નિરંજન મહેતા
નાયક નાયિકા જયારે ગીત ગાતા હોય છે ત્યારે સાધારણ રીતે મૈ અને તું એમ ઉદબોધન થાય છે. પણ એવા કેટલાક ફિલ્મીગીતો છે જેમાં એકવચન નહીં પણ બહુવચનમાં વાત થાય છે એટલે કે હમ અને તુમ.
હિંદી ફિલ્મોમાં આવા ગીતો અનેક છે જેમાંના થોડાકનો આ લેખમાં ઉલ્લેખ છે.
૧૯૫૧મા આવેલી ફિલ્મ ‘મલ્હાર’નું ગીત છે
कहाँ हो तुम ज़रा आवाज़ दो हम याद करते है
कभी भरते है आहे कभी फ़रियाद करते है
અર્જુન(?) અને શમ્મી પર આ ગીત રચાયું છે જેમને સ્વર આપ્યો છે મુકેશ અને લતાજીએ. ગીત રચના કૈફ ઈરફાનની અને સંગીત રોશનનું.
અંબર (૧૯૫૨)નું આ ગીત આજે પણે એટલું લોકપ્રિય છે
हमतुम ये बहार देखो रंग लाया प्यार
શકીલ બદાયુનીને લખેલ ગીતને મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં ગુલામ મોહમ્મદે સ્વરબદ્ધ કરેલ છે, જે એ સમયની પર્દા પરની ખુબ જ લોકપ્રિય જોડી રાજ કપૂર અને નરગીસે અદા કરેલ છે.
૧૯૫૯ની ફિલ્મ દેલ દેખે દેખોમાં હમ તુમની વચ્ચેનાં જોડાણને ‘ઔર’થી વધુ મજભુત બનાવીને રજૂ કરાયું
हम और तुम और ये समा क्या नशा नशा सा है
ઉષા ખન્નાની પહેલવહેલી ફિલ્મનાં આ ગીતના બોલ મજરૂહ સુલ્તાનપુરીના છે. પર્દા પર શમ્મી કપૂર આશા પારેખને ઉદ્દેશીને આ ગીત ગાય છે, જેને સ્વર આપ્યો છે મોહમ્મદ રફીએ.
મુખડાના લગભગ આજ બોલ સાથેની શરૂઆત સાથેનું એક બીજું રોમેન્ટીક ગીત હતું કૉલેજ ગર્લ (૧૯૬૦)નું
हम और तुम और ये समा लवली लवली लवली
શંકરજયકિશને અને બહુજ નોંધનીય અપવાદરુપ રાજેન્દ્ર કૃષ્ણના સહયોગની નિપજને મોહમ્મદ રફીએ જીવંત કરેલ છે.
૧૯૬૧ની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’નાં હૈ આગ હમારે સીનેમેં હમ આગસે ખેલતે આતે હૈ જેવા પડકારમય ઉપાડથી શરૂ થતા મુખડા પછીના શબ્દો છે
हम भी है तुम भी हो दोनों है आमने सामने
આ એક સમુહનૃત્યગીત છે જેમાં ફિલ્મમાં જે જે પાત્રોની નાની મોટી ભૂમિકાઓ રહી છે લગભગ તે બધાં જ પાત્રો ગીતમાં ક્યાંકને ક્યાંક જોવા મળે છે. શબ્દો શૈલેન્દ્રનાં અને સંગીત શંકર જયકિશનનું. લતાજી, મન્ના ડે, મહેન્દ્ર કપુર અને ગીતા દત્ત અને મુકેશના સ્વર.
૧૯૬૨ની ફિલ્મ ‘બાત એક રાત કી’નું એક મધુર ગીત છે
ना तुम हमें जानो ना हम तुमे जाने
मगर लगता है की कुछ ऐसा
मेरा हमदम मिल गया
વહીદાને સંબોધીને દેવઆનંદ આ ગીત ગાય છે જેના શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત હેમંતકુમારનું. ગાયકો છે સુમન કલ્યાણપુર આને હેમંતકુમાર.
૧૯૬૨ની ‘શોલા ઔર શબનમ’મા પણ એક ગીત છે જેના મુખડા પછીના શબ્દો છે
जित ही लेंगे बाज़ी हम तुम
खेल अधुरा छूटे ना
प्यार का बंधन जनम का बंधन
जनम का बंधन टूटे ना
ધર્મેન્દ્ર અને તરલા મહેતા સાથે એમ. રાજન પણ આ ગીતમાં દેખાય છે. શબ્દો કૈફી આઝમીના અને સંગીત ખય્યામનુ. રફીસાહેબ અને લતાજીના સ્વર.
હમતુમ વચ્ચે થોડા બીજા શબ્દોને આવવા દેવાની છૂટ લઈએ ચા ચા ચા (૧૯૬૪)નું એક અદ્ભૂત ગીત મળે છે
वो हम न थे वो तुम न थे
वो रहगुज़र थी प्यार की
लुटी जहांसे बेवजह पालकी बहारकी
पालकी बहारकी
નીરજના બોલને ઈક઼બાલ ક઼ુરેશીએ સંગીતબધ્ધ કરેલ છે જેને મુહમ્મદ રફીના સ્વરમાં ચંદ્રશેખરે પરદા પર પ્રસ્તુત કરેલ છે.
૧૯૬૬ની ફિલ્મ ‘મૈ સુહાગન’નું ગીત જોઈએ
हम भी थे अनजान से
हाय हाय तुम भी थी अनजान सी
નૃત્યગીતમાં કોણ કલાકારો છે તે જણાતું નથી પણ તેમને સ્વર મળ્યો છે આશા ભોસલે અને સુધા મલ્હોત્રાનો. ગીતના શબ્દો છે અઝીઝ કાશ્મીરીનાં અને સંગીત લછીરામ તમરનું.
૧૯૬૭ની ફિલ્મ ‘મિલન’નું આ ગીત તો અત્યંત પ્રસિદ્ધ ગીત છે
हम तुम
हम तुम युग युग से
गीत मिलन का
गाते रहे है गाते रहेंगे
સુનીલ દત્ત અને નુતન પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે મુકેશનો.
૧૯૬૯ની ફિલ્મ ‘ધરતી કહે પુકારે’નું ગીત પણ અત્યંત પ્રચલિત છે
जे हम तुम चोरी से
बंधे एक डोरी से
जइयो कहा रे हुजुर
ગીતના કલાકારો છે નંદા અને જીતેન્દ્ર. મજરૂહ સુલતાનપુરીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાનું સંગીત. ગીતને સ્વર મળ્યા છે લતાજી અને મુકેશના
૧૯૬૯મા આવેલી ‘મહલ’ જેમાં દેવઆનંદ અને આશા પારેખ કલાકરો છે તેનું ગીત છે
आँखों आँखों में हम तुम हो गये दीवाने
આનંદ બક્ષીના શબ્દો અને કલ્યાણજી આણંદજીનું સંગીત. ગાનાર કલાકારો કિશોરકુમાર અને આશા ભોસલે.
૧૯૭૩ની ફિલ્મ ‘દાગ’નું મશહુર ગીત છે
हम और तुम तुम और हम
खुश है आज मिल के
ખુશીનું આ ગીત રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર પર રચાયું છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે કિશોરકુમાર અને લતાજીના.
૧૯૭૩ની ફિલ્મ ‘રાજારાની’મા પણ હમ તુમ ને લગતું ગીત છે
અંતરામાં શબ્દો છે
ना तुम से हुई न हम से हुई
दोनों से मोहब्बत हो न सकी.
શર્મિલા ટાગોર કોઠા પર આ ગીત ગાય છે તેવું દર્શાવાયું છે જેના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત છે આર.ડી. બર્મનનું. સ્વર લતાજીનો.
અને ૧૯૭૩ની ફિલ્મ ‘બોબી’નું આ ગીત કેમ ભૂલાય?
हम तुम एक कमरे में बंध हो और चाबी खो जाय
નવોદિત કલાકરો રિશીકપૂર અને ડીમ્પલ કાપડીયા પર આ ગીત રચાયું છે. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે લતાજી અને શૈલેન્દ્ર સિંહના
https://youtu.be/tBJj-3sgcd0૧૯૮૧ની ફિલ્મ ‘કુદરત’નું ગીત છે
हमें तुम से प्यार कितना के हम नहीं जानते
मगर जी नहीं सकते तुम्हारे बिना
પાર્શ્વગીત તરીકે આ રાજેશ ખન્ના પર રચાયું છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના ને સંગીત આર. ડી. બર્મનનું. સ્વર છે કિશોરકુમારનો.
આ જ ગીત શાસ્ત્રીય ઢબમા એક બેઠકમાં ગવાય છે જે અરૂણા ઈરાની પર દર્શાવાયું છે. જેને સ્વર આપ્યો છે પરવીન સુલતાનાએ. ગીતમાં રાજેશ ખન્ના, વિનોદ ખન્ના, હેમા માલિની અને પ્રિયા રાજવંશ પણ દેખાય છે. બાકીની વિગતો ઉપર મુજબ.
૧૯૮૩ની ફિલ્મ ’’અગર તુમ ના હોતે’મા જે ગીત છે તે છે
हमें ओर जीने की चाहत ना होती
अगर तुम ना होते अगर तुम ना होते
રાજેશ ખન્ના આ ગીત રેખાને પ્રોત્સાહિત કરવા ગાય છે. ગીતના શબ્દો ગુલશન બાવરાના અને સંગીત અર. ડી. બર્મનનું, કિશોરકુમારનો સ્વર
https://youtu.be/foaU-2n6WUsઆ ગીત બીજી વાર રેખા પર રચાયું છે અને સ્વર છે લતાજીનો. બાકીની વિગતો ઉપર મુજબ.
કોઈક ગીતોમા મૈ ઓર તુમ શબ્દ વપરાયા છે તેવા ગીતોનો સમાવેશ નથી.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com