किनारे हे राइ, आई कंगना
જયા બચ્ચન પર રચાયેલ આ ગીતના ગાયિકા છે લતાજી જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત સચિન દેવ બર્મનનું.
૧૯૮૧ની ફોલમ ‘બરસાત કી એક રાત’માં જે ગીત છે તેના શબ્દો છે
नदिया किनारे रे हमारा बगान
કલાકાર રાખી અને સ્વર લતાજીનો. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે આર.ડી. બર્મને.
૧૯૯૬ની ફિલ્મ ‘ચાહત’નું ગીત સ્ટીમલોન્ચમાં ફિલ્માવાયું છે
चाहत नदिया चाहत सागर
શાહરૂખ ખાન અને પૂજા ભટ્ટ આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે નીદા ફાઝલીનાં અને સંગીત અનુ મલિકનું. ગાનાર કલાકારો અલકા યાજ્ઞિક અને વિનોદ રાઠોડ.
૨૦૦૦ની ફિલ્મ ‘રેફ્યુજી’મા પાર્શ્વગીત તરીકે આ સુંદર શબ્દોવાળું ગીત મુકાયું છે.
पंछी नदिया पवन के जोंके, कोई सरहद ना इन्हें रोके
કરીના કપૂર અને અભિષેક બચ્ચનની આ પહેલી ફિલ્મ હતી. ગીતના શબ્દો જાવેદ અખ્તરના અને સંગીત અનુ મલિકનું. અલકા યાજ્ઞિક અને સોનુ નિગમ ગીતના ગાયક.
કદાચ નદીને લગતા વધુ ગીતોની જાણકારી હોય તો રસિકોને જણાવવા વિનંતી.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
Beautiful