ઉદ્યોગસાહસિકતા : પ્રેરણા લાક્ષણિકતાઓ અને પ્રેરણા ચક્ર

હિરણ્ય વ્યાસ

“પ્રેરણા (મોટીવેશન)” શબ્દ મેનેજમેન્ટ ઉપરાંત વ્યવહારમાં મોટા પાયે બોલાતો શબ્દ છે. અગાઉના  લેખમાં આપણે પ્રેરણાનાં અભિગમ પ્રેરણાની પરિભાષા તથા પ્રેરણા સંદર્ભે કેટલીક મૂળભૂત વાતો કરી હતી આ લેખમાં કેટલીક વિશેષ વાતો કરીએ . 

પ્રેરણા : લાક્ષણિકતાઓ :

પ્રેરણા બે પ્રકારે કાર્ય કરે છે.

૧.  સ્વયંને પ્રેરવા,

૨.  અન્ય ને પ્રેરવા           

પ્રેરણા થકી માત્ર તમે જ પ્રોત્સાહીત રહો એ પૂરતું નથી બલ્કે તમારી આસપાસની વ્યક્તિઓ તથા માહોલ પણ પ્રેરણાદાયક બની રહે એ ઇચ્છનીય ગણાય.

પ્રેરણાનો ખ્યાલ મુળભુત એ ધારણા પર રચાયેલો છે કે દરેક વ્યક્તિની કોઈ  પણ વર્તણૂક અર્થપુર્ણ હોય છે અને તે કોઇ ઉદેશની પૂર્તિ અર્થે દોરવાયેલી રહે છે. વ્યક્તિની પ્રવૃત્તિ સઘળુ કહી દે છે, તમે જે જાણવા ચાહો તે.

જીંદગીની વિડંબણા બે મુદ્દાનાં કારણે ઉભી થતી જોવા મળે છે.

૧. વિચાર વગરનું આચરણ, અને

૨. આચરણ વગરનો વિચાર.

પ્રેરણા વિચાર તથા આચરણ બંનેને મહત્વ આપે છે.

“પ્રેરણા એટલે હેતુપૂર્વકનું વર્તન.”

વ્યક્તિ ભિન્નતાનો ખ્યાલ:

વ્યક્તિ-વ્યક્તિ એ પ્રેરણા તથા વર્તણુકનું સ્વરુપ બદલાતું રહે છે. આપણે સર્વે માત્ર એક જ હેતુથી પ્રોત્સાહીત થતા નથી. અલગ અલગ લોકો ્પોતપોતાનં માગવા દ્રષ્ટિબિન્દુના કારણે અલગ અલગ રીતે પ્રોત્સાહિત થાય છે. સર્વ કર્મચારી પ્રેરણાની એક જ સપાટી/ભુમિકા પર હોતા નથી. પ્રોત્સાહન માટેની અપેક્ષા તથા અસર પણ અલગ અલગ જોવા મળે છે.

આંતરિક વિકાસ તથા જીવન રીતી આધારીત મુલ્ય થકી પ્રેરણા તથા ધ્યેય નક્કી થાય છે જે ચોક્કસ-સ્પષ્ટ હોય યા અસંદિગ્ધ કે અસ્પષ્ટ હોઇ શકે.

***

કઇ બાબતો વર્તણુકને પોષે છે?

કઇ બાબતો વર્તણુકને દોરે છે?

આવી વર્તણુક કઇ રીતે જળવાઇ રહે છે.?

કાર્ય નું ગણિત યા સંબંધની કેમેસ્ટ્ર્રી પ્રેરણા સંદર્ભે મહત્વનાં તત્વો છે. પ્રવર્તમાન સ્થિતિનાં અસંતોષમાંથી જન્મે છે. વર્તમાન સ્થિતિનાં અભાવથી જરુરીયાત ઉદભવે છે. આ જરુરીયાત પૂર્ણ કરવા પોતે પ્રવૃત્ત થાય છે. 

પ્રેરણા એ એક આંતરિક સ્થિતિ-કક્ષા છે જે વ્યક્તિ દ્વારા થતી પ્રવૃત્તિને પોષે છે અને તેની વર્તણુકને લક્ષ્ય તરફ દોરે છે.          

કામગીરીનું માત્ર પુનરાવર્તન નહી બલ્કે ઉત્કૃષ્ટતા, નાવિન્ય, વિકાસ એ પ્રેરણા સંદર્ભે ઇચ્છનીય છે. પ્રેરણા એ ધ્યેયપૂર્ણ વર્તન છે અને વર્તનએ જ્ઞાનથી વિશેષ ચડીયાતું છે કારણ કે જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ આવે છે કે જ્યાં જ્ઞાનથી વિશેષ વર્તન યા વ્યવહાર ધટનાને સભાળી લે છે.

પ્રેરણા ચક્ર :

. જરુરીયાતનો આવિર્ભાવ:વંચિતતામાંથી ઉદભવેલ જરુરીયાત,

૨. હેતુ પુર્તિ અર્થે જરુરી પ્રવૃત્તિઃ ધ્યેય હાંસલ અને સંતોષ પ્રાપ્તિ; જરુરીયાતની પરિપૂર્તિ અને અસંતોષ નાબુદી,

૩. પ્રતિપોષણ વર્તણુકમાં બદલાવ લાવે છે. જ્યારે વ્યક્તિની જરુરીયાતો બદલાઇ જાય છે ત્યારે વ્યક્તિની વાત કરવાની રીત પણ બદલાઇ જાય છે.

પ્રેરણા નાં બે સ્વરુપ :  

૧. આંતરિક પ્રેરણા  – વ્યક્તિ અંદર થી પ્રેરીત હોય છે. આંતરિક આનંદ- અંતરની ખુશી અર્થે કાર્ય કરે છે..

૨. બાહ્ય પ્રેરણા  વ્યક્તિ બાહ્ય પરિબળથી પ્રેરીત હોય છે. અન્ય સારુ/ અન્યની ખુશી અર્થે કાર્ય કરે છે. કે બહાર બનતી ઘટનાઓ વ્યક્તિની પ્રેરણા સપાટીને હકારાત્મક કે નકારાત્મક અસર કરી શકે છે.

પ્રેરણા મૂળતઃ આંતરિક અગ્નિ છે, જો અન્ય કોઇ એ તમારી અંદર પ્રગટાવાનો પ્રયત્ન કરે તો શક્ય છે કે તે અલ્પમાત્રામાં, કે અલ્પસમય માટે ઉદ્દિપ્ત થશે. – સ્ટીફન કોવી.

પ્રેરણા અંગેની વિવિધ વિચારસરણીઓ:  

મુળભુત વિચારસરણી – માનવીનાં તમામ વર્તનનું કેન્દ્ર કામુકતા છે તેવી વિવાદાસ્પદ વાત ડો. સિગમંડ ફ્રોઇડએ કહેલ છે. મનોવૈજ્ઞાનિક ટેલરેએ પૈસાને જ્યારે મનોવૈજ્ઞાનિક હૉથૉર્નએ એ સુખ /સંતોષને પ્રાથમિક પ્રેરણા ગણેલ છે.

જરૂરીયાત કોઈ પણ કામકાજનું મુળભુત કારણ છે. જે કામ માણસ માટે જરૂરી હોય પણ રસ ના પડે, તે કામ બોઝલ બની જાય છે. કામ રસમય હોય તે બોજ મટીને રમત/ઉત્સવ બની રહે છે. કામ અને ક્રીડા વચ્ચેનો ફર્ક ઘણો મોટો છે. સુખ /સંતોષ મળે તેમ ન હોય તો વ્યક્તિ કશું ન કરે, એટલા માટે મનુષ્યે ખાસ જીજ્ઞાસા કેળવવી જોઇએ.

‘ચાર ‘અ’ છે; આવાસ, અન્ન, આરોગ્ય અને આનંદ-સુખ. આખરે તો આનંદ જ મેળવવાનો છે ને? પ્રાથમિક જરૂરિયાત એ પ્રેરણાની મૂળભૂત વિચારસરણી છે.       

સંકલન વિચારસરણી – વ્યક્તિ શા કારણે પ્રોત્સાહિત થાય છે? તે ઉપરાંત વ્યક્તિગત જરુરીયાત અને ધ્યેય સંબંધી વિગત પુરી પાડે છે.

– વિશિષ્ટ જરુરીયાત કે જે માનવ વર્તણુકને પ્રોત્સાહિત કરે છે.

– કઈ  ચીજ પ્રેરે છે તે પર પ્રાધાન્ય,

– કાર્ય પર ભાર મુકે છે. ઉદા. પડકાર ઉઠાવે જવાબદારી સ્વીકારે,

પ્રક્રિયા વિચારસરણી   

= કાર્ય અંગે પ્રેરણાની અસર અને નિર્ણય પર જરુરી ખ્યાલ પુરો પાડે છે.

– પ્રેરણા કેવી રીતે આકાર લે છે.

(હવે પછીનાં લેખમાં પ્રેરણા પરની પ્રચલીત વિવિધ વિચારસરણીની વાત સાથે “ઉધોગસાહસિકતા” લેખમાળાનું સમાપન કરીશું.)                    

~~~~~~~~

આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર: 

મો.: +91 98254 33104 | Email: hiranyavyas@gmail.com | Web. www.hiranyavyas.yolasite.com

Face Book Community: https://www.facebook.com/groups/735774343154133/                                       

 *****

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.