‘નદી’ને લગતાં ફિલ્મીગીતો (૧)

નિરંજન મહેતા

અગાઉની ફિલ્મોમાં હોડીમાં સફર કરતાં કે નદીકિનારે બેસીને નદીને લગતાં ગીતો જોવા મળે છે. ગીતો તો અનેક છે જેમાંથી થોડાકની આ લેખમાં નોંધ લીધે છે અને થોડા અન્ય ગીતોનો પછીના લેખમાં સમાવેશ કરાશે.

સૌ પ્રથમ ૮૪ વર્ષ પહેલા આવેલી ૧૯૩૬ની ફિલ્મ ‘અછૂત કન્યા’મા નદીને લગતું ગીત જોવા મળે છે.

धीरे बहो नदियाँ धीरे बहो हमें उतरन पार

આ એક સમૂહગીત છે જેમાં કોણ કલાકાર છે તે જણાવાયું નથી તેમ જ ગાયિકાનું નામ પણ પ્રાપ્ત નથી. પણ સંગીત સરસ્વતીદેવીનું છે, ફિલ્મમાં મુખ્ય કલાકાર છે અશોકકુમાર અને દેવિકા રાની.

ત્યાર પછી મળે છે ૧૯૪૮ની ફિલ્મ ‘નદીયા કે પાર’મા નદીનાં ઉલ્લેખવાળું ગીત મળે છે.

मोरे राजा हो
मोरे राजा हो चल नदिया के पार

કલાકારો છે દિલીપકુમાર અને કામિની કૌશલ. સ્વર છે રફીસાહેબ અને લલીતા દેઉલકરના. ગીતકારનું નામ મોતી અને સંગીત સી. રામચંદ્રનું

૧૯૫૦ની ફિલ્મ ‘બાબુલ’નું ગીત છે

हद हो रबा है हो
नदिया में उठा है शोर
छाई है घटा घनघोर दूर जाना है

મુનવ્વર સુલતાના અને દિલીપકુમાર પર રચાયેલ આ ગીતના ગાયકો છે શમશાદ બેગમ, રફીસાહેબ અને તલત મહેમુદ. શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું.

૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ બાવરા’ના ગીતમાં નદીનો સીધો ઉલ્લેખ નથી પણ નદીના નામોનો ઉલ્લેખ છે જેમાં મુખડા પછીના શબ્દો છે

तू गंगा की मौज मै जमुना की धारा
हो रहेगा मिलन हमारा तुम्हारा

હોડીમાં જતી મીનાકુમારીને ઉદ્દેશીને ગવાતું આ ગીત ભારતભૂષણ પર રચાયું છે જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત છે નૌશાદનું. સ્વર છે રફીસાહેબ અને લતાજીના.

૧૯૫૫ની ફિલ્મ ‘ઉડનખટોલા’ના ગીતના શબ્દો છે

ओ मेरे सैयाजी उतरेगे पार हो नदिया धीरे बहो

હોડીમાં સવાર દિલીપકુમારને ઉદ્દેશીને હોડી હંકારતા આ ગીત નિમ્મી ગાય છે. ગાનાર કલાકાર લતાજી. શબ્દો શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું.

૧૯૫૬ની ફિલ્મ ‘સી.આઈ.ડી.’મા કારમાં જતા દેવઆનંદ અને શકીલા એક જગ્યાએ રોકાઈ જાય છે ત્યારે પાણી ભરવા આવતી પનિહારીઓ પાસેથી આ ગીત સાંભળવા મળે છે

बुझ मेरा क्या नाम रे
नदी किनारे गाव रे

શબ્દો મજરૂહ સુલતાનપુરીના અને સંગીત ઓ.પી.નય્યરનું. સ્વર શમશાદ બેગમનો. કલાકાર મીનુ મુમતાઝ.

૧૯૫૬ની અન્ય ફિલ્મ ‘રાજહઠ’નું ગીત છે

आजा आजा नदिया किनारे
तारो की छयिया तोहे कब से पुकारे

આ નૃત્યગીતના કલાકાર કોણ છે તે જણાતું નથી પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામા છે પ્રદીપકુમાર અને મધુબાલા. શૈલેન્દ્રનાં શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાનાર કલાકાર છે લતાજી.

૧૯૫૮ની ફિલ્મ ‘ઘરસંસાર’મા ગીત છે

ये हवा ये नदी का किनारा चाँद तारो का रंगीन इशारा
कह रहा है बेखबर हो सके तो प्यार कर

મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે રવિએ. ગાનાર કલાકરો આશાભોસલે અને મન્નાડે. રાજેન્દ્રકુમાર અને કુમકુમ આ ગીતના કલાકારો છે.

૧૯૫૮ની અન્ય ફિલ્મ ‘મધુમતિ’ના ગીતના છેલ્લા અંતરાના શબ્દો છે

मै नदिया फिर भी मै प्यासी भेद ये गहेरा बात ज़रा सी

આ વિરહ ગીતના કલાકાર છે વૈજયંતીમાલા. ગીતના શબ્દો છે શૈલેન્દ્રના જેને સંગીત મળ્યું છે સલીલ ચોંધરીનું. સ્વર છે લતાજીનો.

૧૯૫૯ની ફિલ્મ ‘બરખા’માં એક યુગલ ગીત છે

वो दूर जो नदिया बहेती है वहाँ एक अलबेली रहती है

ગાડામાં સવાર જગદીપ અને નંદા પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત ચિત્રગુપ્તનું. લતાજી અને રફીસાહેબ આ ગીતના ગાયકો છે.

૧૯૬૯ની ફિલ્મ ‘અનોખી રાત’મા જે ગીત છે તેમાં પણ ગાડું ચલાવતા સંજીવકુમાર ગાય છે.

ओहो रे ताल मिले नदी के जल में
नदी मिले सागर में
सागर मिले कौन से जल में कोई जाने ना

મુકેશનો સ્વર અને ઇન્દીવરનાં શબ્દો. સંગીતકાર રોશન.

વધુ ગીતો હવે પછીના લેખમાં.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.