“ભારત અને ગ્લોબલ વોર્મિંગ” – કલાયમેટ ચેઈન્જ વિશેની ગુજરાતી પુસ્તિકા ‘પર્યાવરણ મિત્ર’ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે

કલાયમેટ ચેઈન્જની અસરો આપણે સૌ જુદા-જુદા સ્વરૂપે અનુભવી રહ્યા છીએ. વિશ્વભરમાં કલાયમેટ ચેઈન્જની અસરો ખરાબ રીતે દેખાઈ રહી છે, આપણે જાણીએ છીએ તેમ, COVID-19 એ મૌસમ પરિવર્તનના સંકટને અટકાવ્યું નથી. લોકડાઉન દરમિયાન સુધરેલા વાતાવરણમાં ઉત્સર્જનનું સ્તર ફરીથી વધી રહ્યું છે. આ સ્થિતિમાં, આબોહવા સંકટને લગતી માહિતી લોકો સુધી સ્થાનિક ભાષામાં પહોચાડવાની તાતી જરૂર છે.

 પર્યાવરણ મિત્ર આ દિશાના એક પ્રયાસરૂપે કલાયમેટ ચેઇન્જના પ્રશ્ને “લોકોના વૈજ્ઞાનિક” તરીકે કાર્યરત શ્રી નાગરાજ આડવે (સભ્ય, Teachers Against Climate Crisis & SAPACC) લિખિત પુસ્તક “GLOBAL WARMING IN THE INDIAN CONTEXT” નું ગુજરાતી રૂપાંતર “ભારત અને ગ્લોબલ વોર્મિંગ” વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ ગુજરાતી પ્રકાશનનો અનુવાદ શ્રી દીપક ધોળકિયાએ કર્યો છે અને પર્યાવરણમિત્રના સભ્ય ફાલ્ગુની જોષીએ આ પ્રક્રિયામાં સહાય કરી છે.

આ પુસ્તિકામાં ગ્લોબલ વોર્મિંગના વૈજ્ઞાનિક કારણો, ભારતના વિવિધ ભાગોમાં તેના મુખ્ય પ્રભાવો,મૌસમ પરિવર્તન અંગેનું રાજકારણ અને ભવિષ્ય માટેના કેટલાક સૂચનો આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તિકા મુખ્યત્વે કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ-શિક્ષકો, જાગૃત યુવાનો, સામાજિક કાર્યકરો અને અન્ય રસ ધરાવતા સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને લખાઈ છે.

આ પુસ્તિકાની માહિતી આપને ઉપયોગી થશે તેવી આશા છે. આપ આ પુસ્તિકા આપને યોગ્ય લાગે તેવા રસ ધરાવતા વ્યકિત અને સંસ્થાઓને વિના સંકોચે મોકલી શકો છો.

ભારત અને ગ્લોબલ વોર્મિંગ પુસ્તિકા અહીં ઉપલબ્ધ છે.  ક્લિક કરો – https://paryavaranmitra.org.in/publications/

આભાર,

મહેશ પંડયા
Paryavaran Mitra
502,Raj Avenue,Bhaikaka Nagar Road,
Thaltej Cross Roads,
Ahmedabad 380059,
Gujarat, INDIA
Phone : +91-79-26851321
E-mail: paryavaranmitra@yahoo.com

Author: admin

2 thoughts on ““ભારત અને ગ્લોબલ વોર્મિંગ” – કલાયમેટ ચેઈન્જ વિશેની ગુજરાતી પુસ્તિકા ‘પર્યાવરણ મિત્ર’ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે

Leave a Reply

Your email address will not be published.