ભગવાન થાવરાણી
ક્યારેક વિચારીએ કે કેવા – કેવા સાવ અજાણ્યા નામોએ કેવા અદ્ભૂત શેરો રચ્યા તો અવાક થઈ જવાય !

દિક્ષીત દનકૌરી ! બહુ ઓછા લોકોએ એમનું નામ પણ સાંભળ્યું હશે ! એ પાછી સાવ અલગ વાત કે કેટલાક કવિઓને પોતાનું વેચાણ કરતાં આવડતું હોય એટલે મશહૂર હોય અને કેટલાકને એની તમા ન હોય એટલે ખૂણામાં પડ્યા હોય ! ફિલહાલ, દિક્ષીત દનકૌરીનો એક શેર :
જિસસે દબ જાએં કરાહેં ઘર કી
કુછ ન કુછ શોર મચાએ રખિએ ..
એમની એક ગઝલનો પ્રારંભ આમ છે :
ખાક તૂ ઉનકે પાસ બૈઠા થા
તૂ તો બિલકુલ ઉદાસ બૈઠા થા
(એમની નજીક બેસવાનો ફાયદો જ શું જો પડખે બેઠા છતાં ઉદાસ જ રહેવાનું હોય !)
પણ આ ગઝલનો જે શેર મને અતિપ્રિય છે તે આ :
બાદશાહત – સી આ ગઈ તુઝ મેં
કિન ફકીરોં કે પાસ બૈઠા થા ?
જબરદસ્ત વાત ! કેટલાક ફકીરો – ભલે એમના વસ્ત્રો ફકીરોવાળા ન હોય – ખરેખર એવા હોય છે જેમના સાન્નિધ્યમાં થોડીક પળો વિતાવીએ તો પણ આપણને એવું લાગે જાણે આપણામાં કોઈક પ્રકારનું રાજવીપણું આવી ગયું ! આવા ફકીરોને ઓળખવા અઘરા હોય છે, પણ અસંભવ નહીં ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાહ ખુબ જ સરસ શેર એક ગુઢાર્થ સભર. ખુબ ખુબ અભિનંદન તથા સર. 🙏🙏🙏
હાર્દિક આભાર બહેન !
अदभुत