અભિલાષાઓ

– ઉત્પલ વૈશ્નવ

આજનાં સ્ત્રી કે પુરુષ, જે

સમાજની સૌથી વધારે ચતુર વ્યક્તિ હોઈ શકે; 👨🏻‍🎓

સૌથી વધારે શૈક્ષણિક લાયકાતો ધરાવી શકે; 🏆

મોભાદાર આવકનાં ધની હોઈ શકે; 💵

પણ જીવે છે સાવ પ્રાણવિહિન જીવન.🍂

મરવાને વાંકે જીવતા ખેતમજૂર કે શહેરમાં સબડતો દાડિયો મજૂર. 🧟‍♂‍

આની કે તેની પાછળા હવાતિયાં મારતી જિંદગી કે કાળી મજૂરીની દોડંદોડ,

છે માત્ર અભિલાષાઓની પાછળની એક અંતહિન દોડ. 🏃‍♂‍🏃🏻‍♀

‍એ અભિલાષાઓ તો સ્વ-અસ્વીકારનું સ્વરૂપ માત્ર જ છે🙅🏻‍♂‍

સત્યનો જ્યારે થાય સામનો,

નબળી વ્યક્તિ પોતાનાં જીવનનો અંત લાવવાનું ‘વિચારે’, 🏴‍☠‍

સામર્થ્યવાન પોતાની અભિલાષાનો અંત લાવવા ‘કામ’ કરે ! 😇


શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.